40ની ઉંમરે દરેક મહિલાએ ચોક્કસથી કરાવવા જોઈએ આ 5 મેડિકલ ટેસ્ટ, ગંભીર રોગો વિશે પહેલાં જ ખબર પડી જશે

40ની ઉંમરની મહિલાઓમાં હોર્મોનલ ચેન્જિસને કારણે ઘણાં રોગોનો ખતરો વધે છે, જાણો તમે પણ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 11:00 AM
Medical Tests for Women in Their 40s

હેલ્થ ડેસ્ક: ઉંમર વધવાની સાથે રોગો થવાનો ખતરો પણ વધતો જાય છે. એ જ રીતે 40ની ઉંમરની મહિલાઓમાં પણ ઘણાં પ્રકારના રોગો થવાનો ખતરો વધે છે, કારણ કે આ જ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસ થાય છે. જેથી સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ સજાગ રહેવાની જરૂર છે અને તેના માટે આ ઉંમરે કેટલાક ટેસ્ટ કરાવી લેવા જોઈએ. જેથી વહેલાંસર રોગનું નિદાન થઈ જાય અને સારવાર પણ શરૂ કરી શકાય. જેથી મુખ્ય 5 મેડિકલ ટેસ્ટ વિશે આજે અમે તમને જણાવીશું, જે દરેક મહિલાએ 40ની ઉંમરમાં કરાવી લેવા જોઈએ.


બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ


40ની ઉંમર બાદ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી સમય રહેતાં તેની તપાસ કરાવી લેવી જરૂરી છે. તેના માટે મેમોગ્રાફી કરાવવાની હોય છે. દર 2 વર્ષે આ તપાસ કરાવી લેવી.


આગળ વાંચો મહિલાઓએ 40 પછી અન્ય કયા ટેસ્ટ કરાવી લેવા જોઈએ.

ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ

Medical Tests for Women in Their 40s

સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ


પેપ સ્મીયર ટેસ્ટમાં સર્વાઈકલ કેન્સરની તપાસ કરવામાં આવે છે. આમ તો 30ની ઉંમર બાદ જ દર 5 વર્ષે આ ટેસ્ટ કરાવવો જોઈએ પણ 40ની ઉંમર બાદ ભૂલ્યા વિના આ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 65 વર્ષની ઉંમર સુધી સર્વાઈકલ કેન્સર થવાનો ખતરો વધુ હોય છે. આ ટેસ્ટ યૂટ્રસ અને યૂટ્રસથી જોડાયેલી નળીઓમાં થતાં ઈન્ફેક્શન અને સોજાની તપાસ કરવા માટે કરવામાં આવે છે. 


સાઈકોલોજિકલ સ્ક્રીનિંગ


ઘણી મહિલાઓમાં એક ઉંમર બાદ સાઈકોલોજિકલ પ્રોબ્લેમ્સ જન્મ લે છે. ભલે તેઓ તેનો સ્વીકાર ન કરે પણ 40 પછી મૂડ સ્વિંગ્સને કારણે ડિપ્રેશન સહિત ઘણી અન્ય પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. જેમ કે, ઊંઘ ન આવવી, ચિડિયાપણું, જીવવાની ઈચ્છા ન રહેવી જેવા લક્ષણ અચાનક ગંભીર થઈ શકે છે. 75 ટકા મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે અને આવું હોર્મોનલ ચેન્જિસને કારણે થાય છે. જેથી સ્ક્રીનિંગ ટેસ્ટમાં સાઈકોલોજીથી જોડાયેલા પ્રશ્નોના આધારે ડોક્ટર ઈલાજ કરે છે. 


આગળ વાંચો મહિલાઓએ 40 પછી અન્ય કયા ટેસ્ટ કરાવી લેવા જોઈએ. 

Medical Tests for Women in Their 40s

ઓસ્ટિયોપોરોસિસ ટેસ્ટ

 

આમ તો હવે ગમે તે ઉંમરમાં આ થાય છે પણ 40ની ઉંમર પછી તેની અસર ઝડપથી વધે છે. હાડકાંઓની નબળાઈ આ બીમારીનું કારણ છે. શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની કમીને કારણે શરીર તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે હાડકાંઓમાંથી કેલ્શિયમ એબ્સોર્બ કરે છે, જેના કારણે હાડકાંનો પાઉડર બનવા લાગે છે અને સામાન્ય કંઈ ઈજા થાય તો પણ હાડકું તૂટી જવાની અને સ્લિપ ડિસ્કની સમસ્યા થવા લાગે છે. તેનાથી બચીને રહેવું જરૂરી છે. જેના માટે ઓસ્ટિયોપોરોસિસનો ટેસ્ટ કરાવો.


થાઈરોઈડ ટેસ્ટ


આનો ટેસ્ટ કોઈપણ ઉંમરે કરાવી શકાય છે પણ 40 પછી તેની તપાસ અવશ્ય કરાવવી. થાઈરોઈડ ધીરે-ધીરે આખા શરીરની સિસ્ટમ પર એટેક કરે છે અને ફિઝિકલી જ નહીં પણ મેન્ટલી પ્રોબ્લેમ્સ પણ ઊભી કરે છે. 

X
Medical Tests for Women in Their 40s
Medical Tests for Women in Their 40s
Medical Tests for Women in Their 40s
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App