ફિટનેસ / ઝડપથી કેલેરી ઘટાડવામાં હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ જેવી કસરત મદદરૂપ

High intensity interval training can help in reducing calories quickly

  • આ પ્રકારની કસરતથી શરીરની ચરબી ઝડપથી ઘટે અને સ્નાયુ મજબૂત થાય

divyabhaskar.com

Feb 08, 2019, 04:34 PM IST

હેલ્થ ડેસ્ક: હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ એટલે કે હિટ (HIIT) કસરતની એવી રીત છે જેમાં ઝડપથી શારીરિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તે સાથે જ કસરતની વચ્ચે થોડા સમયનો આરામ પણ કરવાનો હોય છે. કેલેરી ઘટાડવામાં આ કસરત મદદરૂપ નીવડે છે.

* કસરત માટેનો સમય:
દરેક કસરત 45 સેકંડ માટે કરો. તે પછી 15 સેકંડનો આરામ કરો.

* સાઇડ લંજ - સીધા ઊભાં રહો. બંને પગ સાથે રાખો. હવે ડાબા પગને આગળ કરી ગોઠણના આધારે ક્ષમતા અનુસાર નમો. જમણો પગ સીધો રાખો. પગને પાછો પહેલાંની સ્થિતિમાં લાવો અને આ જ ક્રિયા જમણા પગથી કરો. વારાફરતી બંને પગથી આ કસરત કરો.

  • લાભ: આ કસરત વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને કમરને સુડોળ બનાવે છે.
  • સાવધાની: જો ગોઠણનો દુ:ખાવો હોય તો આ કસરત ન કરવી. પગ વચ્ચેના અંતરનું ખાસ ધ્યાન રાખવું. પગને જરૂર કરતાં વધારે પહોળા ન કરવા.

* જંપિંગ લંજ - બંને પગને ખભાને સમાંતર પહોળા કરી ઊભાં રહો. કૂદતી વખતે ડાબા પગને આગળ લઇ જાવ અને જમણા પગને પાછળ. આગળવાળા પગના ગોઠણને વાળો અને પાછળ રહેલા પગના ગોઠણને વાળીને જમીન પર ટેકવો. પછી પહેલાંની સ્થિતિમાં આવી જાવ અને આ પ્રક્રિયા બીજા પગથી કરો.

  • લાભ: આ કસરતથી શરીરનો નીચેનો ભાગ મજબૂત અને સુડોળ બને છે.
  • સાવધાની: પગને જોરથી જમીન પર ન અથડાવવા. સગર્ભા અને સંધિવાના રોગીઓએ આ કસરત ન કરવી.

* જંપ સ્ક્વેટ: સીધા ઊભા રહીને બંને પગ પહોળા કરો. ગોઠણને વાળીને નીચા નમો. છાતીનો ભાગ ટટ્ટાર રહેવો જોઇએ. તે પછી સીધા ઊભા થતાં તમારી ક્ષમતા મુજબ કૂદકો મારો. નીચે આવતાં જ ફરી નીચા નમો અને આ જ ક્રિયા સતત 45 સેકંડ સુધી કરો.

  • લાભ : શરીરની ચરબી ઝડપથી ઘટે છે અને તેનાથી સ્નાયુ મજબૂત થાય છે. શરીર સુડોળ બને છે.
  • સા‌વધાની : સગર્ભાઓ તથા માનસિક રોગીઓએ આ કસરત ન કરવી. કસરત કરતી વખતે ઝડપથી ન કૂદવું અને પગનું સંતુલન જળવાય તેનું ખાસ ધ્યાન આપવું.
X
High intensity interval training can help in reducing calories quickly
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી