વધુ ઊંચો અથવા જાડો તકિયો લઈને સૂવાથી થઈ શકે છે નસકોરા બોલાવવા, બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ, ગરદનમાં દુખાવા જેવી સમસ્યાઓ

કમ્ફર્ટ પ્રમાણે જાડા હોવા જોઈએ. સામાન્ય રીતે 3-4 ઈંચ જાડા તકિયા યોગ્ય માનવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 04:55 PM
Know Effects of Keeping wrong Pillow

હેલ્થ ડેસ્ક: પૂરતી ઊંઘ લેવી આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. એમાંય રોજ 7-8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. તમારી સૂવાની રીત, પથારી, તકિયાની તમારી ઊંઘ પર અસર થતી હોય છે. કેટલાક લોકોને તકિયા વિના સારી ઉંઘ આવે છે અને કેટલાક લોકોને તકિયા વિના ઉંઘ જ નથી આવતી. પરંતુ એક્સપર્ટ મુજબ યોગ્ય તકિયાનો ઉપયોગ ન કરવાથી ઘણી સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી આજે અમે તમને પ્રોપર તકિયાનો ઉપયોગ ન કરવાથી થતાં નુકસાન. જેથી તમને સવારે ઉઠતાં જ અમુક પ્રકારની સમસ્યાઓથી બચીને રહો અને તકિયાથી થતાં નુકસાનથી પણ બચો.

નસકોરા બોલાવવા


તકિયો બહુ જાડો હોય તો ચિન ગરદન તરફ ઝુકી જાય છે. જેના કારણે નસકોરા બોલાવવાની પ્રોબ્લેમ થઈ શકે છે અને જો તકિયો બહુ પાતળો હોય તો શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે. જેના કારણે નસકોરાની પ્રોબ્લેમ થાય છે.

ગરદનમાં દુખાવો

વધુ સોફ્ટ તકિયા પર સૂવાથી બોડી પોશ્ચર બગડે છે. એવામાં ગરદન અને કરોડરજ્જૂ એક લાઈનમાં રહેતાં નથી. જેના કારણે ગરદનમાં દુખાવો થાય છે.

સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ


બહુ ઊંચા તકિયા પર સૂવાથી બોડીને સંપૂર્ણ રીતે આરામ મળતો નથી. માથા પર દબાણ વધે છે. જેના કારણે સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસની પ્રોબ્લેમ થાય છે.

એલર્જી


રૂના તકિયા સૌથી સારાં માનવામાં આવે છે, પરંતુ ઘણાં લોકોને તેના કારણે એલર્જી ખાસ કરીને મોં, નાક અને આંખમાં ઈન્ફેક્શનની સમસ્યા પણ થાય છે. એવામાં ફાઈબરના તકિયાનો ઉપયોગ કરવો.

ઉંઘ ન આવવી


વધુ ઊંચો તકિયો લઈને સૂવાથી માથા અને ખભાની વચ્ચે ગેપ વધી જાય છે. એવામાં સરખી રીતે સૂતા ફાવતું નથી, જેના કારણે ઉંઘ આવતી નથી.

ખીલ


તકિયાનું કવર લાંબા સમય સુધી ધોવામાં ન આવે તો તેમાં રહેલાં બેક્ટેરિયાને કારણે ખીલની પ્રોબ્લેમ થવા લાગે છે.

બ્લડ સર્ક્યુલેશન


વધુ ઊંચો તકિયો લઈને સૂવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી. એવામાં સ્કિન અને પેટથી જોડાયેલી પ્રોબ્લેમ્સ થાય છે.

કેવા તકિયા પર સૂવું?

-તકિયો વધુ સોફ્ટ કે વધુ હાર્ટ ન હોવો જોઈએ. તકિયો સેમીરિજિડ હોવો જોઈએ જેની પર માથું રાખીએ તો તે થોડું દબાય.તમારા કમ્ફર્ટ પ્રમાણે પહોળો હોવો જોઈએ, સાથે એ પણ જોવું કે ખભાને તેનો સપોર્ટ મળી શકે.

-તકિયા તમારા કમ્ફર્ટ પ્રમાણે જાડા હોવા જોઈએ. સામાન્ય રીતે 3-4 ઈંચ જાડા તકિયા યોગ્ય માનવામાં આવે છે.

સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

X
Know Effects of Keeping wrong Pillow
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App