તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોઅર બેક અકળાઈ જવી, જમ્યા પછી પેટમાં ગેસ થવો, ગર્ભાશયની સમસ્યાઓ દૂર કરે છે ભુજંગાસન, રોજ 5 મિનિટ કરવાથી મળશે અનેક ફાયદા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે સાધક કોઈ એક આસનમાં ત્રણ કલાક સુધી સ્થિરતાથી ટકી શકે ત્યારે એની આસનસિદ્ધિ થઈ ગણાય. પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. એવો જે એક અતિલાભકારી આસન છે ભુજંગાસન. આમ તો આ આસન સરળતાથી બધાં કરી શકે છે અને તેનાથી અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જો રોજ આ આસનને 8થી 10 વખત કરવામાં આવે તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. 

 
આસન કયા સમયે કરી શકાય?


આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

 

ભુજંગાસન કરવાની રીત

 

- પેટના બળે ઊંધા સૂઈ જાવ.


- હાથને કમર પાસે જમીન પર ટકાવી રાખો.


- હવે હાથના સપોર્ટથી અપર બોડીને ઉપર ઉઠાવો. 


- હાથની મદદથી માથું ઊંચું કરો અને પછી છાતી ઊંચી કરો. છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઉંચકો.


-આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે. આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો.


- આવું 8થી 10 વખત કરો.

 

ભુજંગાસનના ફાયદા


-પેટના મસલ્સ ખેંચાવાથી ત્યાંના અવયવો કાર્યશીલ બને છે.


-જમ્યા પછી પેટમાં ગેસ થતો હોય તો આ આસનથી અટકે છે. કબજિયાત મટે છે.


-ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે.

 

-ગર્ભાશયની સમસ્યાઓ દૂર થાય છે અને માસિક નિયમિત આવે છે. 

 

-કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.


-લોઅર બેક અકળાઈ જવાની સમસ્યા દૂર કરે છે.


-ફ્લેક્સિબિલિટી વધારે છે.


-સ્ટ્રેસ અને થાક દૂર કરવામાં મદદ કરે છે. 


-બોડીમાં બ્લડ અને ઓક્સીજન સર્ક્યુલેશન સુધારે છે.


આ આસન કોણે ન કરવું


કમરના દુઃખાવાથી પીડાતા લોકોએ, ગર્ભવતી મહિલાઓએ, સારણગાંઠના દર્દીઓએ, અલ્સરના દર્દીઓએ, સ્લિપ ડિસ્કના દર્દીઓએ

 

ધ્યાન રાખો


-આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે.

 

-આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં.

 

-મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે.

 

કોઈપણ પ્રકારની એલર્જીથી બચવા રોજ ખાઓ એપ્પલ અને પીઓ આદુવાળી ચા, એન્ટી-એલર્જિક ફૂડ્સને ડાયટમાં સામેલ કરવાથી થશે ફાયદો