દાંત પડી ગયા બાદ ચોકઠું પહેરવું કેમ જરૂરી છે? ચોકઠું પહેરવામાં શું-શું સાવધાની રાખવી?

Importance and precautions of dentures

Divyabhaskar.com

Sep 10, 2018, 01:26 PM IST

હેલ્થ ડેસ્ક: આયુર્વેદ તેમજ યુનાની ગ્રંથોમાંથી જાણવા મળે છે કે શરીરના મોટાભાગના રોગો પાચનતંત્રની તકલીફોને કારણે થાય છે. ખાસ કરીને દાંત પડાવ્યા બાદ દર્દીઓને જમવાની તકલીફને લીધે પેટના દર્દથી પીડાવું પડે છે. આથી દાંત પડાવ્યા બાદ ચોકઠું બનાવવું એ શરીર માટે અત્યંત ઉપયોગી બને છે. જેથી આવી તકલીફને આપણે દૂર કરી શકીએ. સામાન્ય રીતે દાંત પડાવ્યાના 2-3 મહિના બાદ ચોકઠું બનાવી શકાય છે. ડો. ઉપેન્દ્ર ગઢિયા જણાવી રહ્યાં છે ચોકઠું બનાવ્યા બાદ કઈ સાવધાની રાખવી તેના વિશે. સાથે જ આ તમામ જાણકારી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બુક આરોગ્યની આસપાસમાંથી લીધેલી છે.

કેમ ચોકઠું જરૂરી છે

-દાંત પડાવ્યા બાદ તેના બદલામાં બત્રીસી અથવા ચોકઠું પહેરવું તે દર્દી માટે જરૂરી બને છે. જેથી જમવામાં બોલવામાં કોઈ અડચણ ન આવે અને ચહેરાનો ઘાટઘૂટ જળવાઈ રહે.

-દાંત પડાવ્યા બાદ આપણે જોઈએ છીએ કે દર્દીનાં મોઢાં ઉપર કરચલીઓ પડી જાય છે, આનું કારણ એ છે કે દાંત, હોઠ તથા ગાલની માંસપેશીઓને ટેકો આપી સુડોળ બનાવે છે. દાંત પડી જવાથી એ ટેકો જતો રહે છે, એટલે આવી તકલીફ ઉભી થાય છે, જેને ચોકઠાં દ્વારા દૂર કરી શકાય છે.


-દાંત પડાવ્યા બાદ દર્દીને શબ્દોચ્ચારમાં તકલીફ પડે છે જેને આપણે ચોકઠાં દ્વારા દૂરી કરી શકીએ છીએ.


-ઘણી વખત દાંત પડાવ્યા બાદ દર્દીના લોહીમાં હીમોગ્લોબિન ઓછું થવાની અથવા નબળાઈ આવવાની ફરિયાદ રહે છે, જેનું મુખ્ય કારણ જમવાની તકલીફ હોય છે. આનો ઇલાજ પણ ચોકઠું છે. જેથી દર્દી વ્યવસ્થિત રીતે જમી શકે અને આમ કરવાથી તેનો માનસિક તણાવ પણ દૂર કરી શકાય.

ચોકઠું બનાવ્યા બાદ થોડી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જે નીચે દર્શાવેલ છે

1-ચોકઠું પહેરતી વખતે પહેલાં નીચેનું ચોકઠું મોઢામાં મૂકવું અને પછી ઉપરનું અને કાઢતી વખતે પહેલાં ઉપરનું અને પછી નીચેનું ઉતારવું.

2-શરૂઆતમાં ચોકઠું જલ્દી ફાવી જાય તે માટે દિવસ અને રાત વાપરવું ફકત જમતી વખતે કાઢી નાખવું. એક વખત ચોકઠું જલદી ફાવ્યા પછી તેને સૂતી વખતે કાઢો અને તેને ઠંડા પાણીના વાટકામાં રાખવું.

3-શરૂઆતમાં નવા ચોકઠાંથી ખાવું નહી. એક વખત ફાવી જાય અને કોઈપણ જાતની મોઢામાં તકલીફ ન હોય અને બત્રીસી મોઢામાં તેનું ઘર કરી લે ત્યાર પછી જમતી વખતે વાપરવાની શરૂઆત કરવી, જેથી મોઢામાં ચાંદા ન પડે.

4-આગળના દાંતની જમવું નહીં. જો તેમ કરવામાં આવે તો ચોકઠું નીકળી જવાનો સંભવ રહે છે અને પેઢામાં અથવા મોઢામાં ચાંદા પડવાનો સંભવ રહે છે. બન્ને બાજુથી સાથે જમવું. એક બાજુથી જમશો તો બીજી બાજુથી ચોકઠું નીકળી જશે. અને જમતી વખતે ખોરાક ચોકઠાં નીચે ભરાઈ જશે. શરૂઆતમાં નરમ પોચી વસ્તુનો ખોરાક લેવો. કઠણ અને ચીકણી વસ્તુ ખાવી નહી.

5- ચોકઠું નિયમિત રીતે સાફ કરવું જરૂરી છે. કારણ કે ગંદા ચોકઠાથી દેખાવ ખરાબ લાગે છે અને મોઢામાં રોગો થવાનો સંભવ રહે છે, આથી ચોકઠું ઢીલું થવાનો અને ચોકઠાં નીચેના સ્નાયુઓમાં ફેરફાર થવાનો પણ સંભવ રહે છે. બીડી,પાન, તમાકુ, વગેરેના ચોકઠાં પર પડેલા ડાઘા દૂર કરવા ચોકઠું સાફ કરવાનો પાઉડર વાપરવો.( આ પાવડર વિશે તમારા દાંતના ડોક્ટરની સલાહ લો) હમેશાં જમ્યા પછી ચોકઠું સાફ કરવું અને મોઢું પણ સાફ કરવું.

6-ચોકઠું ઢીલું પડતું હોય તો ચોકઠું ફીટ કરવાનો પાવડર વાપરવાથી ચોકઠું મોઢામાં બંધ બેસતું રહી શકે છે. ચોકઠું ફીટ કરવાનો પાવડર વાપરવાથી ચોકઠું મોઢામાં બંધ બેસતું રહેવાનો વિશ્વાસ વધી જાય છે.

7-ચોકઠું ઢીલું પડતું હોય તો ચોકઠું ફીટ કરવાનો પાવ઼ર વાપરવાથી ચોકઠું મોઢામાં બંધ બેસતું રહી શકે છે. ચોકઠું મોઢામાં બંધ બેસતું રહેવાનો વિશ્વાસ વધી જાય છે.

8-ચોકઠાંથી બોલવામાં તકલીફ પડે તો નવરાશના સમયે મોઢામાં પહેરી બોલવાનો મહાવરો કરવો, જેથી ઉચ્ચારો વગેરે સ્પષ્ટ થઈ જશે.

9-ચોકઠું તૂટે તો ઘરગથ્થું ઉપચાર ન કરતાં, તુટેલા બધાં જ ભાગો સાથે રીપેર કરાવવા આપના ડોક્ટરને મળો.

10- ચોકઠું સૌપ્રથમ મોઢામાં મૂકતાં, મોઢામાં જોરદાર લાળ છૂટશે પરંતુ આ તકલીફ આશરે 3-4 કલાકમાં દૂર થઈ જશે અને સાથો સાથ મોઢું ભરાયેલું લાગશે પરંતુ જેમ જેમ સમય જતો જશે તેમ તે સામાન્ય થઈ જશે.

દિવસે ઊંઘ અને આળસ અનુભવાય તો તમને થઈ શકે છે ભૂલવાની બીમારીઃ રિસર્ચ

X
Importance and precautions of dentures
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી