એક્સપર્ટ મુજબ લવિંગનું તેલ લગાવવાથી પાતળા વાળ જાડાં થશે અને સ્કિનના ડાઘ, ખીલ, બ્લેકહેડ્સ ફટાફટ દૂર થઈ જશે

Health Benefits Of Cloves You Should Know

Divyabhaskar.com

Aug 24, 2018, 02:54 PM IST

હેલ્થ ડેસ્ક: લવિંગ ભારતીય કિચનમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પણ આયુર્વેદમાં તેને ઔષધી ગણવામાં આવે છે. ખાસ કરીને લવિંગનું તેલ સ્કિન અને વાળ માટે ખૂબ જ લાભદાયક છે. બ્યૂટિશિયન એન્ટ કોસ્મેટોલોજિસ્ટ અવલીન ખોકર કહે છે કે લવિંગના તેલનો ઉપયોગ કરીને ઘણાં બ્યુટી પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકાય છે. જેના વિશે આજે અવલીન આપણને જણાવી રહી છે.


સ્કિનના ડાઘ


સ્પોટલેસ સ્કિન માટે લવિંગ બેસ્ટ છે. સ્કિન પર ખીલ, ઈજા કે દાઝી જવાના નિશાન અને સ્પોટ્સ દૂર કરવા લવિંગના તેલથી હળવા હાથે જે-તે પ્રભાવિત ભાગ પર મસાજ કરો. લવિંગના તેલનું 1 ટીપું આ ડાઘ દૂર કરવા માટે કારગર છે.

ખીલની સમસ્યા

જો તમારા ફેસ પર બહુ બધાં ખીલ છે તો તમારે લવિંગના તેલથી બનેલો ફેસપેક ઉપયોગ કરવો જોઈએ અથવા તો એન્ટીએક્ને ફેસપેકમાં 1 ટીપું લવિંગના તેલનું મિક્સ કરવું. જો તમે ઉબટનનો ઉપયોગ કરો છો તો તેમાં પણ 1 ટીપું લવિંગનું તેલ નાખવું. તમારા સ્કિનના અનુરૂપ તમે જે પણ ફેસપેક લગાવતા હો તેમાં લવિંગનું તેલ અવશ્ય નાખો.

બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ

જો તમને બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સનો પ્રોબ્લેમ હોય તો લવિંગનું તેલ આ સમસ્યા દૂર કરી શકે છે. તેના માટે સંતરાની છાલના પાઉડરમાં લવિંગનું તેલ મિક્સ કરી સ્ક્રબ કરો. આનાથી સમસ્યા દૂર થશે.

હેઅર ફોલ દૂર કરવા અને વાળનો ગ્રોથ વધારવા

-પુષ્કળ વાળ ખરતાં હોય તો કોપરેલમાં લવિંગનું તેલ મિક્સ કરીને લગાવો અને હળવા હાથે મસાજ કરો. 2 ચમચી કોપરેલમાં 1 ચમચી લવિંગનું તેલ મિક્સ કરો.

-જો તમારા વાળ પાતળા હોય અને લાંબા ન થતાં હોય તો અડધાં કપ ઓલિવ ઓઈલમાં 2 ચમચી લવિંગનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો અને પછી 2 કલાક રાખી શેમ્પૂ કરી લો. આનાથી વાળ વધશે અને જાડાં પણ થશે.

નોંધ- સ્કિન માટે 1 ટીપું લવિંગ તેલ જ લેવું. લવિંગના તેલનો વધુ ઉપયોગ ન કરવો નહીં તો સ્કિન પર રેશિઝ અથવા બળતરા થઈ શકે છે.

ફુદીનો, તજ, આદુ જેવી વસ્તુઓથી બનતા 3 ડિટોક્સ ડ્રિંક્સ ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે

X
Health Benefits Of Cloves You Should Know
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી