આદુ અને બીટનો જ્યૂસ, ગ્રીન જ્યૂસ, ટામેટાંનો જ્યૂસ લોહીની કમી દૂર કરે છે અને ઈમ્યૂનિટીને ઝડપથી બૂસ્ટ કરે છે, ડાયટમાં કરો સામેલ

Healthy Juice: Fruit Juices With Health Benefits

Divyabhaskar.com

Aug 27, 2018, 03:03 PM IST

હેલ્થ ડેસ્ક: જ્યૂસ આપણાં શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. સાથે જ તેને પીવાથી ઈમ્યૂનિટી વધે છે અને બોડી હાઈડ્રેટ પણ રહે છે. મોટાભાગના લોકો સવારે નાસ્તામાં જ્યૂસ પીવાનું પસંદ કરે છે. ઓરેન્જ જ્યૂસ, ગ્રીન ટી અથવા પાઈનેપલ જ્યૂસને લોકો ડાયટમાં સામેલ કરે છે. પણ જો એક જ પ્રકારના જ્યૂસ પીને તમે કંટાળી ગયા હો અને જુદા-જુદા હેલ્ધી જ્યૂસ પીવા માગતા હો તો આજે અમે તમને અઠવાડિયાના સાતેય દિવસ માટે 7 અલગ-અલગ હેલ્ધી જ્યૂસ વિશે જણાવીશું, જેનાથી તમારા શરીરને પર્યાપ્ત ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહેશે. ડાયટિશિયન પવિત્રા એન. રાજ પાસેથી જાણો રોજ અલગ-અલગ જ્યૂસ પીવાના ફાયદા.

ગ્રીન જ્યૂસ


પાર્સલે, પાલક અને સેલેરી જેવા લીલાં શાકભાજીથી બનેલાં જ્યૂસમાંથી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ મળી રહે છે. સપ્તાહના પહેલાં દિવસની શરૂઆત ગ્રીન વેજિટેબલ જ્યૂસથી કરવી. તેનાથી ઈમ્યૂનિટી પણ ઝડપથી બૂસ્ટ થાય છે.

ટામેટાંનો જ્યૂસ


ટામેટાં, પાલક અને બીટમાંથી બનેલો જ્યૂસ પીવાથી લોહીની કમીની સમસ્યા દૂર થાય છે. સાથે જ તેનાથી સ્કિનમાં નિખાર આવે છે. જેથી સપ્તાહના બીજા દિવસે આ વસ્તુઓમાંથી બનેલું જ્યૂસ પીવું.

સ્ટ્રોબેરી અને કાકડી


કાકડી બોડીને હાઈડ્રેટ રાખે છે અને સ્ટ્રોબેરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ બીમારીઓથી બચાવે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે. જેથી સપ્તાહના ત્રીજા દિવસે આ જ્યૂસ પીવું.

બ્લૂબેરી અને કોબીજનો જ્યૂસ

બ્લૂબેરીમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ અને કોબીજમાં ફાયબર હોય છે. આ જ્યૂસ હાડકાંઓને મજબૂત બનાવે છે. જેથી સપ્તાહના પાંચમા દિવસે આ જ્યૂસ પીવું.

ગાજર અને સંતરાનો જ્યૂસ

આ જ્યૂસમાં વિટામિન એ, સી અને બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આને પીવાથી આંખોની રોશની વધે છે અને ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. જેથી સપ્તાહના છઠ્ઠા દિવસે આ જ્યૂસ પીવું.

આદુ અને બીટનો જ્યૂસ

આ જ્યૂસમાં એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. આદુ અને બીટનો જ્યૂસ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. જેથી સાતમા દિવસે આ જ્યૂસ પીવો.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Healthy Juice: Fruit Juices With Health Benefits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી