ઓછી ઊંઘ લેતાં આધેડ પુરૂષોને હાઈ બીપી, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, મેદસ્વિતાનો ખતરો વધુ, 6-7 કલાકની ઊંઘ છે જરૂરી

5 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લેવાવાળા પુરૂષોને પૂરતી ઊંઘ ન મળવાથી શરીરમાં પ્રવેશે છે રોગો

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 04:27 PM
Lack of sleep doubles heart disease risk in men: Study

હેલ્થ ડેસ્ક: જો તમે રાતે ઓછી ઊંઘ લો છો તો તમારા માટે ખતરા ઘંટી છે. એક રિસર્ચ મુજબ, પાંચ કલાકથી ઓછી ઊંઘ લેવાવાળા આધેડ ઉંમરના પુરૂષોને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો બે ગણો વધી જાય છે. પહેલાં કરાયેલાં રિસર્ચમાં ઓછી ઊંઘ અને હાર્ટની બીમારી વચ્ચે સંબંધ દર્શાવે એવા કોઈ સ્પષ્ટ પુરાવા નહોતા. આ વખતે 50 વર્ષની ઉંમરના પુરૂષો પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે.

6-7 કલાકની ઊંઘ છે જરૂરી

સામાન્ય રીતે 6-7 કલાકની ઊંઘ મહિલા અને પુરૂષ બંને માટે જરૂરી છે અને પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પણ આ રિસર્ચમાં ખાસ કરીને આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે પુરૂષો પર ઓછી ઊંઘ લેવાની શું અસર થાય છે.

હાર્ટની બીમારીનો ખતરો

સ્વીડનમાં યૂનિવર્સિટી ઓફ ગોથેનબર્ગના મોઆ બેંગટસને કહ્યું કે, 'બહુ જ વ્યસ્ત રહેતાં લોકો માટે સૂવું એ સમય બર્બાદ કરવા જેવું હોય છે, પણ અમારા રિસર્ચ મુજબ ઓછી ઊંઘ લેવાથી ભવિષ્યમાં હાર્ટની બીમારી થવાનો ખતરો વધી જાય છે.' વર્ષ 1993માં આ રિસર્ચમાં ભાગ લેવા માટે 1943માં જન્મેલા અને ગોથેનબર્ગના રહેવાસી પુરૂષોની 50 ટકા જેવી આબાદીમાંથી આ લોકોને રેન્ડમલી સિલેક્ટ કર્યા હતા.

ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે બીપીનો પ્રોબ્લેમ

રિસર્ચ અનુસાર, રાતે 5 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લેતાં પુરૂષોને હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વિતા, ઓછી શારીરિક એક્ટિવિટી અને ખરાબ ઊંઘની સમસ્યા જોવા મળી. મોઆએ કહ્યું કે, આ રિસર્ચ જણાવે છે કે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે અને જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો સાવધાન થઈ જવાની જરૂર છે.

સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

X
Lack of sleep doubles heart disease risk in men: Study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App