10 ટિપ્સઃ વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

પાતળા વાળ માટે પહોળાં દાંતાવાળો લાકડાનો કાંસકો ઉપયોગમાં લેવો, આનાથી વાળને નુકસાન નહીં થાય

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 06:06 PM
Flawless Tips For Maintaining Healthy Hair

હેલ્થ ડેસ્ક: સુંદર અને શાઈની વાળ ચહેરાનું સૌંદર્ય વધારે છે અને બીજી તરફ વ્યક્તિત્વને પણ નિખારે છે. વાળની પ્રોપર કાળજી રાખવાથી વાળને હેલ્ધી રાખવી શકાય છે અને ખરતાં પણ રોકી શકાય છે. તમે વાળ માટે કયો કાંસકો વાપરો છો, કેવા શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરો છો, કયું હેઅર માસ્ક લગાવો છે તે તમારા વાળને અનુરૂપ છે કે નહીં તે વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી આજે અમે તમને બ્યૂટિશિયન અવલીન ખોકરે વાળની દેખભાળ માટે જણાવેલી કેટલીક ટિપ્સ જણાવીશું.

વાળને હેલ્ધી, શાઈની અને મુલાયમ બનાવવાની ટિપ્સ

-વાળ પાતળા હોય અને તમને ભરાવદાર વાળ ગમતા હોય તો મધ વાળના મૂળમાં હળવા હાથે લગાડી 30 મિનિટ રહેવા દો. પછી શેમ્પૂથી ધોઈ નાખો. આ ઉપાયથી વાળને પરફેક્ટ બાઉન્સી ઈફેક્ટ મળશે.

-ઈંડામાં 1 ચમચી નારિયળનું તેલ નાખો. આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. તેને 20-25 મિનિટ માટે વાળમાં લગાવી રાખો અને પછી શેમ્પૂ કરો. આનાથી વાળ સિલ્કી અને શાઈની થઈ જશે.

-વાળમાં કલર કરતાં હો તો કલર કર્યા પછી કલર પ્રોટેક્શન શેમ્પૂનો ઉપયોગ કરો. એથી કલર વધુ સમય ટકી રહેશે અને વાળ ખરાબ થતાં બચશે.

-થોડાં નારિયળના તેલમાં 4 ચમચી અરીઠાનો પાવડર મિક્સ કરો. તેને 20 મિનિટ માટે તમારા વાળમાં રાખી પછી શેમ્પૂથી ધોઈ લો. આનાથી વાળ ખરતા બંધ થઈ જશે અને બે મુખવાળા વાળની સમસ્યાથી મુક્તિ મળશે.


-જે લોકો હેઅર સ્પા જેવી ટ્રીટમેન્ટ નહીં કરાવી શકતાં તેમણે 10 દિવસમાં બેવાર મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ વાપરવું.

-નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબાનું તેલ. આ તેલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે.

-ક્યારેય પણ કોઈ પણ હેર સ્ટાઈલ બનાવતા પહેલા વાળને શેમ્પૂ અને કન્ડિશનર જરૂર કરો. એથી સ્ટાઈલ કરતાં વાળ તૂટશે નહીં.

-પાતળા વાળ માટે પહોળાં દાંતાવાળો લાકડાનો કાંસકો ઉપયોગમાં લેવો. આવા વાળમાં હેવી જેલ અને ક્રીમયુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો.

-વાળમાં ટાઈટ હેર એસેસરીઝનો ઉપયોગ ક્યારેય ન કરવો. વાળના મૂળમાં નબળાં થશે અને વાળ તૂટશે. વાળમાં કપડાનું હેરબેન્ડ બાંધી રાખવાથી પણ વાળનું કુદરતી તેલ બેન્ડમાં શોષાઈ જાય છે. અને વાળ રૂક્ષ થઈ જાય છે.

-વાળ હંમેશાં છૂટા ન રાખવા એમ કરવાથી વાળનું મોઈશ્ચરાઈઝર ખતમ થવાનો ભય રહે છે.

-વાળ મુલાયમ કરવા માટે પપૈયાને મેશ કરીને તેમાં ઓલિવ ઓઈલનાં થોડા ટીપાં મેળવીને લગાડો.

મહિલાઓએ પ્રેગ્નેન્સી દરમ્યાન ઓફિસ જવું જોઈએ કે નહીં? શું કહે છે રિસર્ચ?

X
Flawless Tips For Maintaining Healthy Hair
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App