ઓફિસમાં ક્યૂબિકલ સિટિંગમાં કામ કરતાં કર્મચારીઓને સ્ટ્રેસનો ખતરો વધુ, ઓફિસની ડિઝાઈન કર્મચારીઓના સ્વાસ્થ્ય પર કરે છે અસર

How workplace design impacts employee engagement

Divyabhaskar.com

Aug 27, 2018, 04:28 PM IST

હેલ્થ ડેસ્ક: અત્યારે એકથી એક ડિઝાઈનવાળી અને હાઈ ટેક ઓફિસો બનવા લાગી છે. ઓફિસનું ડેકોરેશન, વાતાવરણ બધું જોતાં મન ખુશ થઈ જાય છે, પણ એરિજોના યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી સ્ટડી મુજબ ઓફિસની ડિઝાઈન કર્મચારીઓમાં સ્ટ્રેસ વધવાનું કારણ બનતી જઈ રહી છે. જી હાં, ઓફિસમાં કામ કરતાં લોકો સૌથી વધારે સમય ઓફિસમાં વિતાવે છે. જેથી કંપનીઓ પણ કર્મચારીઓનું વર્ક એક્સપીરિયન્સ સારું બનાવવાની કોશિશ કરે છે.

ઑક્યુપેશનલ એન્ડ એન્વાયરમેન્ટલ મેડિસિનમાં પ્રકાશિત આ સ્ટડી મુજબ, જે કર્મચારી ઓપન પ્લાન સિટિંગ ઓફિસમાં કામ કરે છે એવા લોકોમાં સ્ટ્રેસ લેવલ એવા કર્મચારીઓની તુલનામાં બહુ જ ઓછું હોય છે જે પ્રાઈવેટ ઓફિસ કે ક્યૂબિકલમાં કામ કરે છે. એરિજોના યૂનિવર્સિટીની ટીમે દાવો કર્યો છે કે પહેલી વખત આ રીતે ઓફિસની ડિઝાઈન અને કર્મચારીના સ્ટ્રેસ લેવલ વચ્ચે સાઈન્ટિફિક લિંક શોધવામાં આવ્યું છે.


231 કર્મચારીઓ પર કર્યું રિસર્ચ


આ રિસર્ચ માટે લગભગ 231 કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ દિવસ સુધી તેમને એક વિશેષ સેન્સર પહેરવામાં આવ્યું હતું, જેની મદદથી તેમનું સ્ટ્રેસ લેવલ અને ફિઝિકલ એક્ટિવિટી વિશે જાણી શકાય.

રિસર્ચમાં થયા આ ખુલાસા

સ્ટડીમાં સામે આવ્યું કે ઓપન સિટિંગ ઓફિસમાં કામ કરતા કર્મચારી પ્રાઈવેટ ઓફિસમાં કામ કરતાં લોકોથી 32% અને ક્યૂબિકલમાં કામ કરનાર કર્મચારીઓથી 20% સુધી વધુ ફિઝિકલી એક્ટિવ હોય છે. આ સાથે જ મહિલા કર્મચારીઓની તુલનામાં પુરૂષ કર્મચારી ઓફિસમાં વધુ ફિઝિકલી એક્ટિવ હોય છે.


સ્ટડી મુજબ જે કર્મચારી ઓફિસમાં ફિઝિકલી એક્ટિવ રહે છે એ લોકોનું સ્ટ્રેસ લેવલ જે લોકો એક્ટિવ નથી રહેતાં તેમની તુલનામાં 14% ઓછું હોય છે.

ઓફિસની ડિઝાઈન કર્મચારીના સ્વાસ્થ્ય પર કરે છે અસર

યૂનિવર્સિટી સેન્ટર ફોર ઈન્ટીગ્રેટિવ મેડિસિનના રિસર્ચ ડિરેક્ટર એસ્થર સ્ટર્નબર્ગે કહ્યું કે આ સ્ટડીમાં આ વાત પણ જાણવા મળી છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઓફિસની ડિઝાઈન કર્મચારી માટે કેટલી મહત્વની છે. વધુમાં તેમણે કહ્યું કે આ સ્ટડી માત્ર ઓબ્સર્વેશનલ હતી. યોગ્ય પરિણામ માટે ઓફિસમાં રહેલી લિફ્ટ અને સીડીના ઉપયોગને પણ આ સ્ટડીમાં સામેલ કરવું જોઈએ.

કામ પર ધ્યાન આપવામાં થાય છે મુશ્કેલી


એસ્થર સ્ટર્નબર્ગની આ રિપોર્ટ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઓપન સિટિંગ પ્લાનને વધુ સારી માને છે. જોકે કર્મચારીઓની કાર્યક્ષમતા સાથે જોડવામાં આવે તો પરિણામ અલગ આવી શકે છે. કેટલાક લોકોનું માનવું કે ઓપન સિટિંગ પ્લાન કર્મચારીઓની એકાગ્રતાને પ્રભાવિત કરે છે.

વર્ષ 2017માં ધ વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, જે કર્મચારીઓ ઓપન ઓફિસમાં કામ કરે છે તેઓ આસપાસ થતાં અવાજ અને અન્ય કર્મચારીઓની વાતચીતને કારણે કામ પર ધ્યાન આપી શકતાં નથી.

આદુ અને બીટનો જ્યૂસ, ગ્રીન જ્યૂસ, ટામેટાંનો જ્યૂસ લોહીની ઉણપ દૂર કરે છે અને ઈમ્યૂનિટીને ઝડપથી બૂસ્ટ કરે છે, ડાયટમાં કરો સામેલ

X
How workplace design impacts employee engagement
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી