રિસર્ચઃ આ 1 ટેસ્ટથી માત્ર 10 મિનિટમાં દરેક પ્રકારના કેન્સર વિશે જાણી શકાશે

આ ટેસ્ટથી 90 ટકા સાચી રિપોર્ટ મળશે અને કેન્સરની શરૂઆતમાં જ તેને ઓળખી શકાશે

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 02:57 PM
Blood test to detect cancer within just 10 minutes developed by scientists

હેલ્થ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેંડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાંસલ થઈ છે. વૈજ્ઞાનિકોએ એક એવો ટેસ્ટ વિકસ્યો છે જેની મદદથી માત્ર 10 મિનિટના ટેસ્ટમાં જ દરેક પ્રકારના કેન્સર વિશે જાણી શકાશે. આ ટેસ્ટમાં દર્દીના લોહીનું સેમ્પલ લેવામાં આવે છે અને પછી મોલિક્યૂલ્સના પેટર્નની તપાસ કરવામાં આવે છે. જેને મેથાઈલ ગ્રુપ કહેવાય છે. આ એ મોલિક્યૂલ છે જેનાથી DNA બનેલું હોય છે.


આ ટેસ્ટમાં 90 ટકા એક્યૂરેસી


આ ખાસ ટેસ્ટમાં રંગ બદલવાવાળા ફ્લૂઈડનો ઉપયોગ કરવામાં આવે છે જેની મદદથી લોહીમાં રહેલાં ઘાતક સેલ્સની હાજરી વિશે જાણી શકાય છે. આમ તો હાલ આ ટેસ્ટ એક્સપેરિમેન્ટના સ્ટેજમાં છે પણ અલગ-અલગ પ્રકારના કેન્સરના 200 સેમ્પલની તપાસ દરમ્યાન આ ટેસ્ટ 90 ટકા એક્યુરેટ સાબિત થયો છે. આ ટેસ્ટને ક્લિનિકલ ટ્રાયલ દ્વારા પ્રમાણિત કરવાની જરૂર છે. તે બાદ આ વ્યવસાયિક રીતે બજારમાં ઉપલબ્ધ થશે.


બધાં જ પ્રકારના કેન્સર માટે યોગ્ય છે આ ટેસ્ટ


નેચર કમ્યૂનિકેશન્સ નામની પત્રિકામાં પ્રકાશિત આ રિસર્ચ મુજબ આ ટેસ્ટ ક્લીન્સલેંડ ટીમ દ્વારા કરવામાં આવેલી એક શોધ પર નિર્ભર કરે છે. જેમાં કેન્સર ડીએનએમાં રહેલાં મોલિક્યૂલ્સ જેને મેથાઈલ ગ્રુપ કહે છે તે નોર્મલ ડીએનએની તુલનામાં અલગ રીતે વ્યવહાર કરે છે. યૂનિવર્સિટી ઓફ ક્વીન્સલેંડના સંશોધકોએ જ્યારે મેથાઈલસ્કેપની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દરેક પ્રકારના બ્રેસ્ટ કેન્સરમાં હાજર હતું. સાથે જ પ્રોસ્ટેટ કેન્સર, બોવેલ એટલે કે પેટનું કેન્સર અને લિમ્ફોમા કેન્સર માટે પણ યોગ્ય સાબિત થયું.


કેન્સર જલ્દી ડાયગ્નોઝ થવાથી થશે ફાયદો


ઓન્કોલોજી સીનિયર ડાયરેક્ટર ડો. પી કે જુલકા મુજબ, જ્યારે આ ટેસ્ટનો હ્યૂમન ટ્રાય થઈ જશે અને તેની પુષ્ટિ થઈ જશે તો આ ટેસ્ટ કેન્સરને શરઆતમાં જ ઓળખવા અને તેની ટ્રીટમેન્ટમાં ક્રાંતિકારી સાબિત થશે. હાલ કેન્સરની તપાસ કરવા માટે માત્ર એક જ સટીક ટેસ્ટ છે અને તે છે સસ્પેક્ટેડ ટ્યૂમર બાયોપ્સી. આ ટેસ્ટમાં દર્દી શરીરમાં કોઈ લક્ષણ કે ગાંઠ જણાય તો ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર કેન્સરના સંકેત માનીને કેટલાક ટેસ્ટ કરવાનું કહે છે.


હાલ સર્વાઈવલ રેટ માત્ર 20 ટકા છે


અત્યારે બાયોપ્સી રિપોર્ટ આવવામાં 1થી 2 સપ્તાહનો સમય લાગી જાય છે અને ડાયગ્નોઝ થવામાં મોડું થવાને કારણે ભારતમાં કેન્સરનો ઈલાજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેન્સરમાં મોટાભાગના કિસ્સામાં સર્વાઈવલ રેટ માત્ર 20 ટકા છે, કારણ કે મોટાભાગના દર્દી કેન્સર એડવાન્સ સ્ટેજ એટલે કે ત્રીજા-ચોથા સ્ટેજમાં પહોંચી જાય પછી ડોક્ટર પાસે જાય છે. એવામાં જો શરૂઆતમાં કેન્સર વિશે જાણ થઈ જાય તો 80 ટકા દર્દીઓને બચાવી શકાય છે.

રોજ 1 ગ્લાસ ગરમ પાણીમાં તજ પાઉડર મિક્ષ કરી પીવાથી, શરીર પર થશે 10 અસર

X
Blood test to detect cancer within just 10 minutes developed by scientists
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App