શિયાળામાં કોઈ જ ક્રીમ કે લોશનની જરૂર નહીં પડે, જો રોજ નહાતાં પહેલાં કરી લેશો આ 1 કામ

Divyabhaskar.com

Dec 07, 2018, 12:54 PM IST
best remedy for dry skin in winter

હેલ્થ ડેસ્ક: શિયાળામાં જેમ-જેમ ઠંડી વધતી જાય છે તેમ-તેમ સ્કિન સૂકી થતી જાય છે. એવામાં કેમિકલવાળા લોશન્સ લગાવવાને બદલે ખોરાકમાં કેટલીક કાળજી રાખવાથી અને નેચરલ વસ્તુઓ લગાવવા સ્કિનની ડ્રાયનેસ દૂર કરી શકાય છે. શિયાળામાં તમારી સ્કિન પણ સૂકી અને ખરબચડી થઈ જાય છે તો અહીં જણાવેલાં ઉપાય એકવાર અજમાવી લો.

-શિયાળામાં યોગ્ય કાળજી રાખવામાં આવે તો હેલ્થ અને સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે.


-રોજ સવારે નહાતાં પહેલાં તલનું તેલ નવશેકું ગરમ કરીને તેનાથી માલિશ કરીને નહાવું જોઈએ.


-શિયાળામાં વાતાવરણમાંથી મોઈશ્ચર ઘટી જતું હોય અને એમાં ડ્રાય અને ઠંડા પવનના કારણે સ્કિન ખરાબ થવા લાગે છે. શિયાળામાં પિત્ત અને વાયુના દોષો વધી જાય છે જેના કારણે પણ સ્કિન ડ્રાય થઈને ફાટે છે.

-શિયાળામાં સ્કિનમાં મોઈશ્ચર જળવાય રહે એવા ખોરાક ડાયટમાં સામેલ કરવા જોઈએ. ખાસ કરીને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ખોરાકમાં વિવિધ ફળો અને સૂપનું સેવન કરવું જોઈએ.

-રોજ ડાયટમાં 2 ચમચી માખણ ખાવું જોઈએ. જેનાથી સ્કિનનું મોઈશ્ચર વધે છે અને સ્કિન સ્મૂધ રહે છે.

-ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. વાયુની સમસ્યા રહેતી હોય તો રોજ રાતે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દિવેલ મિક્સ કરીને પીવું જોઈએ.

-શિયાળામાં સ્કિન બને એટલી ઢાંકીને રાખવી જોઈએ.

-શિયાળામાં બહુ વધારે ગરમ પાણીથી નહાવું નહીં, નહીં તો તેનાથી સ્કિન અને વાળ બંનેને નુકસાન થાય છે. જેથી માપસર ગરમ પાણીથી જ નહાવું.

રોજ 1 ગ્લાસ ગરમ પાણીમાં તજ પાઉડર મિક્ષ કરી પીવાથી, શરીર પર થશે 10 અસર

X
best remedy for dry skin in winter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી