તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફળો સારાં કે તેનું જ્યૂસ? ફળો કયા સમયે કઈ રીતે ખાવાથી શ્રેષ્ઠ લાભ મળે છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ લોકો હવે હેલ્ધી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. એમાંય ફળોનું આગવું સ્થાન છે. ફળો અને તેનો રસ રોગને દૂર રાખવા માટે અક્સીર ઉપાય છે. ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાયબર્સ, ફાયટોકેમિકલ્સ જેવાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે ફળો બહુ જ ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. એમાંય સવારનો સમય ફળો ખાવા માટે બેસ્ટ માનવામાં આવે છે અથવા તો તમે ઈવનિંગ સ્નેકમાં પણ ફળો ખાઈ શકો છો. તો આજે જાણો ફળો ફળો અને ફળોના જ્યૂસમાંથી સૌથી વધારે બેસ્ટ શું? ફળો ખાવાની સાચી રીત કઈ છે.

 

ફળો ખાવાની પદ્ધતિ અને નિયમ જાણો

 

ફળો ખાવાના જો નિયમો તમે અપનાવશો તો ફળોમાંથી તમે મહત્તમ પોષણ મેળવી શકશો અને જો તમે આ નિયમોને અવગણશો તો તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આમ તો ફળોના જ્યૂસનું સેવન અતિલાભકારી રહે છે અને જ્યૂસ શરીરમાં જઈ શુગરમાં પરિવર્તિત થાય છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ ફળોના પોષક તત્વો મેળવવા માટે આખાં ફળો જ ખાવાં જોઈએ. 

 

ફળ ખાવા સારાં કે જ્યૂસ? 

 

આજકાલ હેલ્ધી પીણાંમાં જ્યૂસ પીવાનું ચલણ ખૂબ જ વધ્યું છે અને મોટાભાગના લોકો એવું માને છે ફળોનો જ્યૂસ હેલ્ધી હોય છે અને આ વાત સાચી પણ છે. પણ તેનાથી પણ વધારે ગુણકારી અને લાભકારી હોય છે ફળોનું સેવન કરવું. ફળોનો રસ જે બજારમાં તૈયાર મળે છે એ ન પીવા જોઈએ. તેમાં પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય ઘરે મશીનમાં કાઢેલાં જ્યૂસમાં પણ જ્યૂસ કાઢતી વખતે કેટલાક ફેરફાર આવે છે અને ફળોનો સત્વ પણ સંપૂર્ણ રીતે જ્યૂસમાં મળી શકતો નથી. 

 

આખાં ફળો જ ખાવા


ફળોને મિક્સર કે જ્યૂસરમાં નાખવામાં આવે કે એમાં પેદા થતી હીટ ફળોના ગુણોને અસર કરે છે. જ્યૂસ કાઢવાની પ્રક્રિયામાં એનાં પોષક તત્વો ખૂબ ઓછાં થઈ જાય છે. સામાન્ય રીતે ફળોમાં અખૂટ પ્રમાણમાં પોષક તત્વો હોય છે, પણ જ્યારે એનો જ્યૂસ કાઢવામાં આવે છે ત્યારે બહુ ઓછા પ્રમાણમાં બચે છે. જેથી ફળો ખાવાના ખરાં લાભ મેળવવા હોય તો ચાવી-ચાવી આખાં ફળો જ ખાવા.


ફળો કયા સમયે ખાવા વધુ ગુણકારી? 


ફળો ખાવાનો સૌથી સારો સમય સવારનો છે. તમે સવારે ઉઠીને પણ ફળ ખાઈ શકો છો. તમને જે ફળ ભાવતું હોય તે ફળ તમે સવારે ખાઈ શકો છો. જો સવારે ફળ ન ખાઈ શક્યા હો તો બપોરે જમતા પહેલાં અથવા સાંજે પણ તમે ફળ ખાઈ શકો છો. ડાયાબિટીસના દર્દીઓ પણ રોજ ફળ ખાઈ શકે છે પરંતુ આ વાતનું પણ ધ્યાન રાખવું કે જે સમયે તમે ફળ ખાઓ ત્યારે બીજું કંઈ ન ખાવું. જ્યૂસ પીવાથી તરત એનર્જી તો મળે છે પરંતુ તેનાથી પેટ ભરાતું નથી અને એનર્જી પણ થોડાં સમય માટેની જ હોય છે. જ્યારે તમે આખું ફળ ખાઓ જેમ કે એપ્પલ તો તમારું પેટ પણ ભરેલું રહે છે અને તમને સંપૂર્ણ પોષક તત્વો પણ મળે છે. 

 

કોઈપણ વસ્તુનું અતિસેવન હાનિકારક છે

 

કેટલાક લોકો વધુ પોષક તત્વો મેળવવાની લ્હાયમાં વધુને વધુ ફળો ખાય છે અને જ્યૂસ પીધે રાખે છે પરંતુ કોઈપણ વસ્તુ જ્યારે અતિ થાય ત્યારે તે ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે અને ફળોની બાબતમાં પણ આવું જ છે. જો તમે ફ્રૂટ ડાયટ પર હોવ તો તમે આખો દિવસ ફળો ખાઈ શકો છો પરંતુ તમે ભરપેટ ભોજનની સાથે આખો દિવસ ફળો ખાઓ અને જ્યૂસ પીઓ એ સારું નથી. સામાન્ય રીતે તમે દિવસના બે કે ત્રણ ફળ ખાઈ શકો છો. તેનાથી વધુ નહીં અને સૌથી અગત્યની વાત કે દરરોજ કોઈ એક જ ફળ ન ખાવું, તેની જગ્યાએ દરરોજ અલગ-અલગ ફળો ખાવા. જેથી બધાં જ ફળોના પોષક તત્વો તમારા શરીરને મળી રહે. 


સિઝન પ્રમાણેના ફળો ખાવા

 

આજકાલ બજારમાં બધાં પ્રકારના ફળો બારેમાસ મળે છે પરંતુ આ સિઝન વિનાના ફળો દવાઓ અને કેમિકલ્સ નાખીને ઉગાડવામાં આવે છે. જેથી હમેશાં સિઝનલ ફળો જ ખાવા. 

 

પેટ ઓછું કરવાની ટિપ્સઃ ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, ડાયટમાં વરિયાળીનું પાણી અને દૂધીનો રસ કરો સામેલ