Health / લાંબા વાળની દેખભાળ માટે બહુ જ કામની છે આ 5 ટિપ્સ, તમે પણ અપનાવી લો

તમારા વાળ લાંબા હોય તો તેનું ધ્યાન રાખવા આટલી ટિપ્સ અજમાવો

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 12:00 PM
How To Take Care Of Long Hair

હેલ્થ ડેસ્ક: કાળા, લાંબા અને ભરાવદાર વાળ કોને ન ગમે. દરેક છોકરી કે મહિલાની ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા હોય. પણ મોટાભાગની મહિલાઓને એવું લાગે છે કે લાંબા વાળની દેખભાળ કરવામાં બહુ મહેનત કરવી પડે છે પણ આ વાતમાં સચ્ચાઈ નથી. કેટલીક સરળ ટિપ્સથી પણ તમે તમારા લાંબા વાળનું ધ્યાન રાખી શકો છો. તો ચાલો આજે જાણી લો.


ભીના વાળમાં ક્યારેય કોમ્બ ન કરવું


હેઅર વોશ કર્યા બાદ તરત વાળમાં ભૂલથી પણ કાંસકો ફેરવવો નહીં. તેનાથી વાળ તૂટવા લાગે છે. સૌથી જરૂરી છે કે તમે વાળ ધોયા બાદ વાળમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી દો અને પછી નેચરલી તેને ડ્રાય થવા દો. એ પછી જ વાળમાં કોમ્બ કરવું. તમે વાળની ગૂંચ દૂર કરવા ડીટેંગલિંગ સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ મોટાં દાંતાવાળો કાંસકો લઈ ગૂંચ કાઢી શકો છો. આનાથી તમારા લાંબા વાળ વધુ તૂટશે નહીં.

કાંસકો કરવાની યોગ્ય રીત


લાંબા વાળની સૌથી મોટી પ્રોબ્લેમ છે કે તેમાં ગૂંચ બહુ જલ્દી થઈ જાય છે. જેથી રેગ્યુલર વાળમાં કોમ્બ કરતાં રહેવું જેથી વાળ વધુ ગૂંચાય નહીં. વાળ વધુ તૂટે નહીં અને ડેમેજ પણ ન થાય. વાળની ગૂંચ કાઢવા માટે બેસ્ટ પેડલ બ્રશનો ઉપયોગ કરવો.

બહુ વધારે હેઅર વોશ કરવા નહીં


એક ભૂલ મોટાભાગની મહિલાઓ કરે છે કે તેઓ વારંવાર શેમ્પૂથી વાળ ધુએ છે. તેનાથી વાળ ખરાબ અને ડ્રાય થઈ શકે છે અને વાળનું નેચરલ ઓઈલ ખતમ થઈ શકે છે. જેથી સપ્તાહમાં 2-3વાર જ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોવા જોઈએ.

કંડીશનરનો ઉપયોગ


હેઅર એક્સપર્ટ મુજબ, વાળનો બેસ્ટ ફ્રેન્ડ છે કંડીશનર, જેથી કંડીશનર લગાવવાનું ક્યારેય સ્કિપ ન કરવું, ખાસ કરીને જો તમારા વાળ લાંબા હોય તો અવશ્ય વાળના એન્ડમાં કંડીશનલ લગાવવું. સ્કેલ્પમાં ક્યારેય લગાવવું નહીં. આનાથી તમારા વાળ ફ્રિઝી નહીં થાય.


વાળને ટ્રીમ કરાવતાં રહેવું


વાળને રેગ્યુલર બેસિસ પર ટ્રીમ કરાવતાં રહો. તેનાથી વાળ હેલ્ધી બનશે. લાંબા વાળમાં સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા વધુ જોવા મળે છે. જેથી વાળ કપાવવાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. આ સિવાય વાળ ટાઈટ બાંધવા નહીં, નહીં તો તેનાથી વાળ તૂટવા લાગશે અને ડેમેજ પણ થવા લાગશે.

ગઠિયાના દર્દીઓ માટે બેસ્ટ છે આ 5 ઓઈલ, કોઈ 1નો ઉપયોગ કરવાથી તરત મળશે આરામ

X
How To Take Care Of Long Hair
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App