તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓને 5 તકલીફોથી બચાવે છે કસૂરી મેથી, મોસમમાં બદલાવથી થતી બીમારી, લોહીની કમી જેવી સમસ્યા કરે છે દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. તેના પ્રયોગથી ભોજનનો ટેસ્ટ વધે છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. આમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન કેટલું ફાયદાકારક છે. કસૂરી મેથી મહિલાઓની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તમે તેની પેસ્ટ અથવા પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો આજે જાણી લો કસૂરી મેથી મહિલાઓની કઈ-કઈ સમસ્યાઓમાં લાભકારી છે.


બ્રેસ્ટ મિલ્ક વધારે છે


ડિલીવરી પછી જે મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક ઓછું બને છે તેમના માટે કસૂરી મેથી દવાનું કામ કરે છે. રેગ્યુલર ડાયટમાં કસૂરી મેથીનું સેવન કરવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે.


લોહીની ઉણપ


ભરાતમાં દર 5માંથી 3 મહિલા એનીમિયા એટલે લોહીની ઉણપનો શિકાર છે. જેથી કસૂરી મેથીમાં આયર્ન સારી માત્રામાં હોવાથી તેને ભોજનમાં સામેલ કરવાથી તે લોહીમાં હિમોગ્લોબિન વધારે છે. 

 

હોર્મોનલ ફેરફારમાં

 

મહિલાઓના શરીરમાં દરેક ઉંમરના તબક્કામાં ઘણાં હોર્મોનલ ચેન્જિસ થતાં હોય છે. માસિક ધર્મથી લઈને મેનોપોઝ સુધી હોર્મોન્સ ચેન્જ થવાને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ પણ થાય છે. જેને દૂર કરવા માટે કેસૂરી મેથીનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.


શુગર કંટ્રોલ કરે છે


ઉંમર વધવાની સાથે અને આજકાલની ખોટી ખાનપાનની આદતોને કારણે મહિલાઓમાં પણ ડાયાબિટીસનો ખતરો ખૂબ જ વધી ગયો છે. જેને કંટ્રોલ કરવા માટે કસૂરી મેથીને ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદો કરે છે.


ઈન્ફેક્શનથી બચાવ

 

મોસમમાં થતાં ફેરફારથી ઘણી મહિલાઓને ઈન્ફેક્શનને કારણે ફ્લૂ, શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. જેનાથી બચવા માટે ડાયટમાં મેથીનો પ્રયોગ કરવો જોઈએ. આ એલર્જી, ગેસ અને હાર્ટ સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે. 

 

સર્જરી વિના માત્ર 11 મહિનામાં અદનાન સામીએ ઉતાર્યુ હતું 160 કિલો વજન, આલ્કોહોલ, ઓઈલ અને શુગર લેવાનું કર્યું બંધ