શિયાળા માટે ખાસ હેલ્થ ટિપ્સ, ખાનપાનમાં આ બાબતોનું ધ્યાન રાખશો તો નહીં થાય બીમારીઓ

ઠંડીમાં આ સરળ રીત અપનાવી રાખો શરીરનું ધ્યાન, રહેશો હેલ્ધી અને યંગ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 06:18 PM
Tips to Stay Healthy During the Winter Season

હેલ્થ ડેસ્ક: આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે શિયાળામાં સારું ખાધું હશે તો આખું વર્ષ શરીર હેલ્ધી રહેશે. શિયાળામાં આપણું પાચનતંત્ર એક્ટિવ રહે છે, જેથી આપણે જે કંઈપણ ખાઈ આ સિઝનમાં સરળતાથી પચી જાય છે. પણ હાં, શિયાળામાં મનભરીને બધું ખાવાની છૂટ છે પણ તેની સાથે કસરત કરવી પણ જરૂરી છે. નહિતર તમે સ્થૂળતાના શિકાર પણ થઈ શકો છો. શિયાળામાં મેટોબોલિક રેડ સારું હોય છે. સાથે જ શરીરના આંતરિક પાર્ટ પર સારી રીતે કાર્ય કરી શકે છે, જેથી આ સિઝનમાં ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે શું ખાવું, કઈ રીતે ખાવું. જેથી આપણું ઈમ્યૂન પાવર બૂસ્ટ થાય. તો જાણો આ સિઝનમાં યોગ્ય ખાનપાનની સાચી રીત અને તેના ફાયદા.


સારું ખાઓ


ગ્રીન ટીથી કરો દિવસની શરૂઆત


સવારે સારી ચા, કોફી કે બ્લેક ટીની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરો. તેમાં એક નાની ચમચી તજનું પાઉડર મિક્ષ કરો. ગ્રીન ટીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં તજ મિક્ષ કરવાથી તેના લાભ બમણાં થઈ જાય છે. ત્યારબાદ સવારે કસરત કર્યા બાદ એક મુઠ્ઠી સૂકા મેવા ખાઓ, જેમાં કિશમિશ, બદામ, અંજીર લો. આ સિવાય અંકુરિત અનાજ પણ ખાઈ શકો છો. પછી એક કલાક બાદ સારો નાસ્તો કરો. આ નાસ્તો આખો દિવસ ઊર્જાવાન રહેવા માટે બહુ જ જરૂરી છે. તેમાં તમે દળિયા, દૂધ, ઉપમા કે પૌઆ ખાઈ શકો છો. જો કોઈ શિયાળુ પાક ખાઈ રહ્યા હો તો દૂધની સાથે તેનું સેવન કરો.


આગળ વાંચો ઠંડીમાં ખાનપાનમાં અન્ય શું ધ્યાન રાખવું જરૂરી છે.

રોજ 1 ગ્લાસ ગરમ પાણીમાં તજ પાઉડર મિક્ષ કરી પીવાથી, શરીર પર થશે 10 અસર

Tips to Stay Healthy During the Winter Season

લંચમાં સલાડનું સેવન અવશ્ય કરો


-બપોરનું ભોજન ન્યૂટ્રિશનથી ભરપૂર હોવું ખૂબ જ જરૂરી છે. જેથી ભોજનમાં બે પ્રકારની શાકભાજીને સામેલ કરો. તેના માટે દાળને પૌષ્ટિક બનાવવા માટે એક સાથે તુવેર, મગની દાળ, મસૂર દાળને મિક્ષ કરીને બનાવો. ભોજનમાં દરરોજ માત્ર ઘઉંની રોટલી ખાવાની જગ્યાએ મલ્ટિગ્રેન લોટનો ઉપયોગ કરો. સપ્તાહમાં બે દિવસ જુવાર કે બાજરાની રોટલી ખાઓ, આ સિવાય ભોજનમાં તાજું દહીં, સલાડ અને વિવિધ પ્રકારની ચટણીને સામેલ કરો. 


-સલાડમાં દાડમ, ગાજર, મૂળા, બીટમાં લીંબુનો રસ મિક્ષ કરીને તેનું સેવન કરવું. આ વિટામિન સીનો સારો સ્ત્રોત છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે જામફળ રામબાણનું કામ કરે છે. જેથી ભોજન કર્યા બાદ દરરોજ એક જામફળ અવશ્ય ખાવું. આ સિવાય ભોજન પહેલાં જામફળ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. સાંજે  4-4.30 વાગ્યે ચાની સાથે જવના બિસ્કિટ ખાઈ શકો છો. 


આગળ વાંચો શિયાળામાં રાતે શું ધ્યાન રાખવું.

Tips to Stay Healthy During the Winter Season

રાતે હળવું અને પૌષ્ટિક ખોરાક લો


તમે રાતે ભોજન કરતાં પહેલાં સાંજે 7 વાગ્યાની આસપાસ જ્યૂસ કે ફળ લઈ શકો છો. 8-9 વાગ્યા સુધી ભોજન કરી લેવું. રાતે બહુ ભારે ખોરાક ન લેવો. રાતે ખીચડી, દળિયા, ફ્રૂટ ચાટ ખાઈ શકો છો. ઓફિસમાં મોડા સુધી કામ કરનારા કે મોડા સુધી સ્ટડી કરનારા લોકો બિસ્ટિક, ચિપ્સની જગ્યાએ ફળ ખાવા જોઈએ. આ સિવાય રાતે નવશેકું દૂધ પણ પીવું જોઈએ. 

 

શું કરવું

 

-નોકરી કરતાં લોકોએ બેગમાં સિઝનલ ફળની સાથે આમળાનો મુરબ્બો, આમળાનું અથાળું કે આમળાની કેન્ડી રાખવી અને અમુક સમયાંતરે ખાતાં રહેવું. આનાથી તમને વિટામિન સી મળશે.


-ઠંડીની સિઝનમાં નવશેકા દૂધમાં હળદર મિક્ષ કરીને પીવાથી વધુ ફાયદા મળે છે. આ સિવાય ગોળ, તલમાં સૂંઠ મિક્ષ કરીને બનાવેલા લાડુ ખાઓ. તેમાંથી આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ મળશે. ગરમ તાસીરવાળી ચીજોનું વધારે સેવન કરવું. જેમ કે ગરમ મસાલા, અજમો, લવિંગ, જીરું, મેથી દાણા, મોટી એલચી વગેરેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરવું.


-ઠંડી હવા કાનમાં ન જાય તેના માટે મફલર, સ્કાર્ફ વગેરેનો ઉપયોગ કરો. કાનમાં રૂ લગાવી શકો છો. ડ્રાઈવ કરતી વખતે જેકેટ પહેરી શકો છો. શિયાળામાં અસ્થમાની સમસ્યા વધી જાય છે. જેથી તેનાથી બચવા બહાર નિકળો ત્યારે મોઢું અને નાક ઢાંકીને બહાર નિકળવું. 

X
Tips to Stay Healthy During the Winter Season
Tips to Stay Healthy During the Winter Season
Tips to Stay Healthy During the Winter Season
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App