જબરદસ્ત રીતે ફાયદાકારક છે આ 2 વસ્તુ, રોજ ખાવાનું શરૂ કરશો તો ગંભીર રોગો હમેશાં રહેશે દૂર

Divyabhaskar.com

Dec 05, 2018, 05:32 PM IST
benefits of peanuts and sesame seeds

હેલ્થ ડેસ્ક: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં હેલ્ધી વસ્તુઓ ખાઈને આખું વર્ષ શરીર હેલ્ધી રહે છે. એવી જ 2 હેલ્ધી વસ્તુ છે સિંગ અેન તલ. સિંગ અને તલમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે. તેને ડેઈલી ડાયેટમાં ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય ફાયદાઓ મેળવી શકાય છે અને રોગોને પણ દૂર રાખી શકાય છે. તેમાં રહેલાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનથી બોડી ગ્રોથ પ્રોપરલી થાય છે. તમે શિયાળામાં સિંગ અને તલની ચિક્કી બનાવીને પણ ખાઈ શકો છો. તેનાથી પણ ફાયદા મળશે. આજે ડાયટિશિયન લીઝા શાહ જણાવી રહ્યાં છે સિંગ અને તલના ફાયદા.

સિંગના ફાયદા

-સિંગ ગરીબોની બદામ ગણાય છે. તેમાં વિટામિન 'ઈ', ફોલેટ, નિયાસીન, મેંગેનિઝ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં છે. તેમાં આવેલું એન્ટીઓક્સીડેન્ટ હાર્ટના રોગોથી બચાવવામાં ઉપયોગી છે. તેમાં મોનોસેચ્યુરેટેડ ફેટ છે જે સારી ફેટ છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઓછું કરવામાં મદદરૂપ થાય છે.


-સિંગ ફાઇબર્સથી ભરપૂર છે. પાચન માટે ફાઇબર્સ ઉપયોગી છે.


-રેગ્યુલર સિંગ ખાવાથી કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટી જાય છે. વળી તેનાથી પથરી નથી થતી.

-સિંગમાં કેલ્શિયમ અને વિટામિન 'ડી' આવેલાં છે. જેનાથી હાડકાં અને દાંત પણ મજબૂત રહે છે. મોટી ઉંમરે થતાં ઓસ્ટિઓપોરેસીસને દૂર રાખી શકાય છે. અહીં એટલું યાદ રાખવાનું કે સિંગમાં 'ફેટ'નું પ્રમાણ વધુ છે માટે વધુ પડતી લેવાથી વજન વધી શકે છે.

તલના ફાયદા


-તલ : 100 ગ્રામ તલમાં 583 કેલેરી આવેલી છે. તેમાં વધુ પડતી 'ફેટ' છે, પરંતુ તેમાં મિનરલ્સ એન્ટિઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર છે.


-તલમાં આવેલી 'ફેટ' શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે અને સારા કોલેસ્ટ્રોલને વધારી હાર્ટના રોગો સામે રક્ષણ આપે છે.


-તલમાં પ્રોટીન ભરપૂર છે. તેમાં આવેલાં 'એમિનો એસિડ' બાળકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે. 100 ગ્રામ તલમાં 18% પ્રોટીન રહેલું છે.


-તલમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર છે. ખાસ કરીને બી-કોમ્પ્લેક્સ, ઉપરાંત વિટામિન જેવાં કે, નિયાસીન, ફોલિક એસિડ (થિઆમીન, વિટામિન 'બી1'), થાયરોડોક્સિન વિટામિન 'બી6' અને રિબોફ્લોવિન આવેલાં છે.


-તલમાં ફોલિક એસિડ ભરપૂર છે. જો તે પ્રેગ્નન્સીમાં આપવામાં આવે તો બાળક માટે મદદરૂપ થાય છે.


-તલમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેનિઝ, ઝિંક, મેગ્નેશિયમ અને સેલેનિયમ ભરપૂર આવેલાં છે. આ વિટામિનથી હાડકાં મજબૂત થાય છે. શરીરમાં 'રેડ સેલ' વધુ બને છે. હોર્મોન વધુ બને છે અને હાર્ટના રોગોથી દૂર રહેવાય છે.

ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ

X
benefits of peanuts and sesame seeds
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી