તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા લગાવો ઈંડુ, દહીં, ડુંગળીનો રસ, બટાકાનો રસ, લીંબુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ લોકો વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા માટે ઘણાં પ્રકારના ઓઈલ લગાવતાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઓઈલ લગાવ્યા વિના કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવી શકાય છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવી રહ્યા છે એવા જ ઘરેલૂ ઉપાય, જે તમે ઓઈલની જગ્યાએ ઉપયોગ કરીને વાળને હેલ્ધી રાખી શકો છો અને વાળ સંબંધી સમસ્યાઓથી પણ બચી શકો છો. અહીં જણાવેલ કોઈપણ 1 ઉપાય તમે સપ્તાહમાં 1-2 વાર અજમાવી શકો છો.

 

ખાટું દહીં


2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો.

 

ઈંડાનો સફેદ ભાગ


2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. એક કલાક બાદ વાળ ધોઈ લો.


મીઠો લીમડો


1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરી લો. આને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો.

 

એલોવેરા જેલ


રેગ્યુલર 1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. આનાથી ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.


લીંબુ


રેગ્યુલર 1 લીંબુના રસને વાળ અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો.

 

મેથી દાણા


2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેની પેસ્ટ વાળમાં લગાવો.

 

ગાજર


રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો.એક કલાક બાદ ધોઈ લો.


લસણ


2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો.

 

બટાકા

 

2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો.એક કલાક બાદ ધોઈ લો.


બીટ

 

1-1 ચમચી બીટ અને તલના તેલને મિક્સ કરી લો. તેને સ્કેલ્પમાં લગાવી એક કલાક બાદ ધોઈ લો.

 

વાળને હેલ્ધી, સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે બેસ્ટ છે બદામના તેલનું માસ્ક, ઘરે જ સરળતાથી બનાવીને લગાવો