પોષક તત્વોથી ભરપૂર ગોળ નુકસાન પણ પહોંચાડી શકે છે, વજન ઘટાડતા લોકો અને અલ્સરની સમસ્યામાં ગોળ ખાવો નહીં

ગોળ ખાવાથી વધી શકે છે વજન અને થઈ શકે છે અન્ય કેટલાક નુકસાન

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 05:22 PM
Know side effects of eating too much jaggery

હેલ્થ ડેસ્ક: પોષક તત્વોથી ભરપૂર ગોળ જો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાન પણ કરી શકે છે. ગોળ એનર્જીનો બેસ્ટ સોર્સ છે સાથે જ તે મેટાબોલિઝ્મને પણ વધારે છે. આયુર્વેદમાં ઘણી બીમારીઓના ઈલાજ માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ગોળના કેટલાક નુકસાન પણ છે. જોકે આ એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે કઈ ક્વોલિટીનો ગોળ વાપરો છો, તમને એવી કોઈ સમસ્યા તો નથી જેમાં ગોળ ખાવાથી નુકસાન થાય વગેરે. તો આજે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પવિત્રા એન. રાજ પાસેથી જાણો ગોળ ખાવાના કેટલાક નુકસાન.


વજન વધારી શકે છે


100 ગ્રામ ગોળમાં 385 કેલરી હોય છે. જે લોકો ડાયટિંગ કરતાં હોય તેમણે ખાંડની સાથે ગોળથી પણ દૂર રહેવું જોઈએ. ઓછી માત્રામાં ગોળ ખાવાથી આમ તો કોઈ નુકસાન થતું નથી પણ વધુ ગોળ ખાવાથી વજન વધી જવાનો ખતરો રહે છે. ગોળમાં શુગર અને કાર્બોહાઈડ્રેટ્સની માત્રા વધુ હોય છે. જેના કારણે વેટ લોસ પ્લાન ફોલો કરતાં લોકો માટે ગોળ યોગ્ય નહીં. ગોળમાં રહેલાં પોષક તત્વોને અન્ય એવી વસ્તુઓમાંથી પણ મેળવી શકાય છે જેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે.


બ્લડ શુગર લેવલ વધારે છે


ગોળને હેલ્થ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. પણ ગોળ હોય તો ગળ્યો જ છે. જેથી વધુ પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરવાથી અથવા તેની વાનગીઓ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ શુગર હોય છે.


ઈન્ફેક્શનનો ખતરો


જો ગોળ બનાવવામાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે અને તેમાં ગંદકી અને અશુદ્ધતા રહી જાય તો તેના કારણે પેટમાં બેક્ટેરિયા અને વાયરસ પહોંચી શકે છે અને ઈન્ફેક્શન થઈ શકે છે. ગોળ સામાન્ય રીતે અનહાઈજિનિક જગ્યાઓ પર બને છે, જેના કારણે ઘણીવાર માઈક્રોબ્સ બનવાનો ખતરો રહે છે. જેથી એવો ગોળ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. હમેશાં સારી અને ઉચ્ચ ક્લોલિટીનો જ ગોળ વાપરવો.

કબજિયાત થઈ શકે છે


જો તાજાં ગોળનું સેવન કરવામાં આવે તો ઘણાં લોકોને તેનાથી ડાયેરિયા થઈ જાય છે અને કેટલાકને આવો ગોળ ખાધાં બાદ કબજિયાતની સમસ્યા પણ થઈ જાય છે.


નાકમાંથી લોહી નીકળવું


જો ગરમીની સિઝનમાં ગોળ ખાવામાં આવે તો તેનાથી નસકોરીનો પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી ગરમીની સિઝનમાં ગોળ ખાવાનો અવોઈડ કરવો જોઈએ.


સોજા અને બળતરાની સમસ્યા


ગોળ ખાંડની જેમ રિફાઈન્ડ નથી હોતું અને તેમાં સુક્રોઝની માત્રા પણ વધારે હોય છે. જેથી જો તમને સોજા કે બળતરા જેવી સમસ્યા હોય, જેમ કે રિયુમેટોઈડ આર્થ્રાઈટિસ ત ગોળ ખાવાનું અવોઈડ કરવું. એક સ્ટડી મુજબ સુક્રોઝ, ઓમેગા-3 ફેટી એસિડને કારણે સોજા અને બળતરાની સમસ્યા વધી શકે છે.

અન્ય ટિપ્સ


આયુર્વેદ પ્રમાણે માછલી અને ગોળ સાથે ખાવું જોઈએ નહીં, તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. સાથે જ જો તમને અલ્સરની સમસ્યા હોય તો પણ ગોળ બિલ્કુલ ખાવો નહીં.

રિસર્ચ મુજબ 10 કલાક કે તેનાથી વધુ સૂતા લોકોમાં હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકથી મોત થવાનું જોખમ વધુ હોય છે, 7થી 8 કલાક સૂતા લોકોમાં જોખમ ઓછું

X
Know side effects of eating too much jaggery
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App