રોજ ઘઉંની રોટલી ખાઓ છો પણ તેના આ 10 ફાયદાઓ પણ એકવાર જાણો

Divyabhaskar.com

Dec 07, 2018, 12:54 PM IST
Health Benefits Of Wheat Chapati

હેલ્થ ડેસ્ક: ઘઉંની એક રોટલીમાં ભરપૂર ગુણો હોય છે. ઘી વિનાની રોટલી ખાવાથી તેમાંથી કેલરીની માત્રા ઘટી જાય છે અને ઘીવાળી રોટલી ખાવાથી કેલરીની માત્રા વધે છે. જેથી ઘી વિનાની રોટલી ખાવી જોઈએ. ઘઉંની રોટલીમાં રહેલું પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ અને આયર્ન ઘણી બીમારીઓને દૂર કરે છે. સાથે જ વજન ઓછું કરવા માગતા લોકો પણ ઘી વિનાની ફુલકા રોટલી ખાઈ શકે છે. જેથી આજે અમે તમને ઘઉંની રોટલી ખાવાના ફાયદાઓ જણાવીશું.


ઘઉંની રોટલી ખાવાના ફાયદા


હાર્ટ પ્રોબ્લેમ


ઘઉંની રોટલીમાં કોલેસ્ટ્રોલ નહીવત્ હોય છે. જેથી તે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે.


કેન્સર


આમાં સેલેનિયમ હોય છે જે કેન્સર થવાના ખતરાને ઘટાડે છે.


લોહીની કમી


ઘઉંની રોટલીમાંથી મળતું આયર્ન શરીરમાં લોહીની કમીને દૂર કરવામાં મદદ કરે છે.


સાંધાનો દુખાવો


ઘઉંની રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જે મસલ્સને મજબૂત બનાવે છે. આ સાંધાના દર્દને દૂર કરવામાં ઈફેક્ટિવ છે.


ડાયાબિટીસ


ઘઉંની રોટલી ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિન અને ગ્લુકોઝનું લેવલ કંટ્રોલમાં રહે છે. જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે.

બ્લડપ્રેશર


ઘઉંની રોટલીમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જેથી બ્લડપ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.

પથરી


આમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી પથરી થવાની સંભાવના ઘટે છે.


બ્રેસ્ટ કેન્સર


આમાં લિગનેન્સ હોય છે. જે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાને દૂર કરે છે.


પેઢાંની પ્રોબ્લેમ્સ


આમાં ફોસ્ફરસ હોય છે. જે દાંત અને મજબૂત રાખે છે અને પેઢાની બીમારીઓથી બચાવે છે.

ડાઈજેશન


ઘઉંની રોટલીમાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે ડાઈજેશન ઠીક રાખે છે.

રોજ 1 ગ્લાસ ગરમ પાણીમાં તજ પાઉડર મિક્ષ કરી પીવાથી, શરીર પર થશે 10 અસર

X
Health Benefits Of Wheat Chapati
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી