અંકુરિત લસણ ડાયટમાં સામેલ કરવાથી હાર્ટના રોગો રહે છે દૂર, કેન્સર અને બીપી સામે મળે છે રક્ષણ અને વધે છે ઈમ્યૂનિટી

અંકુરિત લસણમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બ્લડ ક્લોટિંગની પ્રોબ્લેમ દૂર કરી સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 12:00 PM
Health Benefits Of Sprouted Garlic

હેલ્થ ડેસ્ક: લસણ ઘણીવાર અંકુરિત થઈ જાય છે અને લોકો તેનો ઉપયોગ કરતાં નથી. પણ અંકુરિત લસણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. નોર્મલ લસણની તુલનામાં અંકુરિત લસણમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. અંકુરિત લસણ કોલેસ્ટ્રોલ, બીપી, કેન્સર અને હાર્ટ સંબંધી રોગોથી બચાવવામાં મદદ કરે છે. એગ્રિકલ્ચર એન્ડ ફૂડ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ નોર્મલ લસણની તુલનામાં અંકુરિત લસણ બીમારીઓ માટે કારગર સાબિત થાય છે. તો આજે તમે પણ જાણો અંકુરિત લસણના ફાયદા.


અંકુરિત લસણના ફાયદા


કેન્સર


અંકુરિત લસણમાં ફાયટોકેમિકલ હોય છે. આ કેમિકલ બોડીમાં કેન્સર સેલ્સ વધતાં રોકે છે. તેને ખાવાથી કેન્સરનો ખતરો ટળે છે.

હેલ્ધી હાર્ટ


અંકુરિત લસણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ માત્રામાં હોય છે. આ હાર્ટમાં બ્લોકેજ થતાં બચાવે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો દૂર કરે છે.


સ્ટ્રોક


અંકુરિત લસણમાં રહેલાં ફાઈટોકેમિકલ્સ બ્લડ ક્લોટ થતાં રોકે છે. તેનાથી સ્ટ્રોકનો ખતરો ટળે છે.

કરચલીઓ

અંકુરિત લસણમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ્સને કંટ્રોલ કરે છે. જેનાથી સ્કિનમાં નિખાર આવે છે અને સમય પહેલાં કરચલીઓ પડતી નથી.

બેક્ટેરિયલ ઈન્ફેક્શન


જો તમને વારંવાર શરદી-ખાંસી અને તાવ પરેશાન કરે છે તો અંકુરિત લસણ તમારા માટે ફાયદેમંદ છે. આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીને વાયરલ ઈન્ફેક્શન અને બેક્ટેરિયાથી બચાવે છે.


હાઈ બીપી


અંકુરિત લસણમાં રહેલાં તત્વ બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે. જેનાથી હાઈ બીપીની પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે.


ડાઈજેશન


અંકુરિત લસણને રેગ્યુલર ખાવાથી ડાઈજેશન સારું રહે છે અને પેટની સમસ્યા અને કબજિયાતની પ્રોબ્લેમ દૂર થાય છે.

અસ્થમા


અંકુરિત લસણ શ્વાસ સંબંધી બીમારીઓને કંટ્રોલ કરે છે. તેનાથી અસ્થમાની પ્રોબ્લેમ દૂર થાય છે.

કોઈપણ પ્રકારની એલર્જીથી બચવા રોજ ખાઓ એપ્પલ અને પીઓ આદુવાળી ચા, એન્ટી-એલર્જિક ફૂડ્સને ડાયટમાં સામેલ કરવાથી થશે ફાયદો

X
Health Benefits Of Sprouted Garlic
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App