સમય પર ભોજન ન કરવાથી વધે છે વજન અને થાય છે કોલેસ્ટ્રોલ અને હાર્ટની બીમારી , એક્સપર્ટ મુજબ સમયસર ભોજન કરવાથી શરીર રહેશે નિરોગી

એક રિસર્ચ મુજબ જે લોકો નિયમિત 6 અલગ-અલગ સમય પર થોડું-થોડું ખાય છે તેઓ સ્વસ્થ જીવન જીવે છે

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 03:31 PM
Know Side-effects of eating at irregular times

હેલ્થ ડેસ્ક: શરીર સમય પ્રમાણે ચાલે છે. જો બધાં રોજિંદા કાર્યો સમય પ્રમાણે ન થાય તો શરીરમાં ગરબડનો એહસાસ થવા લાગે છે અને તેનાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થાય છે. જો આપણે સમય મુજબ ન ચાલીએ તો શરીર સમજી શકતું નથી કે તેને શું કરવું છે. એવામાં શરીરમાં અનઈઝીનેસ રહે છે અને બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે. જેથી સમયસર ખાવું અને સૂવું જરૂરી છે. ખાવાનો સમય ફિક્સ ન રાખવાથી શરીરમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેના વિશે ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પવિત્રા એન. રાજ આજે જણાવી રહ્યાં છે. તો તમે પણ આ ભૂલો ન કરતાં.


વજન વધવા લાગે છે


જો તમે સવારે નાસ્તો નથી કરતાં અને પછી ગમે ત્યારે કંઈપણ ખાઈ લો છો તો તેનાથી વજન વધે છે. ઘણાં સંશોધન મુજબ જે લોકો સવારે નાસ્તો નથી કરતાં તેમનું વજન કંટ્રોલમાં રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમને કોઈ ગંભીર બીમારીઓ પણ ઓછી થાય છે. યોગ્ય સમયે નાસ્તો કરવાથી આપણું શરીર સક્રિય રહે છે. આ સિવાય લંચ અને ડિનરનો સમય પણ ફિક્સ રાખવો જરૂરી છે.


કોલેસ્ટ્રોલ વધે છે


યોગ્ય સમયે ખાવાનું ન ખાવાથી બોડીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જેની સૌથી ખરાબ અસર હાર્ટ પર થાય છે. રિસર્ચ મુજબ જે લોકો નિયમિત 6 અલગ-અલગ સમય પર થોડું-થોડું ખાય છે તેઓ સ્વસ્થ જીવન જીવે છે. જે લોકો ખાવાની બાબતે સમયના પાબંદ નથી હોતા અથવા ગમે ત્યારે ગમે તે ખાઈ લે છે તેમને કોલેસ્ટ્રોલ, હાર્ટ સંબંધી બીમારીઓથી પરેશાન રહે છે.


સ્કિન સંબંધી પ્રોબ્લેમ


જ્યારે આપણે સમયસર ભોજન નથી ખાતાં ત્યારે સ્નેક્સ અને જંકફૂડ ખાવાની ક્રેવિંગ વધી જાય છે. જેનાથી ન માત્ર કેલરી વધે છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોય છે. કેટલાક લોકો ચિપ્સ અને ફ્રાઈડ વસ્તુઓ વધુ ખાઈ લેતા હોય છે. જેના કારણે સ્કિનને નુકસાન પહોંચે છે.

થાક અને આળસ


યોગ્ય સમયે ભોજન ન ખાવાથી થાક અનુભવાય છે. આળસ અને થાક કોઈ બીમારીથી કમ નથી. યોગ્ય સમયે ખાવું અને યોગ્ય ખોરાક ખાવો આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પણ જો સમયની અવગણના કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

પેટ ખરાબ રહે છે


કસમયે ખાવાથી પેટ ખરાબ થવાનો ખતરો વધી જાય છે. યોગ્ય સમયે ખાવાનું ન ખાવાથી અને રાતે મોડાં સૂવાથી પેટમાં ગરબડ થાય છે. જેના કારણે પેટ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. આવું રોજ થવાથી ગંભીર બીમારી થવાનો ખતરો પણ વધી જાય છે.

ચહેરા કરતાં ગરદન કાળી દેખાતી હોય તો ઘરે જ ઉપલબ્ધ વસ્તુઓથી સ્ટીમિંગ, એક્સફોલિએટિંગ અને વાઈટનિંગના 3 સ્ટેપથી બનાવો ગોરી અને ક્લિન

X
Know Side-effects of eating at irregular times
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App