બાળકોને માથામાં દુખાવાની સાથે ઊલટી પણ થાય તો તરત જ બતાવો ડોક્ટરને, બ્લાસ્ટોમા ટ્યૂમર હોઈ શકે છે કારણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: સ્કૂલે જવાનો ડર, તણાવ અને અન્ય બાળકો સાથે કોમ્પિટિશનને કારણે આજકાલ બાળકોને પણ માથાનો દુખાવો થવાની સમસ્યા વધી ગઈ છે. પેરેન્ટ્સ પણ આ સમસ્યામાં વધુ ધ્યાન આપતા નથી. જેના કારણે આગળ જતાં આ સમસ્યા ગંભીર બની શકે છે. ન્યૂરોલોજિસ્ટ ડો. ભાવના શર્મા જણાવી રહ્યાં છે બાળકોમાં કયા લક્ષણો જણાય તો સાવધાન થઈ જવું જોઈએ. 


પેરેન્ટ્સે ક્યારે એલર્ટ થવું


બાળકોને સહેજ માથામાં દુખાવો થાય તો તે સામાન્ય હોઈ શકે છે. પણ બહુ વધારે માથામાં દુખાવો રહે અને સતત ઊલટી થાય તો તેની પર તરત ધ્યાન આપવું જોઈએ. આવું બ્રેનની પાછળ સ્થિત બ્લાસ્ટોમા ટ્યૂમરને કારણે થઈ શકે છે. બ્લાસ્ટોમા કેન્સર ટ્યૂમર પણ હોઈ શકે છે જે મોટાભાગે બાળકોમાં જોવા મળે છે. જે પ્રિકર્સર સેલ્સમાં ટ્યૂમર થવાને કારણે થાય છે. જેથી માથાનો દુખાવો અને અને ઊલટી સાથે થાય તો ડોક્ટરને બતાવો. તેનું કારણ જાણીને ઈલાજ શરૂ થઈ શકે છે. જોકે માથાનો દુખાવો દરેક એજ ગ્રુપમાં નથી થતો. 18થી 45 વર્ષની ઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. 


બાળકની સાઈકોલોજિકલ કાઉન્સેલિંગ કરાવો


ન્યૂરોસરકોસિસ્ટને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. બ્રેનમાં ટ્યૂમર હોય તો સર્જરી જ તેનો ઈલાજ છે. જ્યારે માઈગ્રેન અથવા અન્ય પ્રકારના સામાન્ય દર્દમાં પેઈન કિલર આપવામાં આવે છે. તણાવને કારણે માથામાં દુખાવો થવા પર બાળકોની સાઈકોલોજિકલ કાઉન્સેલિંગ કરાવવી જોઈએ. એટલું નહીં  બાળકને તણાવ અને માથાના દુખાવાથી બચાવવા માટે નંબર 1 બનવાનું દબાણ કરવું નહીં. 


4 વર્ષના બાળકમાં ટ્યૂમરને કારણે થઈ શકે છે દુખાવો


આજકાલ 4 વર્ષના બાળકોમાં આ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. મેગાબ્લાસ્ટોમા ટ્યૂમર આટલી નાની ઉંમરમાં માથાનો દુખાવો થવા પાછળનું કારણ હોઈ શકે છે. જન્મ પછી જ્યારે બાળકનું બ્રેન ડેવલપ થાય છે આ દરમ્યાન એક સેલ જલ્દી ડેવલપ થવાને કારણે ટ્યૂમર બની જાય છે. ક્યારેક-ક્યારેય આનુવંશિક કારણોથી પણ આ ટ્યૂમર ડેવલપ થાય છે. 


પ્રાયમરી અને સેકન્ડરી માથાનો દુખાવો


પ્રાયમરી દુખાવામાં બ્રેન ટેસ્ટ કરાવવા પર કોઈ બીમારી ડાયગ્નોસ થતી નથી. જ્યારે સેકન્ડરી દુખાવામાં ટેસ્ટ કરાવવા પર ટ્યૂમર, માથામાં ઈન્જરી ડાયગ્નોસ થઈ શકે છે. આ સિવાય થાક, બ્રેનની ઈન્જરી, ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. 90 ટકા માથાનો દુખાવો પ્રાયમરી હોય છે. ઘણીવાર પ્રાયમરી માથાનો દુખાવો માઈગ્રેનનું સ્વરૂપ લઈ લે છે. 

 

એક્સપર્ટ મુજબ વજન ઉતારતી વખતે અનાજ ખાવાનું છોડી દેવાથી શરીરમાં વિટામિન્સ, હેલ્ધી ફેટ અને ન્યૂટ્રિઅન્ટ્સની કમી આવે છેઃ અન્ય ટિપ્સ