કરૂણાનિધિનું નિધનઃ યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન હતું મોતનું કારણ, ડોક્ટરે કહ્યું આ ઈન્ફેક્શનમાં બેદરાકરી ન કરવી અને દવાનો કોર્સ પૂરો કરવો છે જરૂરી

આ બીમારીનો યોગ્ય ઈલાજ ન કરવામાં આવે તો બ્લેડર અને કિડનીમાં પણ ઈન્ફેક્શન થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 04:02 PM
Karunanidhi Passed Away due to urinary tract infections

હેલ્થ ડેસ્ક:DMK પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિ (94)નું મંગળવારે સાંજે નિધન થઈ ગયું. તેઓ 11 દિવસથી કાવેરી હોસ્પિટલમાં દાખલ હતા. 2016માં ડ્રગ એલર્જીને કારણે કરૂણાનિધિ બીમાર પડી ગયા હતા. તે પછી ચેન્નઈના કાવેરી હોસ્પિટલમાં તેમને બેવાર દાખલ પણ કરવામાં આવ્યા હતા. 2016, ડિસેમ્બરમાં જ ન્યૂટ્રિશન અને હાઈડ્રેશનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર પછી ગળા અને ફેફસાંમાં ઈન્ફેક્શનને કારણે ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો હતો. તેઓ યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી પીડિત હતા. થોડાં સમય પહેલાં જ તેમની ટ્રેક્યોસ્ટોમી નળી (tracheostomy tube) બદલવામાં આવી હતી. ત્યાર બાદ તેમને તાવ આવ્યો અને ઘરે જ કાવેરી હોસ્પિટલના ડોક્ટર્સે ઈલાજ શરૂ કર્યો હતો. તેઓ 2010થી વ્હીલચેર પર હતા.


યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થવા પર મૂત્ર માર્ગમાં ઈન્ફેક્શન થઈ જાય છે. આ બીમારી ઝડપથી ફેલાય છે. પુરૂષોની તુલનામાં મહિલાઓને આ સમસ્યા વધુ થાય છે. આ બીમારીનો યોગ્ય ઈલાજ ન કરવામાં આવે તો બ્લેડર અને કિડનીમાં પણ ઈન્ફેક્શન થઈ શકે છે. ડો. નિધિ નાગર, એમડી ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો આ બીમારી થવાના કારણો અને લક્ષણો.


શું છે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન?


વજાઈના અને મૂત્ર માર્ગની આસપાસ અથવા અંદરના પાર્ટમાં બેક્ટેરિયા પેદા થવાથી ઈન્ફેક્શન ફેલાવા લાગે છે જેને યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન કહે છે. મોટાભાગની મહિલાઓમાં મેનોપોઝ બાદ હોર્મોન્સમાં ફેરફારને કારણે આ સમસ્યા થાય છે. ચોમાસામાં પણ આ ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે.


યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થવાના કારણો


-મૂત્ર માર્ગ કે તેની આસપાસ કંઈક વાગી જવા પર
-સાર્વજનિક શૌચાલયોનો ઉપયોગ કરવાથી
-જાતીય સંબંધ બાદ સફાઈનું ધ્યાન ન રાખવાથી
-યૂરિનને રોકી રાખવાથી
-માસિક દરમ્યાન સફાઈનું ધ્યાન ન રાખવાથી
-પાણી ઓછું પીવાથી
-ઈમ્યૂનિટી નબળી હોવાથી
-કિડની સ્ટોન અથવા ડાયાબિટીસને કારણે


આ સિવાય પુરૂષોમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવા પર યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થઈ શકે છે. મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોન વજાઈનાની અંદર સેફ્ટી લેયરનું કામ કરે છે પણ મેનોપોઝ પછી બોડીમાં આ હોર્મોનની કમી આવવા પર અને ઉંમર વધવાની સાથે આ ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.


યૂરિનરી ટ્રેક ઈન્ફેક્શનના સંકેત


-મૂત્ર માર્ગમાં ખુજલી, બળતરા કે દુખાવો થવો
-વારંવાર યૂરિન આવવું
-તાવની સાથે ઠંડી લાગવી
-યૂરિનમાંથી દુર્ગંધ આવવી અથવા યૂરિનના રંગમાં ફેરફાર થવો
-યૂરિન પાસ કરતી વખતે બળતરા થવી
-પેટના નીચેના ભાગ અથવા કમરમાં દુખાવો કે ભારેપણું ફીલ થવું


યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી બચવાના ઉપાય


-યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના લક્ષણો દેખાતાં જ તરત ડોક્ટરને બતાવો. યૂરિન ટેસ્ટ કરાવો જેથી ઈન્ફેક્શન વિશે જાણ થઈ શકે.
-આ બીમારીમાં પાણી વધુ પીવું, વારંવાર યૂરિન માટે જવું પડે એવું વિચારીને પાણી ઓછું પીવું નહીં. વધુ પાણી પીવાથી બોડીમાં રહેલાં ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને બેક્ટેરિયા ફેલાતાં નથી.
-યૂરિન વધુ સમય સુધી રોકવું નહીં, તેનાથી ઈન્ફેક્શનનો ખતરો વધે છે. પબ્લિક ટોયલેટ યુઝ કરવું નહીં.
-ક્રેનબેરી જ્યૂસ પીવો. તેનાથી ઈન્ફેક્શનનો ખતરો દૂર થાય છે.
-પ્રાઈવેટ પાર્ટની સફાઈ પર ધ્યાન આપો. કમ્ફર્ટેબલ અંડરગાર્મેન્ટ્સ પહેરો.
-આ ઈન્ફેક્શનને ખતમ કરવા માટે દવાનો પૂરો કોર્સ કરવો જરૂરી છે, વચ્ચે ઈલાજ બંધ કરી દેવાથી ફરી ઈન્ફેક્શન થઈ શકે છે.
-ડાયટમાં વિટામિન સીથી ભરપૂર ફૂડ જેમ કે લીંબુ, મોસંબી, સંતરા, કરમદાને સામેલ કરો.
-મસાલેદાર ભોજન, ચા-કોફી, ચોકલેટ, સિગરેટ અને આલ્કોહોલ અવોઈડ કરવું.

રિસર્ચ મુજબ 10 કલાક કે તેનાથી વધુ સૂતા લોકોમાં હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકથી મોત થવાનું જોખમ વધુ હોય છે, 7થી 8 કલાક સૂતા લોકોમાં જોખમ ઓછું

X
Karunanidhi Passed Away due to urinary tract infections
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App