Home » Lifestyle » Health » Health Benefits of Lemon Water

લીંબુ છે અનેક રીતે ફાયદાકારક, રોજ 1 લીંબુના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી પેટનો દુખાવો, મંદાગ્નિ, અપચો થાય છે દૂર

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 04:46 PM

લીંબુ લોહી અને ચામડીના વિકારોમાં પણ લાભદાયક છે

 • Health Benefits of Lemon Water

  હેલ્થ ડેસ્ક:ગુણોની દ્રષ્ટિએ લીંબુ ખૂબ જ લાભકારી છે. ઉનાળાની ઋતુમાં લીંબુનું શરબત બનાવીને પીવામાં આવે છે. લીંબુનો રસ સ્વાદિષ્ટ અને પાચક હોવાના કારણે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી હોય છે. લીબું ખાટું હોવા છતાં ખૂબ ગુણકારી છે. ત્રિદોષ, વાયુ સંબંધી રોગો, મંદાગ્નિ, કબજિયાત અને કોલેરામાં લીંબુ વિશેષ ઉપયોગી છે. લીંબુમાં કૃમિ-જીવાણુનાશક અને સડો દૂર કરવાનો વિશેષ ગુણ છે. એ લોહી અને ચામડીના વિકારોમાં પણ લાભદાયક છે. લીંબુની ખટાશમાં ઠંડક ઉત્પન્ન કરવાનો વિશિષ્ટ ગુણ છે. એ આપણને ગરમીથી બચાવે છે. એમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે આથી રક્તપિત્ત, સ્કર્વી વગેરે રોગમાં એ અત્યંત લાભદાયક છે. જેથી આજે અમે તમને આરોગ્યનિધિ બુકમાં જણાવેલાં લીંબુના કેટલાક ઉપાયો અને ફાયદાઓ જણાવીશું.

  1-મોં સૂકાવું- તાવમાં ગરમીને લીધે મોંની અંદર લાળ ઉત્પન્ન કરનારી ગ્રંથિઓ જ્યારે લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે ત્યારે લીંબુનો રસ પીવાથી આ ગ્રંથિઓ સક્રિય બને છે.

  2-પિત્ત પ્રકોપ- (ઉદરરોગ) પિત્તપ્રકોપથી થનારા રોગોમાં લીંબુ સર્વશ્રેષ્ઠ લાભકર્તા છે. અમ્લપિત્તમાં સામપિત્તનું પાચન કરવા માટે લીંબુના રસમાં સિંધવ મેળવીને આપવું. એ આફરો, ઊલટી, ઉદરકૃમિ, મળાવરોધ અને કંઠરોગને દૂર કરે છે.

  3-અપચો, અરૂચિ- લીંબુના રસમાં સાકર અને મરીનો ભૂકો નાખી શરબત બનાવીને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ભોજન માટે રૂચિ પેદા થાય છે, આહારનું પાચન થાય છે.


  4-પેટનો દુખાવો, મંદાગ્નિ- એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુનો રસ અને સાકર નાખીને પીવાથી દરેક પ્રકારના પેટનાં દર્દ દૂર થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ ઉઘડે છે.

  5-સ્થૂળતા, કબજિયાત- એક ગ્લાસ હુંકાળા પાણીમાં એક લીંબુનો રસ અને 1 ચમચી મધ નાખીને પીવાથી શરીરની બિનજરૂરી ચરબી ઘટે છે, શૌચશુદ્ધિ થાય છે, જૂની કબજીયાત મટે છે.

  6-દાંતમાંથી લોહી નીકળવું- લીંબુનો રસ આંગળી પર લઈને દાંતના પેઢા ઉપર ઘસવાથી તથા નિયમિતરૂપે લીંબુનું શરબત પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.

  7-ત્વચા રોગ- લીંબુના રસમાં આમલીના બી વાટીને લગાવવાથી દાદર, ખરજવું મટે છે, કૃમિ, કુષ્ઠરોગમાં જ્યારે સ્ત્રાવ ન થતો હોય ત્યારે લીંબુનો રસ લગાડવાથી લાભ થાય છે. લીંબુના રસમાં કોપરલ તેલ મેળવીને શરીર પર એની માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં લાભ થાય છે.

  8-માથામાં ખોડો, ગૂમડા અને ફોલ્લીઓ- લીંબુનો રસ અને સરસિયાનું તેલ સભભાગે મેળવીને લગાડવાથી અને પછી દહીં લગાવીને વાળ ધોવાથી થોડાક જ દિવસોમાં માથાનો દારૂણક રોગ મટે છે. આ રોગમાં માથામાં ફોલ્લીઓ અને ખંજવાળ આવે છે.

  સાવધાની: સોજા, સાંધાનો દુખાવો, સફેદ ડાઘ-આ રોગોમાં લીંબુનું સેવન ન કરવું

  10 ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ