Home » Lifestyle » Health » How Much and How Often to Breastfeed

સ્તનપાન વિશે મૂંઝવતા પ્રશ્નોઃ ક્યારે અને કેટલું સ્તનપાન કરાવવું? કયા સંજોગોમાં સ્તનપાન ન કરાવવું?

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 12:46 PM

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બુકમાં જણાવ્યું છે કે દર બે કલાકે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ

 • How Much and How Often to Breastfeed

  હેલ્થ ડેસ્ક: માતાનું દૂધ અમૃત સમાન છે અને તે બાળક માટે કુદરતે આપેલી અમૂલ્ય ભેંટ છે, જે દરેક બાળકને મળવી જ જોઈએ. માતાનું દૂધ બાળક માટે કુદરતી આહાર છે. જે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે. પણ સ્તનપાન વિશે આજે પણ માતાઓને ઘણાં પ્રશ્નો મૂંઝવતા હોય છે બાળકને ક્યાં સુધી સ્તનપાન કરાવવું અને કયા સંજોગોમાં સ્તનપાન ન કરાવવું. આવા કેટલાક પ્રશ્નોના જવાબ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બુક આરોગ્યની આસપાસમાંથી લીધેલાં છે. તો આજે તમે પણ જાણી લો.

  સ્તનપાન વિશે મૂંઝવતા પ્રશ્નો

  1-સ્તનપાન બાળકના જન્મ બાદ ક્યારે શરૂ કરવું?

  જવાબ- સ્તનપાન બાળકના જન્મ બાદ તુંરત જ શક્ય એટલું વહેલું શરૂ કરવું જોઈએ. જો જન્મ બાદ ત્રીસ મિનિટમાં ચાલુ કરી શકાય તો ઉત્તમ ગણાય. આનું કારણ એ છે જન્મ બાદ પ્રથમ કલાકમાં બાળકની ચૂસવાની આવડત વધારે હોય છે અને બાળકની ચૂસવાની પ્રક્રિયાથી માનાં દૂધનો પ્રવાહ વહેલો ચાલુ થાય છે.

  2- સ્તનપાન બાળકને કેટલા અંતરે કરાવવું?

  જવાબ-બાળક ભૂખ્યું થઈને રડે એટલે સ્તનપાન કરાવવું જોઈએ આવી માતાઓની સહજ સમજણ હોય છે, જેને અંગ્રેજીમાં ડિમાન્ડ ફિંડિંગ કહેવાય છે. મોટાભાગે બાળક બે કલાક બાદ ભૂખ્યું થતા રડીને દૂધ માટે માંગણી કરે છે. પરંતુ ક્યારેક કોઈ બાળક ઊંઘી રહે અને ત્રણ કલાક સુધી દૂધ માંગે નહીં તો તેને જગાડીને સ્તનપાન કરાવવું જોઈએ.

  3-સ્તનપાન બાળકને ક્યાં સુધી આપવું જોઈએ?

  જવાબ-દોઢથી બે વર્ષ સુધી આપી શકાય. આ સાથે ચારથી 6 મહિનાની ઉંમર થયા પછી ઉપરનો ખોરાક આપવો જોઈએ.

  4-સ્તનપાન બાળકને ક્યાં સંજોગોમાં ન કરાવવું?


  જવાબ-માતાને ગંભીર પ્રકારની બીમારી જેવી કે એડ્સ, કેન્સર અથવા થાઈરોઈડની દવા લેતી હોય, છાતીમાં રસી, ક્ષયનો રોગ, ટાઈફોઇડ, માનસિક રોગ, વાઈ, સેપ્ટીસેમિયા (લોહીમાં જીવાણુઓનો ચેપ), કમળો વગેરે જેવી તકલીફોમાં ડોક્ટરની સલાહ મુજબ, અમુક સમય માટે, બાળકને સ્તનપાન કરાવવું જોઈએ નહીં. માતા જો ફરી ગર્ભવતી બને તો બાળકને સ્તનપાન આપવું જોઈએ નહીં.

  5-માતાની સ્તનની ડીંટડી નાની હોય અથવા બહાર નીકળી ન હોય તો શું કરવું?

  જવાબ-ડીંટડી સીંરીજ અથવા હાથથી ખેંચીને બહાર કાઢવાની કસરત કરી બાળક તેને મોંમા લઈ શકે તેવી કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ સમયે માનું દૂધ વાડકીમાં કાઢી, ચમચીથી આપી શકાય.

  6-શરૂઆતમાં માનું દૂધ ઓછું આવતું હોય તો શું કરવું?

  જવાબ- શરૂઆતમાં ક્યારેક માનું દૂધ ઓછું આવતું હોય છે પરંતુ એમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોવાથી બાળક માટે પૂરતું હોય છે. શરૂઆતમાં માનું દૂધ ન આવતું હોય તો ઉપરનું ગાયનું દૂધ વાટકીથી આપી શકાય. બોટલથી દૂધ આપવું જોઈએ નહી.

  7- સ્તનપાન કરાવતી માતાઓએ ખોરાકમાં શું લેવું?


  જવાબ-સ્તનપાન કરવાતી માતાઓએ ખોરાકમાં ઘરના દરેક સભ્યો લેતા હોય તે ખોરાક લેવો જોઈએ. લીલાં શાકભાજી, દૂધ, ફળો, કોપરું, મેથી, કાટલું, વગેરે વધુ સારું ગણાય. અમુક ખોરાકથી બાળકને શરદી, ભાર રહે વગેરે માન્યતાઓ ખોટી છે.

  8-માતાની સ્તનની ડીંટડી પર ચીરા પડી ગયા હોય તો શું કરવું?


  જવાબ-કેટલાંક કારણોથી સ્તનની ડીંટડી પર ચીરા પડી ગયા હોય તો, તેમા પર ડોક્ટરની સલાહ પ્રમાણે, દવા લગાડવાથી રૂઝ આવી શકે છે. આ સમયે બાળક સ્તનપાન કરતા વધુ દુખાવો થતો હોય તો માનું દૂધ વાટકીમાં કાઢી અને ચમચીથી આપી શકાય. આવી પરિસ્થિતિમાં પણ નિરાશ થયા વગર સ્તનપાન ચાલું રાખવું.

  દિવસે ઊંઘ અને આળસ અનુભવાય તો તમને થઈ શકે છે ભૂલવાની બીમારીઃ રિસર્ચ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ