Divya Bhaskar

Home » Lifestyle » Health » Bitter gourd for weight loss: how to burn fat fast using Karela juice

વજન ઘટાડવા અને બેલી ફેટ ઓછું કરવા માટે બેસ્ટ છે કારેલાંનો જ્યૂસ, રેગ્યુલર પીવાથી ઝડપથી કરશે અસર અને મળશે અનેક ફાયદા

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 11:22 AM

રિસર્ચ મુજબ કારેલાં બોડીમાં રહેલાં ફેટ સેલ્સ દૂર કરવામાં અને નવા ફેટ સેલ્સ બનતાં રોકવામાં મદદ કરે છે

  • Bitter gourd for weight loss: how to burn fat fast using Karela juice

    હેલ્થ ડેસ્ક: કારેલાં એક એવું શાક છે જેને મોટાભાગના લોકો નાપસંદ કરે છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આ એક ટોનિક તરીકે કામ કરે છે. સ્વાદમાં કડવા કારેલાંના ગુણો બહુ જ મીઠાં અને ફાયદાકારક છે. કારેલાંમાં રહેલાં પોષક તત્વો વજન ઘટાડવામાં મદદ કરે છે અને બોડીમાં ફેટ સેલ્સ વધતાં રોકે છે. આ સિવાય કારેલાંમાં સોલ્યૂબલ ફાયબર વધુ પ્રમાણમાં હોય છે. જેથી તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર કંઈક ખાવાની ઈચ્છા થતી નથી. જો તમે વજન ઉતારવા માટે ડાયટિંગ કરી રહ્યાં હો તો તમારા ડાયટ પ્લાનમાં કારેલાંના જ્યૂસને અવશ્ય સામેલ કરો. 2010માં જનરલ બીએમસી કોમ્પલિમેન્ટરી એન્ડ અલ્ટરનેટિવ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ મુજબ કારેલાં બોડીમાં રહેલાં ફેટ સેલ્સ દૂર કરવામાં અને નવા ફેટ સેલ્સ બનતાં રોકવામાં મદદ કરે છે.


    કારેલાનો જ્યૂસ બનાવવાની રીત


    જ્યૂસ તૈયાર કરવા માટે સૌથી પહેલાં 1 કારેલાંને છોલી લો. પછી તેને વચ્ચેથી કાપો કરીને બીયાં કાઢી લો. હવે તેના નાના-નાના ટુકડા કરી લો. પછી 30 મિનિટ સુધી તેને ઠંડા પાણીમાં પલાળી દો. પછી કારેલાંને પાણીમાંથી નિતારીને મિક્સરમાં તેને પીસી લો. તેમાં થોડું પાણી ઉમેરવું. પછી તેમાં અડધી ચમચી મીઠું અને 1 લીંબુનો રસ મિક્સ કરો. ફરી બ્લેન્ડ કરો. તૈયાર છે કારેલાનો જ્યૂસ. જો તમને કારેલાંનો જ્યૂસ વધારે કડવો લાગે તો તમે તેમાં અન્ય વેજિટેબલ્સ કે ફ્રૂટનો જ્યૂસ અથવા મધ પણ મિક્સ કરી શકો છો.


    ક્યારે પીવું


    કારેલાંનો જ્યૂસ સવારે પીવાથી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

    કારેલાંના અન્ય ફાયદા


    -રેગ્યુલર કારેલાંનો જ્યૂસ પીવાથી બ્લડ શુગર લેવલ નોર્મલ રહે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

    -કારેલાંનો જ્યૂસ બોડીમાં કેન્સર સેલ્સ બનતાં રોકે છે અને પેનક્રિયાટિક કેન્સર સામેલ રક્ષણ કરે છે.

    -કારેલાંનો જ્યૂસ પીવાથી ક્રોનિક કફ અને બ્રીધિંગ પ્રોબ્લેમ દૂર થાય છે.

    -કારેલાંનો જ્યૂસ પીવાથી બોડી ડિટોક્સીફાઈ થાય છે, જેથી તે સ્કિનને ગ્લોઈંગ બનાવે છે અને એજિંગને રોકે છે.

    -કારેલાંમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ડાઈજેશનને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે અને પેટ સંબંધી રોગોથી પણ બચાવે છે.

    મહિલાઓને 5 તકલીફોથી બચાવે છે કસૂરી મેથી, મોસમમાં બદલાવથી થતી બીમારી, લોહીની કમી જેવી સમસ્યા કરે છે દૂર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending