Home » Lifestyle » Health » Baking Soda Uses for Helping to Prevent and Heal Cancer

રિસર્ચમાં કર્યો દાવોઃ બેકિંગ સોડાથી થઈ શકે છે કેન્સરનો ઈલાજ, બેકિંગ સોડા ઈનેક્ટિવ કેન્સર સેલ્સને એક્ટિવ કરીને કીમોથેરાપીમાં કરે છે મદદ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 11:47 AM

બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને પીવાથી કેન્સરને કંટ્રોલ કરી શકાય છે

 • Baking Soda Uses for Helping to Prevent and Heal Cancer

  હેલ્થ ડેસ્ક: શું ખરેખર બેકિંગ સોડાથી કેન્સરનો ઈલાજ થઈ શકે છે? તમને સાંભળીને આશ્ચર્ય થશે પણ એક નવા રિસર્ચમાં આ દાવો કરવામાં આવે છે કે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને પીવાથી કેન્સરને કંટ્રોલ કરી શકાય છે અને કેન્સર સેલ્સને ટાર્ગેટ કરવામાં સરળતા રહેશે. સંશોધકોને આશા છે કે જો આ રિસર્ચ સંપૂર્ણપણે સફળ રહી તો કેન્સર જેવી જીવલેણ બીમારીના ઈલાજનો ખર્ચ એકદમ ઓછો થઈ જશે.

  બેકિંગ સોડા કેન્સર સેલ્સને કરે છે એક્ટિવ


  સંશોધકોનું માનીએ તો બેકિંડ સોડાને પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલાં કેન્સર ટ્યૂમરની અંદરના સેલ્સ વધારે સક્રિય થઈ જાય છે, જેનાથી કીમોથેરાપી ડ્રગ્સના માધ્યમથી તે સેલ્સને ખતમ કરવા સરળ બની જાય છે. જેમ-જેમ ટ્યૂમર મોટું થતું જાય છે તે તેની અંદરના સેલ્સ સુધી પહોંચતા બ્લડ સપ્લાયને રોકી દે છે. જેના કારણે આ સેલ્સની સક્રિયતા ઘટી જાય છે અને તે ટ્યૂમરની અંદર જ છુપાયેલા રહે છે. બેકિંગ સોડાથી આ સેલ્સ ફરી એક્ટિવ થઈ જાય છે, જેથી તેને કીમોથેરાપીથી સરળતાથી ખતમ કરી શકાય છે કેમ કે કીમોથેરાપીની દવા માત્ર એક્ટિવ સેલ્સને જ ટાર્ગેટ કરે છે.


  ઈલાજ થઈ શકશે સસ્તો


  લુડવિગ ઈન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચના અમેરિકન વૈજ્ઞાનિક અને સ્ટડીના ઓથર ચી વેન ડેંગ કહે છે કે, આ રિસર્ચના પરિણામો કેન્સરની સારવારના સસ્તી કરી શકે છે, કેમ કે પછી કેન્સર માટે લાખો રૂપિયાની મોંઘી દવાઓ ખાવાની જરૂર નહીં પડે અને માત્ર સસ્તા બેકિંગ સોડાથી જ કામ થઈ જશે.


  કેન્સર થેરાપીમાં અડચણ પેદા કરે છે નિષ્ક્રિય સેલ્સ


  ડો. ડેંગની આ રિસર્ચ બ્રેસ્ટ અને કોલોન કેન્સરથી પીડિત ઉંદરો પર કરવામાં આવી હતી. જેના પરિણામ મુજબ બેકિંગ સોડા મિક્સ કરેલું પાણી પીવાથી ટ્યૂમરમાં રહેલાં કેન્સર સેલ્સની સક્રિયતા પહેલાંની તુલનામાં અનેક ગણી વધી ગઈ હતી. કીમોથેરાપી અને ઈમ્યૂનોથેરાપી દ્વારા ટ્યૂમરને વધુમાં વધુ ટાર્ગેટ કરી શકાય છે. બેકિંગ સોડાવાળું પાણી પીવાથી નિષ્ક્રિય અને છુપાયેલા સેલ્સ પણ એક્ટિવ થઈ જાય છે અને તેને પણ સરળતાથી ખતમ કરી શકાય છે. આ સેલ્સ જો નિષ્ક્રિય રહે તો ફરી આ રોગ થવાની સંભાવના રહે છે.


  રિસર્ચ મુજબ રોજ 10 મિનિટ ડાંસ કરવાથી દૂર રહે છે ટેન્શન, વધે છે સ્ટેમિના અને મસલ્સ બને છે સ્ટ્રોન્ગ, સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે ડાંસ થેરાપી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ