દિવસે ઊંઘ અને આળસ અનુભવાય તો તમને થઈ શકે છે ભૂલવાની બીમારીઃ રિસર્ચ

જે લોકોને દિવસે આળસ અને ઊંઘ અનુભવાય છે એવા લોકોને અલ્ઝાઈમર થવાનો ખતરો ત્રણ ગણો વધારે હોય છે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 12:19 PM
Feeling sleepy during the day may trigger Alzheimers: Study

હેલ્થ ડેસ્ક: જો તમને દિવસે આળસ અને ઊંઘ આવે છે તો તમને એલ્ઝાઈમર ડિસીઝ (ભૂલવાની બીમારી) થઈ શકે છે, એવો દાવો એક રિસર્ચમાં કરવામાં આવ્યો છે. અમેરિકામાં સ્થિત જોન હૉપ્કિન્સ યૂનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં કરાયેલા એક રિસર્ચમાં દાવો કર્યો છે કે જે લોકોને દિવસે આળસ અને ઊંઘ અનુભવાય છે એવા લોકોને જે લોકો રાતે સારી ઊંઘ લે છે એવા લોકોની તુલનામાં ભૂલવાની બીમારી થવાનો ખતરો ત્રણ ગણો વધારે હોય છે.

આ સ્ટડી માટે કેટલાક આધેડ ઉંમરના લોકોનું લાંબા સમય સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે જે લોકોને દિવસે ઊંઘ આવી રહી હતી, એવા લોકોને એલ્ઝાઈમર ડિસીઝ થવાનો ખતરો ત્રણ ગણો વધારે જોવા મળ્યો હતો. આવા લોકોના મગજમાં બીટા અમાયલોઈડ (beta amyloid) નામનો એક પ્રોટીન જોવા મળ્યો, આ પ્રોટીન એલ્ઝાઈમર ડિસીઝની ઓળખ છે.

પૂરતી ઊંઘ ન લેવાથી અલ્ઝાઈમરનો ખતરો વધે છે


સ્લીપ જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચમાં અહેવાલોની પુષ્ટિ થઈ ગઈ છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પૂરતી ઊંઘ ન લેવાથી અલ્ઝાઈમરનો ખતરો વધે છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે એલ્ઝાઈમરથી બચવા પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

એલ્ઝાઈમરથી બચવા ડાયટ અને એક્સરસાઈઝ પર આપો ધ્યાન

જોન હૉપ્કિન્સના બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલા પ્રોફેસર એડમ પી. સ્પાઈરાએ કહ્યું કે 'યોગ્ય ડાયટ, એક્સરસાઈઝ અને જ્ઞાન સંબંધી એક્ટિવિટીઝ એલ્ઝાઈમરથી બચાવવામાં સહાયક છે. પ્રોપર ઊંઘ ન લેતા દર્દીઓમાં અલ્ઝાઈમરનો ખતરો હોય છે તો એવા દર્દીઓનો ઈલાજ કરવો જોઈએ, જેથી તેમને ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકાય.'

જોકે સ્પાઈરાના જણાવ્યા અનુસાર, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે દિવસે ઊંઘ અને આળસ રહેવાથી બીટા અમાયલોઈડ (beta amyloid) નામનો પ્રોટીન જમા થવા વચ્ચે શું સંબંધ છે. તેની પાછળનું એક કારણ આ પણ હોઈ શકે છે કે દિવસના સમયે આળસ અને ઊંઘ ફીલ થવાથી આ પ્રોટીન બ્રેનમાં બને છે.

શરદી-ખાંસી અને એલર્જીની પ્રોબ્લેમના લક્ષણો જાણી બચવા અપનાવો આ નુસખાઓ

X
Feeling sleepy during the day may trigger Alzheimers: Study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App