કયા કારણોથી ઘણાં લોકોને સતત માથામાં દુખાવો રહે છે?

Divyabhaskar.com

Aug 25, 2018, 04:15 PM IST
Know the Symptoms of daily Headache problem

હેલ્થ ડેસ્કઃ માથાનો દુખાવો બહુ જ કોમન પ્રોબ્લેમ છે. માથાનો દુખાવો થવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે અને કોઈપણ ઉંમરમાં માથાનો દુખાવો થઈ શકે છે. WHOની એક રિપોર્ટ મુજબ દુનિયામાં 50% પુખ્ત વયના લોકોને ક્યારેકને ક્યારેક માથામાં દુખાવાનો પ્રોબ્લેમ થાય છે. આમાંથી લગભગ 4% લોકો એવા છે જેમને મહિનામાં 15 કે તેનાથી વધુ વાર માથાનો દુખાવો થાય છે. પણ જો તેને ઈગ્નોર કરવામાં આવે તો કોઈ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે.


પ્રાયમરી અને સેકન્ડરી હેડેક


ખાસ કરીને 2 પ્રકારના માથાના દુખાવા હોય છે. પ્રાયમરી અને સેકન્ડરી. પ્રાયમરી માથાના દુખાવા પાછળનું યોગ્ય કારણ ખબર પડતી નથી. જેમ કે સ્ટ્રેસ અને માઈગ્રેનને કારણે થતો માથાનો દુખાવો. સેકન્ડરીમાં બોડી અને અમુક હેલ્થ પ્રોબ્લેમ્સને કારણે થતો હોય છે. જેમ કે શરદી, ખાંસી અથવા બ્રેન ટ્યૂમર. આ સંકેતો પર ધ્યાન ન આપવાથી ગંભીર પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી આજે અમે તમને કેટલાક એવા કારણો બતાવીશું, જેના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે.


સ્ટ્રોક


અચનાક માથામાં સખત દુખાવો થવા લાગે અને શરીરનો એક સાઈડનો ભાગ બરાબર કામ કરવાનું બંધ કરી દે તો, આ સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે. આ સિવાય ઘણીવાર માથાના દુખાવા પાછળનું કારણ કોઈ બ્રેન ઈન્જરી પણ હોઈ શકે છે.

હાઈ બીપી


હાઈ બીપી થવા પર ચેસ્ટ પેઈન અને માથામાં દુખાવાની પ્રોબ્લેમ થાય છે. જેથી જો બહુ વધારે માથું દુખતું હોય તો બીપી ચેક કરાવો.

ઉંઘનો પ્રોબ્લેમ


ઉંઘ પૂરી ન થવા પર માથામાં દુખાવો થાય છે. ઠંડા રૂમમાં અથવા ખોટાં પોશ્ચરમાં સૂવાથી પણ આવું થઈ શકે છે. તેનાથી બચવા માટે 7-8 કલાકની પૂરતી ઉંઘ લો.


આંખોની બીમારી


આંખોની રોશની નબળી થવા પર જોવા માટે આંખો પર વધુ પ્રેશર આવે છે. જેના કારણે પણ માથામાં દુખાવાનો પ્રોબ્લેમ થાય છે. જેથી આંખો ચેક કરાવવી.

ફીવર


ફીવર આવવા પર કફ, કાનમાં દુખાવો અને માથામાં દુખાવો પણ થાય છે. ફીવરની દવા લેવાથી માથાના દુખાવામાં પણ આરામ મળે છે.

દાંત અથવા કાનમાં ઈન્ફેક્શન


માથાની આસપાસના ભાગ જેમ કે દાંત અથવા કાનમાં કોઈ પ્રોબ્લેમ થવા પર માથામાં દુખાવો થઈ શકે છે.

બ્રેન ટ્યૂમર


કોઈ કારણ વિના સતત માથામાં દુખાવો થતો હોય અને તે સરળતાથી મટતો ન હોય તો આ બ્રેન ટ્યૂમરનો સંકેત હોઈ શકે છે.

સ્ટ્રેસ


સતત સ્ટ્રેસમાં રહેવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે. જેની બ્રેન પર અસર પડે છે અને માથાનો દુખાવો થાય છે.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Know the Symptoms of daily Headache problem
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી