હેલ્થ ડેસ્ક: સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે પણ એક નવી રિસર્ચ મુજબ પરીક્ષા સમયે ભરપૂર ઊંઘ લેવાથી બાળકોના ગ્રેડમાં ઘણો સુધાર આવી શકે છે. અમેરિકાની બાયલર યૂનિવર્સિટીના સંશોધકોએ સ્ટૂડેન્ટ્સને 8 કલાકના કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા. જેમાં તેમને પરીક્ષા દરમ્યાન સપ્તાહમાં પાંચ રાત દરમ્યાન સરેરાશ 8 કલાકની ઊંઘ લેવા પર થોડાં વધારે માર્ક્સ આવ્યા.
પરીક્ષામાં પૂરતી ઊંઘ લેવાથી મળે છે મદદ
બાયલર યૂનિવર્સિટીના માઈકલ સ્કુલિન કહે છે કે પરીક્ષા દરમ્યાન પૂરતી ઊંઘ લેવાથી કોઈપણ પ્રકારના નુકસાન વિના મદદ મળે છે. આ સ્ટૂડેન્ટ્સની વિચારસરણીની એકદમ વિપરિત છે કે તેમને ભણવાનું કુરબાન કરવું પડશે અથવા પોતાની ઊંઘ.
પૂરતી ઊંઘ લેવી છે જરૂરી
યૂનિવર્સિટીના સહાયક પ્રોફેસર એલિસ કિંગ કહે છે કે સ્ટૂડેન્ટ્સ જાણે છે કે સ્કૂલનું કામ પૂરું કરવા માટે ઊંઘ કુરબાન કરવી યોગ્ય નથી, પણ તેઓ માની લે છે કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી અને કોર્સનું કામ, અન્ય એક્ટિવિટી, નોકરી અને અન્ય કાર્યો માટે દિવસના કેટલાક કલાક પૂરતા નથી.
ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ