અઠવાડિયામાં કરચલીઓ દૂર કરી સ્કિનને ટાઈટ બનાવશે આ 3 ખાસ ફેસમાસ્ક, કોઈ 1 લગાવી જુઓ

Divyabhaskar.com

Dec 05, 2018, 01:52 PM IST
homemade face mask for anti aging

હેલ્થ ડેસ્ક: આજકાલ સમય પહેલાં ઘણાં લોકોના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આ પ્રી-મેચ્યોર એજિંગને કારણે થાય છે. આ સિવાય ઘણાં અન્ય કારણોથી આજકાલ નાની ઉંમરમાં જ કરચલીઓ દેખાવા લાગે છે જેનાથી બચવા કેટલાક ફેસમાસ્ક ઘરે જ બનાવીને લગાવવા જોઈએ. તે એન્ટીએજિંગનું કામ કરે છે અને સાથે જ સ્કિનને ટાઈટ પણ રાખે છે. આ હોમમેડ ફેસમાસ્કમાં ઉપયોગમાં લેવાયેલી નેચરલ વસ્તુઓ સ્કિન પર ગજબની અસર કરે છે અને સ્કિનને બાહ્ય નુકસાનથી પણ બચાવે છે. તો જાણી લો આજે.


કોકો માસ્ક


1 ચમચી કોકો પાઉડર, 3 ચમચી દૂધમાં મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ લગાવો. આનાથી કરચલીઓ દૂર થશે અને એક્સફોલિએટિંગ માટે પણ આ બેસ્ટ છે. આનાથી ચહેરાને તાજગી અને યંગ લુક આપે છે.


બનાના માસ્ક


1 કેળું મેશ કરીને તેમાં 1 ચમચી મલાઈ અને 1 ચમચી મધ મિક્સ ચહેરા પર 30 મિનિટ લગાવો. પછી ચહેરો ધોઈ લો. એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર આ માસ્ક સ્કિનને રિંકલ ફ્રી, યંગ અને આકર્ષક બનાવે છે.


સ્ટ્રોબેરી માસ્ક


2-3 સ્ટ્રોબેરીને મેશ કરી તેમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. 15 મિનિટ ચહેરા પર લગાવીને ધોઈ લો. આ એક બેસ્ટ માસ્ક છે, આનાથી સ્કિનને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ફ્રેશ લાગે છે.


ભૂલથી પણ આ 7 વસ્તુઓ વારંવાર ગરમ કરીને ખાવી નહીં, નહીંતર થશે આવા નુકસાન

X
homemade face mask for anti aging
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી