તુલસી, લવિંગ, કાળા મરી, મધની ચા પીવાથી દૂર થાય છે છાતી અને ગળામાં રહેલો કફ અને મટે છે શરદી-ખાંસી

ચોમાસામાં વિવિધ હર્બલ ચા પીવાથી શરદી, ખાંસી, ઈન્ફેક્શન, કફ અને ગળામાં દુખાવાની સમસ્યા દૂર થાય છે

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 04:54 PM
Herbal teas for cold,  infection and cough in monsoon

હેલ્થ ડેસ્કઃ ચોમાસાની સિઝનમાં ગળા સંબંધી સમસ્યાઓ અને શરદી, કફની તકલીફ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. ગળામાં થતી સમસ્યા સિઝનલ ન હોઈને કોઈ મોટી બીમારી પણ હોઈ શકે છે કારણ કે આ સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.

આ સમયે ઘણાં લોકો સાદી ચા પીવે છે. જેથી ગળાને આરામ મળે પણ તેની કોઈ અસર થતી નથી. જેથી આજે અમે તમને એવી દેશી ચા વિશે જણાવીશું. જે ગળામાં થતાં ઈન્ફેક્શન, ખારાશ અને શરદી, ખાંસી, કફ જેવી તકલીફોમાં ઝડપથી આરામ આપશે. તો આજે તમે પણ જાણી લો.


આદુ-લીંબુની ચા

1 ઈંચ આદુનો ટુકડો ગ્રેડ કરી લો, 1 લીંબુનો રસ, 1 ચમચી તજનો પાઉડર, 2-4 લવિંગને ડોઢ કપ પાણીમાં ઉકાળો. 1 કપ પાણી રહે એટલે તે નવશેકું રહે પછી તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. ચોમાસામાં આ હર્બલ ટી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર રહે છે.

તુલસીની ચા

તુલસીના 10-15 પાન, 2-4 લવિંગ અને 2-4 કાળા મરી લઈ 1 કપ પાણીમાં ઉકાળી પછી ગાળીને નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ઈન્ફેક્શન, શરદી, ખાંસીમાં રાહત મળશે.

જેઠીમધની ચા


1 ચમચી જેઠીમધનો પાઉડર, 1/2 ચમચી તજનો પાઉડર, 2-4 લવિંગને ડોઢ કપ પાણીમાં ઉકાળી લો. પછી ગાળીને નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ગળાની સમસ્યા અને કફનો પ્રોબ્લેમ દૂર થશે.

મેથીની ચા


1 ચમચી મેથી દાણા અથવા તેનો પાઉડર લઈ 1 કપ પાણીમાં ઉકાળી ગાળીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ઈન્ફેક્શન દૂર થશે.

ફુદીનાની ચા

ફુદીનાના 10-12 પાનને 1 કપ પાણીમાં ઉકાળી ગાળીને સવાર-સાંજ ચાની જેમ પીવો.

અજમાની ચા


1 ચમચી અજમો, 1/2 સિંધાલૂણ મીઠું અને 2-4 લવિંગ 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો. પછી તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી છાતી અને ગળામાં રહેલો કફ દૂર થશે.

હળદરની ચા


1 કપ દૂધમાં 1/2 ચમચી હળદર પાઉડર મિક્સ કરી ઉકાળો. પછી તેને ગાળીને તેમાં 1 ચમચી સાકર મિક્સ કરી રાતે સૂતી વખતે પીવો. આનાથી શરદી અને કફ દૂર થશે.

લવિંગ અને એલચીની ચા


1 કપ પાણીમાં 2-4 દાણા લવિંગ અને 1 એલચીના દાણા નાખીને ઉકાળો. ગાળીને ચાની જેમ પીવો.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Herbal teas for cold,  infection and cough in monsoon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App