સવારે નાસ્તામાં પાલક પૂરી, ઈડલી-સાંભર, પૌઆ ખાવાથી મળે છે ભરપૂર પોષણ અને શરીર બને છે ઊર્જાવાન

healthy Indian breakfasts that people should eat

Divyabhaskar.com

Aug 28, 2018, 04:53 PM IST

હેલ્થ ડેસ્ક: રોજ સવારે નાસ્તો કરવો એક હેલ્ધી આદત છે, તેનાથી આખો દિવસ બોડી ઊર્જાવાન રહે છે. નાસ્તો દિવસની શરૂઆતનો પહેલો ખોરાક હોય છે, જે સ્વાસ્થ્યવર્ધક હોવો અત્યંત જરૂરી છે. બહુ બધાં ભારતીય નાસ્તા એવા હોય છે જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે. અલગ-અલગ ભારતીય નાસ્તાઓને ખાવાથી શરીરને તાકાત પણ મળે છે. જેથી ડાયટિશિયન પવિત્રા એન. રાજ પાસેથી જાણો સવારે કયા ભારતીય નાસ્તા ખાવા જોઈએ.


પૌઆ


ભારતીય ઘરમાં નાસ્તામાં ઘણીવાર પૌઆ બનતા હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફાયબર હોય છે. જેથી નાસ્તામાં પૌઆ ખાવા બેસ્ટ ઓપ્શન છે. તેમાંથી શરીરને પોષણ પણ મળી રહે છે અને તે પચવામાં પણ હળવા હોય છે.

પાલક પૂરી અને રાયતુ


પાલક પૂરીમાં પાલક હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ્સ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. જેથી સવારે નાસ્તામાં પાલક પૂરી અને દહીંનું રાયતુ એક સારું અને હેલ્ધી ઓપ્શન છે.

ઈડલી-સાંભર


ઈડલી-સાંભર લાઈટ પણ ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર નાસ્તો છે. મોટાભાગના લોકોને સવારે નાસ્તામાં ઈડલી-સાંભર ખાવા પસંદ હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, પ્રોટીન, ફાયબર અને મિનરલ્સ સારી માત્રામાં મળી રહે છે. જેથી ઈડલી-સાંભર સવાર માટે એક પરફેક્ટ નાસ્તો છે.

ચણા અને મગ દાળના ચીલા

દાળોમાં ભરપૂર પ્રોટીન હોય છે. જેથી ડાયટિશિયન પણ રોજ કોઈને કોઈ દાળને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. જેથી સવારે નાસ્તામાં પણ તમે ચણાની કે મગની દાળના ચીલા બનાવીને ખાઈ શકો છો. તેનાથી ભરપૂર પોષણ પણ મળશે. વધુ હેલ્ધી બનાવવા માટે તમે તેને ઓલિવ ઓઈલમાં પકાવીને ખાઈ શકો છો.


થેપલાં

ફિટ રહેવા માટે તમે નાસ્તામાં પાલક, મેથી, દૂધી જેવા શાકભાજીના થેપલાં પણ ખાઈ શકે છે. તેમાં ઘણી હેલ્ધી વસ્તુઓ મિક્સ કરીને બનાવી શકાય છે જેથી તેની ન્યૂટ્રીશન વેલ્યૂ પણ વધી જાય છે અને તેને ખાવાથી પેટ પણ ભરેલું રહે છે.

સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

X
healthy Indian breakfasts that people should eat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી