ચહેરા કરતાં ગરદન કાળી દેખાતી હોય તો ઘરે જ ઉપલબ્ધ વસ્તુઓથી સ્ટીમિંગ, એક્સફોલિએટિંગ અને વાઈટનિંગના 3 સ્ટેપથી બનાવો ગોરી અને ક્લિન

ગરદન પર પ્રદૂષણ, ધૂળ, માટી જામી જવાથી અને તડકામાં વધુ જવાથી ગરદનનો રંગ કાળો થતો જોય છે

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 01:11 PM
Expert tips to remove dirt and darkness from neck

હેલ્થ ડેસ્ક: ચહેરો ક્લિન, ગ્લોઈંગ અને સુંદર હોય પણ જો ગરદન કાળી દેખાય તો બહુ જ ખરાબ લાગે છે. ગરદનની સ્કિન કોમળ અને સેન્સિટિવ હોય છે. મોટાભાગના લોકો શરીરની સફાઈ કરતી વખતે ગરદનની સફાઈ પર ખાસ ધ્યાન આપતા નથી. ગરદન પર પ્રદૂષણ, ધૂળ, માટી જામી જવાથી અને તડકામાં વધુ જવાથી ગરદનનો રંગ કાળો થતો જોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો આજે આયુર્વેદ ડોક્ટર પ્રિયંકા સંપતથી જાણો ગરદન પર જામેલાં મેલને દૂર કરવા માટેના 3 સરળ સ્ટેપ, જેને કરવા માટે 20 મિનિટનો જ સમય લાગશે. આનાથી ગરદનનો રંગ પણ ગોરો થશે.


1. સ્ટીમિંગ


પહેલું સ્ટેપ સ્ટીમિંગ છે. જેમાં 1 નાનો ટુવાલ લઈને તેને ગરમ પાણીમાં પલાળો. પછી તેમાંથી એક્સ્ટ્રા પાણી નિચોવી લો અને ટુવાલને ગરદન પર લપેટી દો. 5-10 મિનિટ સુધી આ રીતે રહેવા દો. આનાથી સ્કિનના બંધ પોર્સ ખુલશે અને સ્ટીમથી ગરદન પર જામેલી ગંદકી, મેલ અને ડેડ સ્કિન પણ દૂર થશે.


2. એક્સફોલિએટિંગ


બીજા સ્ટેપ એટલે કે એક્સફોલિએટ કરવા માટે 1 ચમચી મીઠું, 1 ચમચી બેકિંગ સોડા અને 3 ચમચી નારિયેળ તેલ લેવું. આ ત્રણેય વસ્તુઓને એક બાઉલમાં લઈને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ગરદન પર લગાવો અને 5 મિનિટ સુધી ધીરે-ધીરે ગરદન પર મસાજ અને એક્સફોલિએટ કરો. આ તમારા ગરદન પર રહેલા મેલ અને ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરશે. આનાથી ગરદન એકદમ સાફ થઈ જશે.


3. વાઈટનિંગ


ત્રીજા સ્ટેપમાં વાઈટનિંગ પેસ્ટ સામેલ છે. આ પેસ્ટને બનાવવા માટે 1 ચમચી ચંદન પાઉડર, 1 ચમચી મુલતાની માટી, 1 લીંબુનો રસ અને અડધો કપ કાચું દૂધ લઈને બરાબર મિક્સ કરી લો. લીંબુના રસમાં દૂધ મિક્સ કરવાથી દૂધ ફાટી જશે અને ઘટ્ટ પેસ્ટ જેવું બની જશે. આ પેસ્ટને ગરદન પર લગાવો. 10 મિનિટ રાખો. મસાજ કરવાની જરૂર નથી. આ નેચરલ બ્લીચનું કામ કરશે, આનાથી ગરદનની સ્કિન ગોરી થશે અને નિખરશે.


આ રીતે માત્ર 3 સરળ સ્ટેપની મદદથી તમે 20 જ મિનિટમાં ગરદનને સાફ અને ગોરી બનાવી શકો છો.


જીવનશૈલી અને ખાનપાનથી પ્રભાવિત થાય છે તમારી સ્કિન, મધને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવવાથી સ્કિન બને છે કોમળ અને શાઈનીઃ 15 એક્સપર્ટ ટિપ્સ

X
Expert tips to remove dirt and darkness from neck
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App