દાડમની છાલ અનેક રીતે સ્કિન માટે છે લાભકારી, તેનો ફેસપેક લગાવવાથી કરચલીઓ, ખીલ અને ટેનિંગ થાય છે દૂર

Benefits and Uses Of Pomegranate Peel For Skin

Divyabhaskar.com

Aug 27, 2018, 04:44 PM IST

હેલ્થ ડેસ્ક: દાડમના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે તો લગભગ બધાં જ જાણતાં હશે. લાલ રંગનું આ ફળ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સ્કિન માટે પણ જબરદસ્ત રીતે અસરકારક છે. દાડમની છાલ સ્કિન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં અતિકારગર છે. જેના ફાયદા અને ઉપયોગ રીત વિશે બ્યૂટિશિયન અવલીન ખોકર જણાવી રહ્યાં છે. તમે દાડમની છાલને તડકાંમાં સૂકવીને તેને પીસીને સ્ટોર કરીને પણ રાખી શકો છો. તેની છાલમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે સ્કિનમાં નિખાર લાવવામાં મદદ કરે છે. તો જાણો તમે પણ.


આ રીતે ઘરે જ બનાવો દાડમની છાલનું ફેસપેક

1 દાડમ લઈને તેની છાલને તડકાં સૂકવી લો. તે સંપૂર્ણ રીતે સૂકાય જાય પછી તેને મિક્સરમાં બારીક પીસી લો. આ પાઉડરનો ઉપયોગ કરો. 1-2 ચમચી દાડમની છાલનો પાઉડર લઈ તેમાં 1 ચમચી મધ અને 1 લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ લગાવો. પછી હળવા હાથે મસાજ કરતાં ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

સ્કિનને મોઈશ્ચરાઈઝ કરે છે

દાડમની છાલમાં ઈલેજિક એસિડ હોય છે. આ એક એન્ટીઓક્સીડેન્ટ છે જે સ્કિનની સેલ્સને રિપેર કરે છે અને સ્કિનનું નેચરલ મોઈશ્ચર જાળવી રાખે છે. સાથે જ દાડમનો ફેસપેક સ્કિનને હાઈડ્રેટ રાખે છે અને ડ્રાયનેસથી પણ બચાવે છે.

કરચલીઓ દૂર કરે છે


દાડમની છાલ સ્કિનના કોલેજનને બ્રેક કરનાર એન્ઝાઈમ્સને રોકે છે. સાથે જ તે હેલ્ધી સ્કિન સેલ્સના વિકાસમાં પણ મદદ કરે છે. જેનાથી વધતી ઉંમરે સ્કિન પર કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાર્ક સર્કલ દેખાતાં નથી.

ખીલને મટાડે છે

દાડમની છાલમાં હીલિંગ પ્રોપર્ટી હોય છે. જે ખીલ, એક્ને અને સ્કિન રેશિઝની સમસ્યા દૂર કરે છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયા અને અન્ય ઈન્ફેક્શનથી સ્કિનને બચાવે છે.

સૂર્યની કિરણોથી કરે છે રક્ષણ


દાડમની છાલ સ્કિન માટે સનસ્ક્રીનની જેમ કામ કરે છે. તેના ઉપયોગથી સૂર્યની યૂવીએ અને યૂવીબી કિરણો સામે સ્કિનને રક્ષણ મળે છે અને સ્કિન ડેમેજ થતી નથી.

આદુ અને બીટનો જ્યૂસ, ગ્રીન જ્યૂસ, ટામેટાંનો જ્યૂસ લોહીની ઉણપ દૂર કરે છે અને ઈમ્યૂનિટીને ઝડપથી બૂસ્ટ કરે છે, ડાયટમાં કરો સામેલ

X
Benefits and Uses Of Pomegranate Peel For Skin
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી