કયા કારણોથી ખરે છે વાળ? કઈ રીતે કરવી વાળની સંભાળ?

વાળ ખરાબ થવાની અને ખરવાની સમસ્યાથી બચવા સ્ટ્રેસથી દૂર રહેવું અને ફળો અને શાકભાજી ડાયટમાં ખાવા

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 12:00 PM
Hair Loss Home Remedies and Treatment

હેલ્થ ડેસ્ક: આજકાલ વાળ ખરવાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. પ્રદૂષણ, તણાવ અને અનિયમિત આહારને કારણે વાળની સમસ્યા સતત વધતી જઈ રહી છે. આ સમસ્યાઓને કારણે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે, વાળ પાતળા, સફેદ અને બેમુખવાળા થઈ જવા, ખરવા વગેરે જેવી અનેક તકલીફો સર્જાય છે. જેથી આજે અમે તમને વાળ ખરાબ થવાના કારણો અને વાળની સંભાળ માટેની કેટલીક ટિપ્સ જણાવીશું.

વાળ ખરવાના કારણો

-વાળ ખરવા માટેનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવન છે. જેથી વાળ ખરતા રોકવા તણાવથી દૂર રહેવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે સ્ટ્રેસ ન આવે.

-ઘણીવાર હવામાન બદલાતા વાળ ખરતા હોય છે, તે વખતે તમારે પોતાના વાળની કેયર કરવી જોઈએ. કોઈ મોટા ઓપરેશન, ઈન્ફેકશન અને લાંબા સમયની બીમારી હોય તો વાળ ખરી શકે.


-જો અચાનક હોર્મોનનું લેવલ બગડી જાય અને તમે કોઈ બીમારીથી પીડાઓ તો તેની સીધી અસર તમારા વાળ પર પડે છે અને વાળના મૂળ નબળા થઈને ખરવા લાગે છે.

-સુવાવડ પછી કેટલીક મહિલાઓમાં નબળાઈ આવી જતી હોય છે. આ નબળાઈને પગલે વાળ ખરતા રહે છે. આવી સ્થિતિમાં તમારે વાળને પોષણ આપવા હર્બલ તેલ અને શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

વાળ માટેની યોગ્ય સંભાળ-

-નિયમિત વાળ ધુઓઃ જે રીતે માથામાં તેલ નાંખવું જરૂરી છે તે રીતે વાળની સફાઈ અને ધોવા પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો અઠવાડિયામાં બે વાર ધોવા. તમારા માથાની સફાઈ ખૂબ જરૂરી છે.

-વાળ માટે પોષણયુક્ત ખોરાક છે જરૂરીઃ વાળ માટે આહાર ખૂબ સારો હોવો જોઈએ. જેમ કે- લીલી અને તાજી શાકભાજી, બદામ, માછલી, નારિયેળ, ફળો, પ્રોટીનયુક્ત ખોરાક વગેરે આ તમારા ડાયટમાં સામેલ કરો.

-બરછટ વાળને દર ત્રણ મહિને દૂર કરોઃ વાળને ત્રણ મહિનામાં એકવાર તો જરૂર ટ્રિમ કરાવવા, જેથી બેમુખી વાળમાંથી મુક્તિ મળે. વાળને ટ્રિમ કરાવવાથી વાળ જલ્દી વધતા પણ હોય છે.

-વાળને હંમેશા ખુલ્લા ન રાખોઃ વાળને પ્રદૂષણ, ધૂળ, માટી અને હવાથી બચાવવા જોઈએ. જો તમે ક્યાંય પ્રવાસ પર નીકળ્યા હોવ તો વાળને બાંધી લેવા જોઈએ.

-વાળ માટે કયું તેલ સારું છે તે સમજોઃ વાળને જલ્દી વધારવા માટે ગમે તે તેલ ઉપયોગ ન કરો. આ માટે વાળ અનુરૂપ તેલની પસંદગી કરો.

દૂધમાં તુલસીના 3-4 પાન નાખીને પીવાથી સ્ટ્રેસ, અસ્થમા, કિડની સ્ટોન જેવી સમસ્યા થાય છે દૂર

X
Hair Loss Home Remedies and Treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App