તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચઃ વજન ઘટાડવા માટે કીટો ડાયટ ફોલો કરતા હો તો તમને થઈ શકે છે ટાઈપ-2 ડાયાબિટીસ, શું છે કીટો ડાયટ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: એવા લોકો જે વજન ઘટાડવા માટે કીટો ડાયટ ફોલો કરે છે તેમના માટે ખરાબ સમાચાર છે. જર્નલ ઓફ ફિઝિયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કીટોજેનિક ડાયટ જેમાં ફેટની માત્રા બહુ વધારે હોય છે અને પ્રોટીનની માત્રા સામાન્ય પરંતુ કાર્બોહાઈડ્રેટની માત્રા એકમદ ઓછી હોય છે, આવી ડાયટ ફોલો કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. 


ઉંદરો પર કરવામાં આવેલાં સંશોધનમાં થયો ખુલાસો


યૂનિવર્સિટી ચિલ્ડ્રેન્સ હોસ્પિટલ જ્યૂરિક અને ઈટીએચ જ્યૂરિકની સાથે મળીને ઉંદરો પર એક સ્ટડી કરવામાં આવી, જેમાં ઉંદરોને બે અલગ-અલગ પ્રકારની ડાયટ આપવામાં આવી અને ત્યારબાદ તેમનું સ્ટેન્ડર્ડ મેટાબોલિક ટેસ્ટ કરવામાં આવ્યો. સ્પેશલાઈઝ્ડ રીતનો ઉપયોગ કરીને સંશોધકોએ આ વાતની તપાસ કરવાની કોશિશ કરી કે ઉંદરોના શરીરમાં ઈન્સ્યૂલિન એક્શન દરમ્યાન આંતરિક રીતે શુગરનું ઉત્પાદન લીવર અને ટિશ્યૂઝ પર કેવી અસર પાડે છે. 

 

કીટો ડાયટના સાઈડ ઈફેક્ટ્સ


સંશોધકો મુજબ કીટોજેનિક ડાયટનો સૌથી મોટો સાઈડ ઈફેક્ટ આ છે કે તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાની પ્રક્રિયામાં બાધા પેદા કરે છે અને શરીરમાં ઈન્સ્યૂલિન રેઝિસ્ટેન્સને વધારે છે. જ્યારે શરીરમાં લીવર ઈન્સ્યૂલિનના સામાન્ય લેવલને મેન્ટેન કરી શકતું નથી ત્યારે તેનાથી બ્લડ શુગર વધી શકે છે અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે. 


ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો


એક સ્ટડીના મેન ઓથર ક્રિસ્ટિયન વોલ્ફ્રમે આના વિશે જણાવતા કહ્યું 'ડાયાબિટીસ અત્યારે સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. આમ તો કીટો ડાયટને હેલ્ધી માનવામાં આવે છે પણ અમારી સ્ટડીના પરિણામ મુજબ કીટો ડાયટ ફોલો કરવાથી બોડીમાં ઈન્સ્યૂલિન રેઝિસ્ટેન્સનો ખતરો વધી જાય છે જેનાથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો વધે છે'.

 

શું છે કીટો ડાયટ?


ઓછા સમયમાં વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે કીટો ડાયટ. આમાં હાઈ ફેટ ડાયટ આપવામાં આવે છે અને કાર્બોહાઈડ્રેટ્સની માત્રા એકદમ ઓછી કરી દેવામાં આવે છે. કિટોસિસ બોડીની એક એવી સ્થિતિ છે જેમાં બોડી કાર્બોહાઈડ્રેટની જગ્યાએ ફેટ સેલ્સને તોડીને એનર્જી તરીકે ઉપયોગ કરે છે. યૂએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટ દ્વારા રિલિઝ કરાયેલી 2018ની બેસ્ટ ડાયટ લિસ્ટમાં કીટો ડાયટને પણ સામેલ કરવામાં આવી છે. 


શું કહે છે ડાયટિશિયન?


ડાયટિશિયન એકતા તિવારી જણાવે છે કે જ્યારે તમે 1 દિવસમાં 30 ગ્રામથી પણ ઓછું કાર્બોહાઈડ્રેટ ડાયટમાં લો છો ત્યારે બોડી ફેટમાંથી મળતી એનર્જી દ્વારા કામ ચલાવે છે. બ્રેન પણ તેનાથી જ કામ ચલાવે છે. તેઓ વધુમાં જણાવે છે કે આ ડાયટમાં કાર્બોહાઈડ્રેટ્સ નહીવત્ હોય છે સાથે જ શુગરની માત્રા પણ 5 ટકા સુધી ઘટાડી દેવામાં આવે છે. આ ડાયટમાં હાઈ ફેટ, નોર્મલ પ્રોટીન અને ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટનું સેવન કરવામાં આવે છે. 


આ ડાયટમાં 70થી 80 ટકા ફેટ લેવામાં આવે છે


સરળ ભાષામાં કહીએ તો આ ડાયટમાં એવો ખોરાક ખાવામાં આવે છે જેમાં 70થી 80 ટકા ફેટ, 10-20 ટકા પ્રોટીન અને માત્ર 5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ડાયટને શરૂ કર્યાના 4-5 દિવસ બાદ તમારી બોડી કિટોસિસ પર જતી રહે છે, જેમાં ભૂખ બહુ જ ઓછી લાગે છે. એકતા જણાવે છે કે ગ્લુકોઝ અને પ્રોટીનની યોગ્ય માત્રા ન મળવા પર બોડી કિટોસિસ પ્રોસેસ શરૂ કરી દે છે. જેમાં બોડી ફેટ બર્ન થઈને એનર્જીમાં પરિવર્તિત થઈ જાય છે. આ ડાયટની ખાસિયત એ છે કે ઓછું ખાધાં બાદ પણ બોડી મસલ્સ પર અસર પડતી નથી.

 

ઘરમાં કામ કરતી વખતે દાઝી જાઓ કે કોઈ ગંભીર અકસ્માતમાં દાઝી જાવાય તો સૌથી પહેલાં શું કરવું અને શું સાવધાની રાખવી?