આયુર્વેદ નિષ્ણાંતના મતે વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવાથી લઈને વાળની સમસ્યા અને માથાના દુખાવા માટે બેસ્ટ છે શિરોધારા પદ્ધતિ

રોગી નિરોગી દરેક વ્યક્તિએ 1 વર્ષમાં એકવાર તો શિરોધારા ટ્રીટમેન્ટ કરાવવી જ જોઈએ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 06:47 PM
Know what is shirodhara treatment

હેલ્થ ડેસ્ક: શિરોધારા એક આયુર્વેદિક શાસ્ત્રોક્ત પદ્ધતિ છે જેમાં ઔષધિથી સિદ્ધ કરેલ તેલ વડે માથા ઉપર ધારા કરવામાં આવે છે. ટૂંકમાં તેલથી માથા ઉપર કરવામાં આવતી ધારા એટલે જ શિરોધારા.આવી જ રીતે ઔષધિથી સિદ્ધ કરેલ છાશ વડે માથા ઉપર કરવામાં આવતી ધારા એટલે તક્રધારા.


આ બંને આયુર્વેદિક સારવાર વાળને પોષણ આપી વાળની સમસ્યાઓ દૂર કરે છે. વાળને કાયમ માટે સુંદર-સ્વસ્થ, તંદુરસ્ત અને તરોતાજા રાખવા માટે દર વર્ષે એક વખત આ બંને શિરોધારા અને તક્રધારા ટ્રીટમેન્ટ નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ કરાવવી જ જોઈએ. શિરોધારા સંબંધી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.


શિરોધારાથી થતા ફાચદા


- શિરોધારા સારવાર રોગ હોય કે ન હોય દરેક સ્વસ્થ વ્યક્તિએ શિરોધારા પદ્ધતિ એખ વખત કરાવવી જ જોઈએ. જેનાથી વાળનું સૌંદર્ય અકબંધ રહે છે.
-શિરોધારામાં ઔષધ સિદ્ધ તેલ ધારા રૂપે પડતું હોવાથી તેલ વાળના મૂળમાં જઈને રક્તવાહિનીઓને ઉત્તેજિત કરીને માથામાં રક્તનું પરિભ્રમણ સુધારે છે. જેથી વાળનું ઉચિત રક્ષણ અને પોષણ થવાથી ખરતા વાળ, ખોડો, અકાળે સફેદ થઈ ગયેલા વાળ, ઉંદરી, ટાલ પડવી, વાળ રૂક્ષ તથા બરછટ થઈ જવા વગેરે વાળનાં રોગો ઉદભવતા જ નથી.
-શિરોધારા સરવાર માથાના દુખાવાને પણ દૂર કરે છે. યાદશક્તિ વધારે છે. મગજને પોષણ આપી રકત્તનું પરિભ્રમણ સારી રીતે થવાથી ઘસઘસાટ ગાઢ નિંદ્રા આવી જાય છે. આમ અનિદ્રા, યાદશક્તિ ઓછી હોવી, જ્ઞાનતંતુની બીમારી, ભણવાનું થોડી જ વારમાં ભૂલાઈ જતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ શિરોધારા ખૂબ જ અક્સીર સાબિત થઈ છે.
-આજકલની દોડધામ ભરી વ્યસ્ત જિંદગીમાં દરેક વ્યક્તિ સતત તાણ અનુભવતો હોય છે. માનસિક તનાવની સીધી અસર વાળ ઉપર થાય છે. હજુ તો યુવાનીમાં પદાર્પણ પણ ના થયું હોય ત્યાં સફેદ વાળ માથામાં પગદંડો જમાવી દે છે. આમાં પણ શિરોધારા એક અકસીર આશીર્વાદરૂપ ઇલાજ છે.


શિરોધારાના અન્ય ફાયદા


ખોડો- શિરોધારા ખોડા માટે પણ એક ઉત્તમ અને અકસીર ઇલાજ છે. ખોડો દૂર કરવા માટે કરંજબીજ તેલ, ધતુરપત્રાદિ તેલ વગેરે તેલથી માથા ઉપર શિરોધારા કરવાથી ખોડો જળમૂળમાંથી દૂર થાય છે. આયુર્વેદમાં ખોડાને કફજન્ય વ્યાધિ ગણવામાં આવે છે. ખોડો એટલે કે ડેન્ડ્રફ જેમાં એક જાતની સફેદ ફોતરી માથામાં લાગી જાય છે. ખૂબ જ ખંજવાળ આવે છે. અને માથામાં ઝીણી-ઝીણી સફેદ ફોતરી ખર્યા કરે છે. આમાં શિરોધારા ઉત્તમ પરિણામ આપે છે.


અનિદ્રા- શિરોધારા ટ્રીટમેન્ટ અનિદ્રાના રોગી માટે પણ ઉપકારક છે. શિરોધારામાં તેલની ધાર સતત માથા ઉપર થતી હોવાથી માથામાંથી ગરમી તેલ દ્વારા બહાર નીકળી જતી હોવાથી માથામાં એકદમ ઠંડક થઈ જાય છે. ઉપરાંત ધારા રૂપે તેલ પડતું હોવાથી રક્તનું પરિભ્રમણ સારી રીતે થઈ મૂળની અંદર તેલ પહોંચી માથાનું ઉચિત રક્ષણ અને પોષણ કરે છે. અને દર્દીને સરસ નિંદ્રા આવે છે.


યાદશક્તિમાં વૃદ્ધિ- શિરોધારા ટ્રીટમેન્ટ મગજને પોષણ આપીને યાદશક્તિ પણ વધારે છે. જ્ઞાનતંતુની બીમારીમાં, યાદશક્તિ ઓછી હોવી, ભણવાનું થોડીવારમાં ભૂલાઈ જતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ શિરોધારા એક અક્સીર ઇલાજ છે. શિરોધારા એક જાતનું પેસિવ મેડિટેશન છે કે જે મનને શાંતિ પ્રદાન કરે છે. જેના દ્વારા બુદ્ધિ વિકસે છે, ધ્યાન કેન્દ્રિત થાય છે અને મન રિલેક્સ થઈ જાય છે. આથી જ તો ડોક્ટર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ તથા સતત પ્રવૃતિમય રહેતી ગૃહણીઓ માટે શિરોધારા આશીર્વાદરૂપ છે. આથી જ તો દરેકે દરેક માણસે પોતાના સ્વાસ્થ્યપૂર્ણ સૌંદર્યના રક્ષણ અને જતન માટે આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ શિરોધારા કરાવવી જ જોઈએ.

ડાયટિંગ કરતાં લોકોએ એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

X
Know what is shirodhara treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App