મધમાં ટામેટાંનો રસ મિક્સ કરી લગાવવાથી ચહેરાનો ગ્લો વધશે અને રંગ પણ નિખરશે, મધના ફેસપેકથી દૂર થશે સ્કિનની સમસ્યાઓ

Benefits of Honey Face Pack

Divyabhaskar.com

Aug 25, 2018, 12:00 PM IST


હેલ્થ ડેસ્કઃ મધ સ્વાસ્થ્ય સાથે સુંદરતા વધારવામાં પણ મદદરૂપ છે. ઘણીવાર ડ્રાય કે ઓઇલી ત્વચાના કારણે ઘણી સમસ્યા થાય છે. એવામાં મધમાં રહેલાં વિટામિન અને એન્ટિબેક્ટેરિયલ તત્વો આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

ત્વચા બને કોમળ:

અડધા લીંબુના રસમાં એક નાની ચમચી મધ નાખી પેસ્ટ તૈયાર કરી લો. પેસ્ટને લગાવતા પહેલાં ચહેરો ધોઈ નાખો. પેસ્ટ લગાવીને 20 મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. અઠવાડિયે એકવાર આ પેસ્ટનો ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી ત્વચા કોમળ બને છે.


ચહેરો બનશે ચમકીલો:

અડધા ટામેટાના રસ સાથે અડધી ચમચી મધ ભેળવી આ પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. 4-4 દિવસના અંતરે આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા ગ્લોઇંગ બનશે અને સ્કિન નિખરશે.

કાળા ધબ્બા દૂર થશે:

એક કેળું સ્મેશ કરી તેમાં 1 ચમચી મધ અને 1 નાની ચમચી લીંબુનો રસ મેળવી પેસ્ટ તૈયાર કરો. પેસ્ટ લગાવી 10-15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. અઠવાડિયે એકવાર આ ઉપાય કરવાથી કાળા ધબ્બા દૂર થશે.

ઓઇલી ત્વચા માટે ફાયદાકારક:

2 નાની ચમચી ઓલિવ ઓઇલમાં 1 નાની ચમચી મધ મિક્સ કરી તેને 20 સેકન્ડ માટે માઇક્રોવેવમાં મૂકો. 5થી 7 મિનિટ માટે પેસ્ટ લગાવી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈને મોઇશ્ચરાઇઝર લગાવી દો. અઠવાડિયામાં 2 વાર આ પેસ્ટનો ઉપયોગ કરવો.

સ્કિનને એકદમ ટાઈટ રાખે છે મસૂરની દાળના ફેસપેક, સાથે જ દૂર કરે છે ડેડ સ્કિન, પોલ્યૂશન, એક્સ્ટ્રા ઓઈલ

X
Benefits of Honey Face Pack
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી