તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાળને હેલ્ધી, સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે બેસ્ટ છે બદામના તેલનું માસ્ક, ઘરે જ સરળતાથી બનાવીને લગાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્ક: બધાંને હેલ્ધી અને સોફ્ટ હેઅર પસંદ હોય છે. બેજાન વાળને કારણે લુક પણ ખરાબ લાગે છે. બેજાન વાળને સુંદર અને હેલ્ધી રાખવા માટે ઘણાં ઉપાયો છે. જેમાંથી એક છે બદામના તેલનું માસ્ક. તેનો કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી અને ઘરે જ તમે સરળતાથી આ માસ્ક બનાવી શકો છો. તો જાણી લો. 
 
બદામના તેલનું માસ્ક બનાવવા માટે જરૂરી સામગ્રી
 
-4 ચમચી બદામનું તેલ
-અડધો કપ કેળાની પેસ્ટ
-2 ચમચી મધ
-1/4 કપ કાચું દૂધ
 
બનાવવાની વિધિ
 
આ હેઅર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં ઉપર જણાવેલી બધી જ સામગ્રી બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ જેવું બનાવી લો. 
 
લગાવવાની રીત
 
હવે વાળના ભાગના કરીને સ્કેલ્પમાં આ માસ્ક લગાવો. સાથે જ સમગ્ર વાળમાં પણ આ માસ્ક લગાવો. પછી શાવર કેપ પહેરી લો. 15 મિનિટ પછી હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો. 
 
માસ્કના ફાયદા
 
બદામના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, વિટામિન ઈ હોય છે. જે વાળને મજબૂત બનાવવામાં અને પોષણ આપવામાં મદદ કરે છે. તેની સાથે જ બદામનું તેલ વાળ ખરવાની સમસ્યાને રોકવામાં પણ મદદ કરે છે. સપ્તાહમાં બેવાર આ માસ્ક લગાવવાથી વાળ હેલ્ધી, સોફ્ટ અને સિલ્કી બને છે. 

 

વોકિંગ, રનિંગ, સાઈડ પ્લેંક, હાઈ ની જેવી 7 કસરતો કરવાનો નિયમ બનાવવાથી ઝડપથી ઘટાડી શકાય છે વજન