ખાંડથી 300 ગણું વધારે ગળ્યું છે આ ફળ, તો પણ ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન, જાણો ફાયદા

Divyabhaskar.com

Dec 06, 2018, 10:54 AM IST
Health benefits of monk fruit

હેલ્થ ડેસ્ક: બીમારીઓ વખતે ડોક્ટર દવાઓ આપવાની સાથે તાજાં ફળો ખાવાની પણ સલાહ આપે છે. તેનાથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે અને બીમારીઓ પણ છૂમંતર થઈ જાય છે. પણ જો ફળો ગળ્યા હોય તો ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકતા નથી, પણ હવે મોન્ક ફ્રૂટ આ સમસ્યાને દૂર કરી શકે છે. આ ફળની ખાસિયત છે કે તે ખાંડથી 300 ગણું વધારે ગળ્યું હોવા છતાં શુગર ફ્રી છે અને ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે.


ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે

આ ફળ માત્ર ચીનમાં જ મળે છે, પણ હવે ભારતમાં પણ તેની ખેતી શરૂ થઈ ગઈ છે. તેને સીએસઆઈઆર-આઈએચબીટી ઈન્સ્ટીટ્યૂટે પાલમપુરે તૈયાર કર્યું છે. ખાસ વાત તો એ છે કે મોન્ક ફ્રૂટથી બનેલી વસ્તુઓ અથવા ખાંડને ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. ચીનમાં મળતાં મોન્ક ફ્રૂટના છોડને દેશમાં પહેલીવાર ઉગાડવામાં આવ્યો છે. જોકે હવે પાલમપુરમાં સીએસઆઈઆર અને એનબીપીજીઆર દ્વારા પરવાનગી મળ્યા બાદ છોડને મોટાં સ્તર પર તૈયાર કરવામાં આવી રહ્યો છે.


તે સ્વીટ હોવા છતાં નુકસાનકારક નથી


મોન્ક ફ્રૂટના ફળમાંથી મળતાં મોગરોસાઈડ તત્વથી સ્વીટનેસ માટેનો નવો વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે. જે ખાંડની તુલનામાં 300 ગણું વધારે ગળ્યું છે. આમાં એમિનો એસિડ, ફ્રક્ટોઝ, ખનિજ અને વિટામિન સામેલ છે. ખાસ વાત એ છે કે પીણાંઓ, પકાવેલાં અને બેક્ડ ખોરાકમાં પ્રયોગ કરવા છતાં પણ તેની સ્વીટનેસ બરકરાર રહે છે.


આ ફળની ડિમાન્ડ છે વધારે


કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ છોડની મદદથી ખેડૂતોની આવકમાં વધારો થશે. એવી સંભાવના છે કે ખેડૂતોની હાલની આવક પ્રતિ હેક્ટર 40 હજાર થાય છે જે મોન્કની ખેતીથી વધીને દોઢ લાખ રૂપિયા પ્રતિ હેક્ટર થઈ જશે. આ ફળની ખેતી ખેડૂતો સુધી પહોંચાડવામાં સીએસઆઈઆર કામ કરી રહ્યું છે કારણ કે આ ફળની ડિમાન્ડ તેના ગુણોને કારણે વધુ છે એટલે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે.

ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ

X
Health benefits of monk fruit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી