ટેક્નોલોજી / પોકેટ સ્કેનર કોઈ વસ્તુ ખાવા લાયક છે કે નહીં તે બતાવશે, એક્સપાયરી ડેટ પણ ખબર પડી જશે

divyabhaskar.com

Jan 07, 2019, 03:32 PM IST
German researchers invented pocket size food scanner

  • આ સ્કેનર ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરી ફૂડ ક્વોલિટીની તપાસ કરે છે 
  • સ્કેનરથી જાણકારી બ્લુટૂથ દ્વારા ડેટાબેઝ સુધી પહોંચે છે અને તે યુઝરને મળે છે

 

હેલ્થ ડેસ્ક: જર્મનીમાં ફ્રેનહોફર ઇન્સ્ટિટ્યૂટે એક પોકેટ સાઈઝ ફૂડ સ્કેનર બનાવ્યું છે. આ કોઈપણ ફૂડ આઈટમને સ્કેન કરીને જણાવી શકે છે કે તે ખાવાલાયક ગુણવતા છે કે નહીં. શોધકર્તાઓના જણાવ્યા મુજબ, આ જાણવા માટે સ્કેનર ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે છે. તેને બનાવનાર શોધકર્તાઓનો દાવો છે કે આ ડિવાઇસની મદદથી ખાવાની એક્સપાયરી ડેટ પણ જાણી શકાય છે.


પોકેટ સ્કેનર જલ્દી જ બજારમાં આવશે

  • 'વી રેસ્ક્યૂ ફૂડ' પ્રોજેક્ટ હેઠળ બાવેરિયન મિનિસ્ટ્રી ઓફ ફૂડ, એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી અને ફ્રોનહૉફર ઈન્સ્ટીટ્યૂટ સાથે મળીને ફૂડ્સની તપાસ કરવાવાળી ડિવાઈસ બનાવાયી છે. હાલ ડેમો માટે તેને બનાવવામાં આવી છે પણ જલ્દી તેને ગમે ત્યાં લઈ જવા લાયક તૈયાર કરીને બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
  • શોધકર્તાઓ મુજબ, ખોરાક કેવો છે, તે તપાસવા માટે આ ડિવાઈસ તેની પર ઈંફ્રારેડ કિરણો નાખશે. રિફ્લેક્ટ થયેલી કિરણોના સ્પેક્ટ્રમની તપાસ કર્યા બાદ વેવલેન્થથી ફૂડના કેમિકલ કંપોઝિશનની જાણકારી મેળવી શકાય છે. સ્કેનરથી આ જાણકારી બ્લૂટૂથની મદદથી ડેટાબેસ સુધી પહોંચે છે અને અહીંથી યુઝરને મળે છે.
  • શોધકર્તા તેના માટે મોબાઈલ એપ પણ વિકસી રહ્યાં છે જેમાં ટેસ્ટના રિઝલ્ટ દેખાશે. ખોરાકને પ્રિઝર્વ કરવા માટે કઈ સ્થિતિ બેસ્ટ છે જેનાથી તે લાંબો સમય ટકી રહે, તેની પણ જાણકારી મળશે. ખરાબ થઈ ચૂકેલા ખોરાકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની જાણકારી પણ યુઝરને મળશે. એક રિસર્ચ મુજબ, માત્ર જર્મનીમાં જ દર વર્ષે લગભગ 10 મિલિયન મીટ્રિક ટન ખોરાક કચરામાં ફેંકવામાં આવે છે.
X
German researchers invented pocket size food scanner
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી