Health / સ્ટ્રેસને ઝડપથી વધારે છે તમારી આ 5 આદતો, આજથી જ છોડી દેજો

Everyday Habits That Are Causing You Stress

Divyabhaskar.com

Jan 05, 2019, 12:00 PM IST

હેલ્થ ડેસ્ક: તણાવ (સ્ટ્રેસ) આજકાલ દરેકની લાઈફનો એક ભાગ બની ગયો છે. પણ જો તણાવ વધી જાય તો તે આપણાં સ્વાસ્થ્યને અસર કરે છે. આપણાં રોજિંદા કામમાં કેટલીક એવી આદતો હોય છે જે તણાવને વધારે છે. આ આદતો સામાન્ય હોઈ શકે છે પણ તણાવ વધારવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી આવી આદતો તરત જ બદલી દેવી જોઈએ. જેથી તમે આ સમસ્યાથી બચી શકો. તો જાણી લો કઈ છે તણાવ વધારતી આદતો.


નાસ્તો ન કરવો


ઘણાં લોકો સવારે નાસ્તો કરતા નથી અથવા તો ગમે તે અનહેલ્ધી નાસ્તો ખાઈ લે છે. નાસ્તો આખા દિવસનો સૌથી અગત્યનો પાર્ટ હોય છે. જેથી આ આદત તણાવનું કારણ બની શકે છે. કારણ કે તેનાથી શરીરમાં ફેટ્સ અને કાર્બ્સ પણ વધી શકે છે.


સોશિયલ મીડિયા


આ એક મોટી સમસ્યા અને તણાવ માટેનું એક મોટું કારણ પણ છે. સોશિયલ મીડિયા મોટાભાગે લોકોમાં તણાવ વધારવાનું કામ કરે છે. કારણ કે સોશિયલ મીડિયામાં દેખાતી વસ્તુઓ માનસિક શાંતિ નષ્ટ કરી દે છે.


વર્કઆઉટ ન કરવું


નિયમિત શારીરિક કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થયા છે. જે તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી રોજ ફિઝીકલ એક્ટિવિટી ન કરવાથી તણાવ વધી શકે છે.


સૂવામાં અનિયમિતતા


તણાવમુક્ત જીવન જીવવા માટે સ્વસ્થ અને નિયમિત ઊંઘ સૌથી મહત્વનો ભાગ છે. જોકે કામનું ભારણ અને બિઝી લાઈફને કારણે લોકો નિયમિત પૂરતી ઊંઘ લેતા નથી, આ આદતને કારણે તણાવ વધવા લાગે છે.


કામ અને અગંત જીવનને અલગ ન રાખવું


આજકાલ લોકો કામને ઘરે લઈ જાય છે. કોમ્પિટિશનના કારણે લોકો પર્ફોમેન્સને લઈને તણાવમાં રહે છે. આના કારણે તણાવ અને ચિંતા વધવા લાગે છે. જેના કારણે માનસિક શાંતિ અને આરામ મળતો નથી.

પાણીની બોટલમાં હોય છે અનેક બેક્ટેરિયા, કઈ રીતે સાફ કરવી કાંચ, પ્લાસ્ટિક અને સ્ટીલની બોટલ? જાણો બેસ્ટ રીત

X
Everyday Habits That Are Causing You Stress
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી