એક્સરસાઈઝ ન કરવી, સતત બેસી રહેવું અને ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલને કારણે થઈ શકે છે ઓસ્ટિયોપોરોસિસ

Know the Reasons Of Osteoporosis

Divyabhaskar.com

Aug 25, 2018, 05:33 PM IST

હેલ્થ ડેસ્ક: કોઈપણ વ્યક્તિના જીવનકાળમાં 30 વર્ષની ઉંમર સુધી હાડકાં સામાન્ય રીતે મજબૂત હોય છે. આ સમયને પીક બોન માસ કહેવામાં આવે છે. પણ 30 વર્ષની ઉંમર બાદ પુરૂષો અને સ્ત્રીઓનો બોન માસ ઘટવા લાગે છે. જેના કારણે હાડકાં નબળાં થવાનું શરૂ થઈ જાય છે. જોકે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી થતાં હોર્મોનલ ચેન્જિસને કારણે બોડી માસ તેજીથી ઘટે છે અને સ્ત્રીઓ ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળાં થવાની બીમારી)નો ખતરો પુરૂષો કરતાં વધારે હોય છે. જેથી આજે અમે તમને ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણો જણાવીશું.

શું છે ઓસ્ટિયોપોરોસિસ?

30ની ઉંમર બાદ બોન માસ ધીરે-ધીરે ઘટવા લાગે છે. જો તે એક લિમિટથી નીચે જતું રહે તો હાડકાં પોલા થવા લાગે છે અને આવામાં બોડી નવા હાડકાં બનાવી શકતી નથી. જેના કારણે ફ્રેક્ચરની સંભાવના વધે છે.


ઓસ્ટિયોપોરોસિસ માટે જવાબદાર કારણો

વધતી ઉંમર


ઉંમર વધવાની સાથે બોડીના અન્ય ભાગની જેમ હાડકાં પણ નબળા થવા લાગે છે. જેના કારણે ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધે છે.

ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલ


એક્સરસાઈઝ ન કરવી, સતત બેસી રહેવું અને ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલ જેવા કારણોથી હાડકાં સંબંધી સમસ્યા થાય છે. જેનાથી જેટલું વધારે ચાલશો અને એક્ટિવ રહેશે એટલાં જ હાડકાં હેલ્ધી રહેશે.

હોર્મોન્લ ઈનબેલેન્સ


ફીમેલ હોર્મોન એસ્ટ્રોજન અને કેટલાક મેલ હોર્મોન્સ હાડકાં બનવાની પ્રક્રિયામાં મદદ કરે છે. બોડીમાં તેનું બેલેન્સ બગડવાથી હાડકાં નબળાં થવા લાગે છે.


દવાઓની આડઆસર


સ્ટિરોઈડ્સ અને અન્ય દવાઓની આડઅસરને કારણે પણ હાડકાં નબળાં થઈ શકે છે અને ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધે છે.


સિગરેટ અને દારૂ


વધુ પ્રમાણમાં સિગરેટ અને દારૂ પીવાથી હાડકાંઓ પર ખરાબ અસર પડે છે. તેનાથી બેક પેઈન અને હાડકાંઓ નબળાં થવાની સંભાવના વધે છે.

આનુવંશિક


જો ફેમિલીમાં કોઈને ઓસ્ટિયોપોરોસિસ થવાની હિસ્ટ્રી હોય તો તમને પણ આ રોગ થવાની સંભાવના વધી જાય છે.


કઈ રીતે ખબર પડે છે?


ઓસ્ટિયોપોરોસિસ વિશે જાણવા માટે ડેક્સા સ્કેન અથવા બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવામાં આવે છે. જેમાં હાડકાંની નબળાઈ તપાસવા માટે બોન માસ ચેક કરવામાં આવે છે. આ સિવાય મિનરલ મેટાબોલિઝ્મ ટેસ્ટથી બ્લડનું કેલ્શિયમ અને વિટામિન ડી લેવલ ચેક કરી શકે છે.


શું છે ઈલાજ?


તકલીફ પ્રમાણે ડોક્ટર્સ કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લીમેન્ટ્સ અથવા અન્ય મેડિસિન આપે છે. આ સિવાય ટેરીપેરેટાઈડ મેડિસિન (ઈન્જેક્શન) અને સર્જરીની મદદ પણ લેવામાં આવે છે.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Know the Reasons Of Osteoporosis
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી