ડાયટિંગ કરતાં લોકોએ એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાને કારણે લોકોને લાગે છે કે રોટલી ખાવાથી તેમનું વજન વધશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:08 PM
How many rotis should we eat in a day for lose weight

હેલ્થ ડેસ્ક: મોટાભાગે જ્યારે લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ શરૂ કરે છે ત્યારે સૌથી પહેલાં રોટલીની સંખ્યા ઘટાડે છે. રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાને કારણે લોકોને લાગે છે કે રોટલી ખાવાથી તેમનું વજન વધશે અને એટલે જ કાર્બોહાઈડ્રેટ્સ ઘટાડવા માટે રોટલી ઓછી ખાય છે. જો તમે પણ આવું માનતા હો તો જાણી લો કે ડાયટિંગ કરતાં લોકો એક દિવસમાં 5 રોટલી ખાઈ શકે છે.


કેટલું કાર્બોહાઈડ્રેટ્સ લઈ શકાય


જો તમે વેટ લોક ડાયટ ફોલો કરી રહ્યાં હો તો તમારે આ જાણવું જરૂરી છે કે એક દિવસમાં કેટલાં કાર્બોહાઈડ્રેટ્સ લેવા. જો તમે એક દિવસમાં 250 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવા માગો છો અને તેમાંથી 75 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ રોટલીમાંથી લેવા માગો છો તો તે પ્રમાણે તમે એક દિવસમાં 5 રોટલી ખાઈ શકો છો. પણ આ વાતનું ધ્યાન રાખવું કે અન્ય કેટલીક વસ્તુઓ પણ હોય છે જેના દ્વારા શરીરમાં કાર્બ્સ પહોંચે છે, જેમ કે ખાંડ, દૂધ, રાઈસ અને સોડા.

રોટલીમાં અન્ય પોષક તત્વો પણ હોય છે


રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ્સ જ હોય છે એવું નથી, આ સિવાય તેમાં પ્રોટીન અને ફાયબર પણ હોય છે અને જો તમે વજન ઘટાડવા માગતા હો તો આ બંને પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. જો આપણે 6 ઈંચની એક રોટલીની વાત કરીએ તો તેમાં 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 3 ગ્રામ પ્રોટીન અને 0.4 ગ્રામ ફાયબર હોય છે.


રાતે નહીં દિવસે ખાઓ રોટલી


વજન ઘટાડવા માટેનો સૌથી સામાન્ય નિયમ આ જ છે અને એક્સપર્ટ પણ માને છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કાર્બોહાઈડ્રેટ્સ દિવસે જ લેવા. તમે લંચમાં અથવા સાંજે 4 વાગ્યા સુધી રોટલી ખાઈ શકે છે. પણ સાંજે અથવા રાતે કાર્બોહાઈડ્રેટ્સવાળા ફૂડ ન ખાવા જોઈએ.


બધાં માટે એક જ નિયમ નથી


આમ તો બધાં માટે એક સરખો નિયમ ન હોઈ શકે. તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી તે એ વાત પર નિર્ભર કરે છે કે તમારા શરીરમાં કેટલા કાર્બોહાઈડ્રેટ્સની જરૂર છે અને તમારો વજન ઘટાડવાનો ઉદ્દેશ શું છે. જો તમે કાર્બ્સના ઈનટેકને ઘટાડવા માગતા હો તો રોટલી ઓછી ખાવી અને સાંજે 4 વાગ્યા પહેલાં ખાઈ લેવી.

ચહેરા કરતાં ગરદન કાળી દેખાતી હોય તો ઘરે જ ઉપલબ્ધ વસ્તુઓથી સ્ટીમિંગ, એક્સફોલિએટિંગ અને વાઈટનિંગના 3 સ્ટેપથી બનાવો ગોરી અને ક્લિન

X
How many rotis should we eat in a day for lose weight
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App