ઉપવાસમાં ફરાળી વાનગીઓ સ્વાસ્થ્ય માટે કેટલી સારી? શું છે રાજગરો, સાબુદાણા અને મોરૈયો ખાવાના ફાયદા?

રાજગરો પોષકતત્વોથી ભરપૂર છે. ઘઉં, ચોખા અથવા જવ કરતાં આમાં 30% વધુ પ્રોટીન છે

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 04:03 PM
Benefits of sabudana in fasting

હેલ્થ ડેસ્ક: શ્રાવણ મહિનાથી દિવાળી સુધીનો સમય એટલે તહેવારોની સિઝન. ઉપવાસ દરમિયાન ફરાળ કરવામાં આવે છે. શ્રાવણ મહિનો કે ચાતુર્માસ કરવામાં ધર્મ સાથે ડાયટિંગ જોડી દેવાય છે. મનના કોઈક ખૂણે ઉપવાસ કરીને વજન પણ ઊતરી જશે તેવી ભાવના રહે છે. અહીં એ સમજવા જેવું છે કે પોષણ ફક્ત કેલરીથી સીમિત નથી રહેતું. પોષણ અને કેલરી એકબીજા સાથે સંકળાયેલાં હોવા છતાં પોષકતત્વોવાળું ખાવાનું જ મહત્ત્વનું છે. ઘણી વાર શુગર-ફ્રી ઠંડાં પીણાં અથવા શુગર-ફ્રી આઇસક્રીમ ખાઈને આપણે માનીએ છીએ કે કેલરી બચાવીને શરીર માટે ઉત્તમ કામ કર્યું છે, પરંતુ અહીં આપણે ખાંડનો બચાવ કરીને બીજાં કેમિકલ નાખીએ છીએ. આ રીતે શ્રાવણ મહિનો કે ચાતુર્માસ કરીએ અને આખો દિવસ ફરાળ અને તળેલી વાનગીઓ ખાઇને આપણે શરીરને નુકસાન કરીએ છીએ. જેથી આજે ડાયટિશિયન લીઝા શાહ પાસેથી જાણો ફરાળી ખોરાકમાંથી શરીરને કયા પોષક તત્વો મળે છે તેના વિશે.

રાજગરો :

રાજગરો પોષકતત્વોથી ભરપૂર છે. ઘઉં, ચોખા અથવા જવ કરતાં આમાં 30% વધુ પ્રોટીન છે. તે વિટામિન 'એ', બી6, વિટામિન 'સી'થી ભરપૂર છે. તેમાં ઓક્ઝિલિક એસિડ વધુ છે, જેથી કેલ્શિયમ અને ઝિંકનું શરીરમાં એબ્સોર્બશન ઓછું થાય છે. કિડનીના રોગી તેમ જ ગાઉટ અને રુમેટોઇડ આર્થ્રાઇટિસના દર્દીઓએ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો નહીં.

100 ગ્રામ રાજગરામાં કેલરી : 374, ફેટ : 7 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ : 66 ગ્રામ, પ્રોટીન : 14 ગ્રામ હોય છે. રાજગરો પોષણથી ભરપૂર છે, પરંતુ તેનો શીરો અથવા પૂરી બનાવવા કરતાં ભાખરી કે થેપલાં થોડા તેલમાં બનાવી ખાવાથી વધુ ફાયદો થાય છે.

મોરૈયો:

ઉપવાસ દરમિયાન મોરૈયો પણ સ્વાદિષ્ટ લાગે છે. તેને ભાત અથવા ઘેંશની જેમ બનાવવામાં આવે છે. તેમાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. તેમાં દૂધી, બટાકા વગેરે ઉમેરી શકાય છે. ઉપવાસ દરમિયાન મોરૈયો એક સમયે ખાવો હિતાવહ રહે છે.

100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350, મેંગેનીઝ : 96 મિલીગ્રામ, મેગ્નેશિયમ : 89 મિ.ગ્રા., આયર્ન : 3.93 મિ.ગ્રા., કોપર : 0.35 મિ.ગ્રા., ફોસ્ફરસ : 174 મિ.ગ્રા. હોય છે.

સાબુદાણા:

સાબુદાણા પોષણ ધરાવતા નથી. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ જ છે. પ્રોટીન, વિટામિન કે મિનરલ્સ નથી, પણ તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાઇ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. તેમાં બદામ, સિંગ નાખીને વધુ પોષક બનાવી શકાય. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરમાં ખાંડ ઓછી હોય તો પેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ મળી રહેશે.

સ્કિન ખરાબ થવી, શ્વાસમાં દુર્ગંધ, વાળ પાતળા થવા જેવા સંકેત દર્શાવે છે કે તમારું ડાયટ અનહેલ્ધી છે, તરત જ આપો ધ્યાન

X
Benefits of sabudana in fasting
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App