પથરીની સમસ્યામાં ભીંડા ખાવાથી વધી શકે છે તકલીફ, ભીંડા અને મૂળા સાથે ખાવાથી સ્કિન પર પડી શકે છે સફેદ ડાઘ

ભીંડા ખાધાં બાદ ક્યારેય મૂળા ખાવા નહીં. તેનાથી ત્વચા સંબંધિત રોગ જેમ કે ત્વચા પર સફેદ ડાઘની સમસ્યા થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 06:12 PM
Is lady finger cause White scar on skin?

હેલ્થ ડેસ્ક: આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બધાં લીલાં શાકભાજીઓ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી બધાં જ લીલાં શાકભાજી ખાવા જોઈએ. જેમાંથી ભીંડા ઔષધી સમાન માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ પણ ભીંડા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી છે. ભીંડામાંથી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. ભીંડામાં રહેલી ચીકાશ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો ભીંડાનું શાક બનાવીને ખાતાં હોય છે પણ હર્બલ એક્સપર્ટ અનેક રોગોને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરતાં હોય છે. લીલાં શાકભાજીમાં ભીંડા બહુ ફાયદાકારક છે. પણ ભીંડા ખાતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

ભીંડા ખાવામાં કઈ સાવધાની રાખવી?

જે લોકોને પથરી સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ભીંડા ખાવા ન જોઈએ. નહીંતર તેનાથી કિડની સ્ટોન વધી શકે છે અને આગળ જતાં તકલીફ વધી શકે છે. વધુ પ્રમાણણાં ભીંડા ખાવાથી પિત્તની સમસ્યા થઈ શકે છે.

ભીંડા સાથે મૂળા ખાવાથી ત્વચા પર થાય છે સફેદ ડાઘ


ભીંડા ખાધાં બાદ ક્યારેય મૂળા ખાવા નહીં. તેનાથી ત્વચા સંબંધિત રોગ જેમ કે ત્વચા પર સફેદ ડાઘની સમસ્યા થઈ શકે છે. ભીંડાની તાસીર ગરમ હોય છે અને મૂળાની તાસીર ઠંડી હોય છે જેથી શરીર તેને સહન કરી શકતું નથી. જેથી જો કોઈ ભીંડા ખાધાં બાદ અથવા ભીંડાના શાક સાથે મૂળા ખાય તો તેને ત્વચા પર સફેદ ડાઘ થઈ શકે છે.


ઘણાં લોકોના મનમાં એવો સવાલ થતો હશે કે અમે તો ભીંડા અને મૂળા સાથે ખાધાં છે અમને તો કંઈ ના થયું, તો તમને જણાવી દઈએ કે ઘણી વસ્તુઓ એવી હોય છે જેની આડઅસર તરત દેખાતી નથી. પણ લાંબા સમય સુધી આ રીતે મૂળા અને ભીંડા સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. જેથી ભીંડા ખાઓ ત્યારે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું.

10 ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

X
Is lady finger cause White scar on skin?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App