રોજ માથું દુખતું હોય તો બેદરકારી ન કરતાં, આ 5 કારણો સમજીને અપનાવો 5 બેસ્ટ ઘરેલૂ ઉપાય

માથાના દુખાવામાં દવાઓ ખાવી નહીં પણ ઘરના જ કેટલાક ઉપાયથી સારું થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 11:49 AM
remedies to naturally get rid of headaches

હેલ્થ ડેસ્ક: આજકાલ સ્ટ્રેસને કારણે ઘણાં લોકોને માથાના દુખાવાની સમસ્યા રહેવા લાગી છે. પરંતુ જો માથાનો દુખાવો વારંવાર થતો હોય તો કોઈ ગંભીર સમસ્યા પણ હોઈ શકે છે. આ સમસ્યા વારંવાર થતી હોય તો આ કોઈ વિશેષ પ્રકારનો દુખાવો હોઈ શકે છે, જેથી માથામાં દુખાવો રહેતો હોય તો તેમાં બેદરકારી ન કરીને તેના માટેના ઉપાયો આજમાવવા જોઈએ, આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક એવી વાતો જે વારંવાર થતા દુખાવાનું કારણ છે અને સાથે માથાના દુઃખાવાને મટાવાના ઝડપી ઉપાયો.


આગળ વાંચો માથાના દુખાવાના કારણો અને તેનાથી બચવા માટેના ઘરેલૂ ઉપાય.

ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ

remedies to naturally get rid of headaches

વધુ ગુસ્સો


ગુસ્સાને માણસનો દુશ્મન કહેવામાં આવે છે અને વાસ્તવમાં પણ એવું જ છે. ગુસ્સો કરવાને કારણે પણ અનેક હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. જે લોકોને વારંવાર ગુસ્સો આવે છે તેમને માથાના દુખાવાની સમસ્યા વધુ થાય છે.

 

સ્ટ્રેસ


તણાવને માથાના દુખાવાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. માઈગ્રેનની સમસ્યા મોટાભાગે વધુ સ્ટ્રેસ લેનારાને જ થાય છે. વાસ્તવમાં જ્યારે કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં હોય છે ત્યારે ગરદન અને ખભાની આસપાસની નસોમાં ખેંચાણ થાય છે અને જે માથાના દુખાવાનું કારણ બની જાય છે.


હોર્મોન્સની ગડબડી


અનેકવાર હોર્મોન્સના અસંતુલનને કારણે પણ માથાનો દુખાવો થાય છે. મોટાભાગની મહિલાઓને માસિકની શરૂઆતમાં માથાનો દુખાવો થાય છે. તેનું મુખ્ય કારણ હોર્મોન્સની ગડબડી હોય છે.


ઊંઘની કમી


ગાઢ ઊંઘ શરીર અને મગજ બંનેને તરોતાજા રાખે છે. જે લોકો ભરપૂર ઊંઘ લે છે તેઓ પોતાનું કામ વધુ ફોકસની સાથે કરે છે. તેની વિપરિત જે લોકો રાત્રે સારી રીતે ઊંઘી નથી શકતા તેમને માથાનો દુખાવો અને એકાગ્રતામાં કમી આવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.


વાળને બાંધવાથી


વાળને બાંધવાની રીતથી કે વધુ ટાઈટ કેપ પહેરી લેવાથી પણ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. અનેક હેયર પ્રોડક્ટ્સ અને જેલના પ્રયોગ પણ માથાના દુખાવાનું કારણ હોઈ શકે છે. એટલા માટે જે લોકોને વારંવાર માથાનો દુખાવો થાય છે તેમને એ બાબતો ધ્યાન રાખવી જોઈએ.


આગળ વાંચો માથાના દુખાવામાં આયુર્વેદિક ઉપાય.

remedies to naturally get rid of headaches

ઉપચાર


- આદુ એક દર્દ નિવારક દવાના રૂપમાં કામ કરે છે. જો માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો સૂંઠને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી માથા પર લગાવો, તેને લગાવવાથી થોડી બળતરા જરૂર થશે પણ માથાનો દુખાવો સારો થઈ જશે.

 

- માથાના દુખાવામાં લીંબુ કે આમલીનું શરબત પીવાથી પણ ઘણો આરામ મળે છે. માથામાં ઠંડા પાણીની ધાર કરવાથી પણ આરામ મળે છે.

 

- તજને પાણીની સાથે પીસીને માથા પર આછો લેપ કરો, સુકાઈ ગયા પછી પાછો ફરી લેપ લગાવો. તેનાથી માથાના દુખાવામાં આરામ મળશે.


- ફુદીનાના ઓઈલથી માથા પર હળવા હાથે માલિશ કરો કે ફુદીનાના તાજા પાનના રસને માથા પર લગાવાથી માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે. 

 

- લવિંગને પણ માથાના દુખાવાની એક સારી દવા માનવામાં આવે છે. એક સાફ રૂમાલ લઈ તેની પર બે ચાર લવિંગ લઈને તેને પીસીને એ રૂમાલ સૂંઘો. આ ઉપરાંત બે-ચાર લવિંગ પીસીને તેનો માથા પર લેપ લગાવવાથી માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. 

 

- ઘણીવાર ડિહાઈડ્રેશન પણ માથાના દુખાવાનું કારણ બની જાય છે, એમાં જો માથાનો દુખાવો હોય તો એક ગ્લાસ ઠંડું પાણી પીવો. જો શક્ય હોય તો ત્રણ ચાર ગ્લાસ ઠંડું પાણી પીવો. જો ડિહાઈડ્રેશનના લીધે માથું દુખતું હોય તો તરત છુટકારો મળશે.

X
remedies to naturally get rid of headaches
remedies to naturally get rid of headaches
remedies to naturally get rid of headaches
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App