હાઈ કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ ઓઈલ અને ખાંડને કારણે વધે છે હાર્ટ ડિસીઝનો ખતરોઃ રિસર્ચ

છેલ્લા ત્રણ દશકમાં ભારતીયોમાં કોરોનરી ધમની રોગ (CAD)માં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 06:09 PM
Does cholesterol really cause heart disease?

હેલ્થ ડેસ્ક: ભારતમાં હાર્ટથી જોડાયેલી બીમારીઓનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દશકમાં ભારતીયોમાં કોરોનરી ધમની રોગ CADમાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ બીમારીથી પીડિત લોકોમાં 2થી 6 ટકા લોકો ગામડાંમાં રહે છે. જ્યારે 4થી 12 ટકા શહેરમાં રહે છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે ધમનીના રોગ માટે કોલેસ્ટ્રોલ જવાબદાર છે, પણ તાજેતરમાં થયેલાં એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ ઓઈલ અને ખાંડને કારણે હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે કોલેસ્ટ્રોલને કારણે નહીં.

જ્યારે હાર્ટને નથી મળતું ઓક્સીજન

રિસર્ચ મુજબ 60 ટકાથી વધુ ઊર્જાવાળા કાર્બોહાઈડ્રેટથી તૈયાર ખાદ્ય પદાર્થ મૃત્યુના જોખમથી જોડાયેલું છે. ભોજનમાં રહેલાં કોલેસ્ટ્રોલથી બ્લડ કોલેસ્ટ્રોલના સ્તર પર બહુ ઓછી અસર થાય છે. આ વિશે પટપડગંજ સ્થિત મેક્સ બાલાજી હોસ્પિટલના કાર્ડિયક કેથ લેબના હેડ ડો. મનોજ કુમાર જણાવે છે કે કોરોનરી ધમનીના રોગ ત્યારે થાય છે જ્યારે હાર્ટની માસપેશીઓમાં બ્લડ સપ્લાય કરનાર ધમની હાર્ડ અને સાંકડી થઈ જાય છે. આવું કોલેસ્ટ્રોલ અને અન્ય તત્વોની હાજરીને કારણે થાય છે. જેને પ્લેક કહેવાય છે. આ ધમનીઓની અંદરની દીવાલ પર જામી જાય છે. જેને અથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. શરીરમાં આ વધવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. જેના પરિણામ સ્વરૂપે હાર્ટની માસપેશીઓને જરૂર પ્રમાણે ઓક્સીજન મળી શક્તું નથી. જેના કારણે છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક આવી શકે છે.

સ્મોકિંગ, હાઈ બીપી અને ડાયાબિટીસ

હાઈ કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ ઓઈલ અને ખાંડયુક્ત આહારને કારણે ઓક્સિડેટિવ તણાવ અને સોજાની સમસ્યા થાય છે. ધમનીના રોગ વધવા પાછળ અન્ય જોખમકારક કારણોમાં સ્મોકિંગ, હાઈ બીપી અને ડાયાબિટીસ અને બેઠાડું જીવનશૈલી સામેલ છે. આ લક્ષણોને કારણે શ્વાસ લેવામાં પરેશાની, ગભરામણ, હાર્ટબીટમાં અનિયમિતતા, નબળાઈ અને ચક્કર, ઊબકાં અને પરસેવો આવવો સામેલ છે.

સીએડી માટે એન્જિયોપ્લાસ્ટી છે ઈલાજ

કોરોનરી ધમનીના રોગ એટલો ખતરનાક છે કે તેના કારણે આરામ કરતા વ્યક્તિને પણ ઈસ્કેમિયા થઈ શકે છે. આ એક મેડિકલ ઈમરજન્સી છે અને તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. ઈસ્કેમિયા હાર્ટની બીમારીવાળા કોઈપણ વ્યક્તિમાં કોઈ ચેતવણી વિના થાય છે. સાથે ડાયાબિટીક લોકોમાં આ વધુ જોવા મળે છે. કોરોનરી ધમનીના રોગ માટે એન્જિયોપ્લાસ્ટી સરળ ઈલાજ છે. આમાં હાર્ટમાં લોહીના પ્રવાહને રોકતી સાંકડી અને બ્લોક લોહીની નળીઓને ખોલવામાં મદદ કરે છે.

વાળના મૂળમાં મધ લગાવવાથી વાળ બને છે ભરાવદાર, હેઅર સ્પાની ટ્રીટમેન્ટ ન લઈ શકતા હો તો વાપરો મોઈશ્ચરાઈઝર રિચ શેમ્પૂ

X
Does cholesterol really cause heart disease?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App